Home /News /business /શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો

શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો

આ રીતે રોકાણ કરો તમારા પર રિતસર રુપિયાનો વરસાદ થશે, બસ જોઈશે ધીરજ અને નિયમિતતા.

How to Become Crorepati: જો તમારે કરોડપતિ બનવું હોય તો એક રોકાણકાર તરીકે ફક્ત 15x15x15 નો એક જ નિયમને ફોલો કરીને આ શક્ય બની શકે છે. તમને થશે કે આવી રીતે તો બધા જ કરોડપતિ બની જાય, જોકે અહીં સૌથી મહત્વની વાત ધીરજ અને નિયમિતતા છે જેનો મોટાભાગના રોકાણકારોમાં અભાવ જોવા મળે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ અમીર કોને નથી બનવું હોતું? જોકે અમીર બનવા માટે પ્લાનિંગ અને નિયમિતતા જોઈએ તેનો અનેક લોકોમાં અભાવ જોવા મળે છે. પહેલા તો લોકો લાખોપતિ બનવા માગતા હતા જોકે હવે કરોડપતિ જ બનવું હોય છે. ત્યારે લોકોને એ ખબર નથી પડતી કે પોતાની સામાન્ય સ્થિતિમાં કઈ રીતે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરવું કે તમે કરોડપતિ બની શકો. આજે તમને ઈન્વેસ્ટમેન્ટનો એક એવો અફર નિયમ જણાવવા જઈ રહ્યા છીએ જેનું ચુસ્તપણે પાલન કરીને તમે કરોડપતિ બની શકો છો. આ માટે તમારે કોઈ મોટી રકમને એક સાથે રોકાણ કરવાની પણ જરુર પડતી નથી. નિયમિત રીતે રોકાણ કરવામાં આવેલી એક નાની રકમ પણ તમને કરોડપતિ બનાવી શકે છે.

પાછલા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ તરફ લોકોનો ઉત્સાહ વધ્યો છે. મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ટેન્યોર અને જોખમ હિસાબે અનેક વિકલ્પ મળી જાય છે. તેમાં રોકાણ કરવું પણ ખૂબ જ સહેલું છે. તેમજ એક સાથે વધુ રુપિયા રોકવાની પણ જરુર રહેતી નથી. લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં SIPની સુવિધા ઉપલબ્ધ હોય છે. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ્સને રોકાણકારો માટે ખૂબ જ સરળ અને સહેલું બનાવી દે છે.

આ પણ વાંચોઃ 27 વર્ષનો એન્જિનિયર ગાય પાળીને મહિને કમાય છે 10 લાખ, તમે પણ કમાઈ શકો; જાણો A to Z માહિતી

SIP રોકાણને સરળ બનાવે છે


SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા, રોકાણકાર શિસ્તબદ્ધ થઈ શકે છે અને નિયમિત સમયાંતરે નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે. આ લાંબા ગાળે જંગી ફંડ બનાવે છે. આનાથી રોકાણકારના ખિસ્સા પર કોઈ બોજ પડતો નથી અને લાંબા ગાળે ખૂબ સારું વળતર પણ આપે છે. આજે અમે તમને 15x15x15 નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.

15x15x15 નિયમ શું છે?


15x15x15 નિયમ રોકાણકારને લાંબા ગાળામાં રૂ. 1 કરોડનું ભંડોળ એકઠું કરવામાં મદદ કરી શકે છે. નિયમ મુજબ, જો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અથવા 15 ટકા વળતર આપતા સ્ટોકમાં 15 વર્ષ માટે દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો તે ₹1 કરોડનું ભંડોળ ભેગું કરી શકે છે. આ ચક્રવૃદ્ધિ (ચક્રવૃદ્ધિ વ્યાજ) ની શક્તિનું પરિણામ છે.

આ પણ વાંચોઃઆ શેરોમાં મળી શકે છે ડબલ ડિજિટ રીટર્ન, જાણો આગામી 2-3 સપ્તાહના ‘BUY’ કોલ્સ

લાંબા ગાળામાં સારું વળતર


આપણે બધા જાણીએ છીએ કે શેરબજારો ખૂબ જ અસ્થિર છે. તેથી વાર્ષિક 15% વળતર જનરેટ કરવું સરળ નથી. જો કે, લાંબા ગાળે 15 ટકાનું વાર્ષિક વળતર મળી શકે છે. ઈતિહાસ દર્શાવે છે કે ભારે મંદી હોવા છતાં, શેરબજારમાં લાંબા ગાળે હંમેશા રિકવરી જોવા મળે છે. SIP પેમન્ટમાં ચક્રવૃદ્ધિની શક્તિ બજારની મંદી અથવા બજારની અસ્થિરતાના કિસ્સામાં કુલ વળતરની સરેરાશ વધારવામાં મદદ કરે છે. વધુમાં, તે એકસાથે રોકાણ કરતાં વધુ સારું વળતર પણ આપે છે.

ચક્રવૃદ્ધિ એટલે કે કમ્પાઉન્ડિંગ કેવી રીતે કામ કરે છે?


કમ્પાઉન્ડિંગ એ મૂળભૂત રીતે કમાયેલા વ્યાજની સાથે સંચિત વ્યાજ પર તમારા રોકાણમાં વધારો છે. દર વખતે જ્યારે તમે તમારા મુદ્દલ પર વ્યાજ મેળવો છો, ત્યારે તે તમારી મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે. તેથી બીજી વખત જ્યારે તમે વ્યાજ મેળવો છો તે તમારી વધેલી મૂળ રકમ પર વ્યાજ મેળવશો. સમય જતાં આ તમારા વ્યાજમાં નોંધપાત્ર વધારો કરે છે. તેથી જો તમે 15 વર્ષ માટે દર મહિને 15% વાર્ષિક વ્યાજ દરે 15,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તે સમયગાળાના અંતે તમને કુલ રકમ 1,00,27,601 રૂપિયા મળશે. આ રીતે તમે કુલ રૂ. 27 લાખનું રોકાણ કરશો અને રૂ. 73 લાખ વ્યાજ તરીકે મળશે.

આ પણ વાંચોઃ એક્સપર્ટ્સને આ 5 શેર્સમાં દેખાયો 50 ટકા સુધીની કમાણીનો મોકો, રોકાણની આપી સલાહ

30 વર્ષ માટે રોકાણ પર 10.38 કરોડનું ફંડ ઉપલબ્ધ થશે


હવે જો તમે આગામી 15 વર્ષ માટે વધુ રોકાણ કરશો તો તમારું ફંડ ખૂબ વિશાળ હશે. ધારો કે તમે વાર્ષિક 15% વ્યાજ પર 30 વર્ષ માટે 15,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 10.38 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવશો. આમાં તમારું રોકાણ માત્ર 54 લાખ રૂપિયા હશે અને તમને 9.8 કરોડ રૂપિયાથી વધુનું વ્યાજ મળશે. જો કે, તમારે આ વળતરની ગણતરી કરતી વખતે ફુગાવાની અસરને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ રીતે તમે નાની રકમનું રોકાણ કરીને સરળતાથી કરોડપતિ બની શકો છો.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Earn Money Tips, Investment tips, Personal finance