Home /News /business /India@75: જાણો માત્ર 7500 રૂપિયાથી કેવી રીતે બની શકાય કરોડપતિ?
India@75: જાણો માત્ર 7500 રૂપિયાથી કેવી રીતે બની શકાય કરોડપતિ?
SIPના ફાયદા ઘણા લોકો જાણે છે. પરંતુ પડકાર એ છે કે રોકાણકારોને લાંબા સમય સુધી રોકાણ કરવા માટે કેવી રીતે સમજાવવું? (પ્રતિકાત્મક તસવીર)
Business News : Har Ghar SIP નામનું અભિયાન શરૂ કર્યું છે. જેનો અર્થ દરેક ઘરમાં એક SIP એમ થાય છે, જે ભારત સરકારના તાજેતરમાં શરૂ કરાયેલા અભિયાન 'હર ઘર તિરંગા'માંથી પ્રેરિત છે
મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Fund) ઉદ્યોગમાં જુલાઈ મહિનામાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, તે છતાં ડીટ્રીબ્યુટર્સ અને સલાહકારોએ નવા ગ્રાહકો બનવવાનું કામ ચાલુ જ રાખ્યું છે.કેટલાક ડિસ્ટિબ્યુટર્સે એક સ્ટેપ આગળ વધીને Har Ghar SIP નામનું એક નાનું અભિયાન શરૂ કર્યું છે. જેનો અર્થ દરેક ઘરમાં એક SIP એમ થાય છે, જે ભારત સરકારના (Government of India)તાજેતરમાં શરૂ કરાયેલા અભિયાન 'હર ઘર તિરંગા'માંથી (Har Ghar Tiranga)પ્રેરિત છે, જેનો શાબ્દિક અનુવાદ 'દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ' એમ થાય છે. મુંબઈ સ્થિત મ્યુચ્યુઅલ ફંડ્સના ડિસ્ટ્રિબ્યુટર અને પ્રથમસર્વિસ ફિનકોર્પ LLPના વડા રાજેન્દ્ર ધુલ્લા તેમાંના એક છે. ધુલ્લા જણાંવે છે કે તે અને કેટલાક MF ડિસ્ટ્રિબ્યુટર્સ વાતચીત કરી રહ્યા હતા અને અચાનક તેઓને આ વિચાર આવ્યો. સેલ્સ પિચને મજબૂત બનાવવા માટે નંબર ક્રંચિંગની એક પ્રક્રિયા અનુસરવામાં આવી.
SIPના ફાયદા ઘણા લોકો જાણે છે. પરંતુ પડકાર એ છે કે રોકાણકારોને લાંબા સમય સુધી રોકાણ કરવા માટે કેવી રીતે સમજાવવું? એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા(AMFI, the mutual fund industry’s trade body) અનુસાર, લગભગ 33 ટકા ઇક્વિટી એસેટ્સ એક વર્ષ પહેલાં જ કાઢી લેવામાં આવે છે. માત્ર 23 ટકા ઇક્વિટી એસેટ્સ એકથી બે વર્ષ વચ્ચે અને અન્ય 44 ટકા બે વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહે છે.
ધુલ્લા અને તેમના ડિસ્ટ્રીબ્યુટર ગ્રુપ કે જેઓ મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણ સંબંધિત સમાચારો શેર કરવાના હેતુથી WhatsApp ગ્રુપ પર હંમેશા એકબીજાના સંપર્કમાં રહે છે, તેઓ એક સરળ ગણિત સામે મૂક્યું. જો તમે અત્યારે દર મહિને માત્ર રૂ. 7,500 સાથે ભારતની આઝાદીના 75માં વર્ષમાં SIP શરૂ કરો છો અને ભારતની આઝાદીના 100મા વર્ષ સુધી રોકાણ કરો છો, તો તમે વર્ષ 2047 સુધીમાં કરોડપતિ બની શકો છો.
ધુલ્લા કહે છે કે, “આવી ઈમોશનલ સેલ્સ પિચ રોકાણકારોને આકર્ષે છે. મને હાલના ગ્રાહકો તરફથી ઘણી ઈન્કવાયરી મળી છે. તે તેમના માટે ફીલ ગુડ ફેક્ટર હોય છે” તે સમજાવે છે કે, “જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો તો SIP શ્રેષ્ઠ કામ કરે છે.આ ઝુંબેશ પાછળ માત્ર એક જ ઉદ્દેશય છે કે લોકો લાંબા ગાળા માટે રોકાણ કરે છે."
ધારોકે તમે ઓગસ્ટ 2022 થી દર મહિને રૂ. 7,500નું રોકાણ કરો છો, તો તમે 25 વર્ષના સમયગાળામાં રૂ. 22.5 લાખનું રોકાણ કર્યું હશે. અહીં ચક્ર્વૃદ્ધિનું ગણિત (power of compunding)શરૂ થાય છે. ધારો કે આગામી 25 વર્ષમાં ઇક્વિટી માર્કેટ 12 ટકાના દરથી વૃદ્ધિ પામશે, તો ભારતની આઝાદીના 100મા વર્ષ સુધીમાં તમારી પાસે 1.27 કરોડનું કોર્પસ હાથમાં છે. જો તમે તમારા રોકાણ પર વાર્ષિક 15 ટકા જેટલું ઊંચું વળતર મેળવો છો, તો તમને વધુ ફાયદો થશે. હવે 100મા સ્વાતંત્ર્ય દિવસ સુધીમાં રૂ. 2.07 કરોડનું ફંડ બનાવી શકવાની સંભાવના છે.
શું તમને દર મહિને રૂ. 7,500 પરવડી શકે છે?
‘હા’- પર્સનલ ફાઇનાન્સ સોલ્યુશન ફર્મ અને મુંબઈ સ્થિત મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટ ફર્મ Money Mantra ના સ્થાપક વિરલ ભટ્ટ જવાબ આપે છે.
ભટ્ટનું અવલોકન છે કે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોની આવક વધી છે. સાથે જ ખર્ચમાં પણ વધારો થયો છે. એક સલાહકાર તરીકે, તે કહે છે કે “સામાન્ય રીતે '30-30-30 વલણ અપનાવવું જોઈએ. તે કહે છે, આનો અર્થ એ છે કે તમારી સેલરીમા તમારા ખર્ચ માટે 30 ટકાની મહત્તમ મર્યાદા રાખો, તમારી ટેક હોમ સેલરીના 30 ટકા જેટલી અમાઉન્ટથી વધુના લોનના માસિક હપ્તા (EMI) ચૂકવશો નહીં અને ઓછામાં ઓછા 30 ટકા રોકાણ કરો. બાકીના 10 ટકા કેશ રાખી શકો છો"
શું આપણે વ્યાજબી રીતે અપેક્ષા રાખી શકીએ કે ઇક્વિટી 25-વર્ષના સમયગાળામાં 12 ટકા વળતર આપશે ?
હેક્સાગોન કેપિટલ એડવાઈઝર્સના મેનેજિંગ ડિરેક્ટર, શ્રીકાંત ભાગવત - જે હેક્સાગોન વેલ્થનું સંચાલન કરે છે તે જણાવે છે, “રૂ. 1 કરોડ નો ટાર્ગેટ SIP દ્વારા 10 ટકા વળતર (વાર્ષિક ચક્રવૃદ્ધિ) સાથે પણ હાસિલ કરી શકાય છે. 60 ટકા ઇક્વિટી અને 40 ટકા ડેબ્ટના પોર્ટફોલિયો સાથે પણ આ શક્ય છે. આ ખરેખર શક્ય બાબત છે,”
ભાગવત કહે છે કે લાંબા ગાળાની SIP કરવી એ "લાંબા ગાળાના મહત્વના કે ગૌણ લક્ષ્યોને ફંડ કરવાની બેસ્ટ સ્ટ્રેટેજી છે. આમાં શિસ્તબદ્ધ અને નિયમિત બચતના ફાયદા છે જે તમને તમારો ધ્યેય પૂરો કરવા માટે મદદ કરશે. SIP મારફત દર મહિને રોકાણના આધારે થતી ફરજિયાત સરેરાશ બચતને કારણે વોલેટિલિટી પણ નિયંત્રિત થાય છે.”
તે જણાવે છે કે SIP તેમને તેમના લાંબા ગાળાના લક્ષ્ય પુરા કરવા માટે કામ આવ્યું છે. “મેં મારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે બચત કરવા માટે SIPથી થતા ફાયદાનો ઉપયોગ કર્યો છે. ઇક્વિટી ફંડમાં ખૂબ જ નાની SIP (જેમ કે રૂ. 1,500 પ્રતિ મહિને)થી શરૂ કરીને મેં મારી ક્ષમતા પ્રમાણે તેને વધારવાનું ચાલુ રાખ્યું. આખરે મારી પાસે મારા સપના પૂરા કરવા માટે પૂરતી બચત હતી અને 18.79 ટકા વળતર પણ હતું ( વાર્ષિક વૃદ્ધિ દર) હતું.”
ધીરજપૂર્વક કામ લો
લાંબા સમયગાળામાં 12 ટકા ચક્રવૃદ્ધિ વળતરનો અર્થ એ છે કે ઇક્વિટીનું વળતર ટૂંકા કે તૂટક સમય માટે ઘણું ઓછું હોઈ શકે છે. અને આવનાર અન્ય વર્ષોમાં ઇક્વિટી વળતર 12 ટકાને વટાવી શકે છે. દાખલા તરીકે, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ઇક્વિટી એસેટ્સે 20.5 ટકા વળતર મેળવ્યું હતું, જયારે કે વર્ષ 2019-20માં વળતર 24.8 ટકા હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર