નવી દિલ્હી. કોરોના કાળ (Coronavirus pandemic) અને મોંઘવારી (inflation)ના આ સમયમાં જો તમે ઘરે બેઠા કરોડપતિ (How to become a Crorepati) બનવા માંગો છો તો આપની પાસે સારી તક છે. જેમાં તમે એક રૂપિયાના સિક્કા (One Rupee Coin)થી માલામાલ થઈ શકો છો. જી હા. આજે અમે આપને 1 રૂપિયાના એવા સિક્કા વિશે જણાવી રહ્યા છીએ જે ક્યારે પણ આપને એક જ ઝટકામાં કરોડપતિ બનાવી દેશે.
આ ખાસ સિક્કાની કિંમત છે 10 કરોડ રૂપિયા
1 રૂપિયાના આ સિક્કાની જ્યારે 10 કરોડમાં હરાજી થઈ રહી છે તો તે કોઈ સામાન્ય સિક્કો નથી. સૌથી પહેલા નોંધનીય છે કે આ સિક્કો અંગ્રેજોના જમાના British Rule)નો હોવો જોઈએ. તેની સાથે જ તે સિક્કો 1885માં બહાર પડેલો હોવો જોઈએ. આપની પાસે એક રૂપિયાનો આવો સિક્કો છે, તો તેની પર વર્ષ 1885 મુદ્રિત (Printed) હોવું જોઈએ. તેને તમે ઓનલાઇન હરાજી માટે મૂકી શકો છો. ઓનલાઇન હરાજી (Online Auction)માં તમે આ સિક્કા પર 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આવો જાણીએ કે આવા એક રૂપિયાનો સંગ્રહ કરનારા અને ખરીદનાર ક્યાં મળશે અને તેની હરાજી માટેની પ્રક્રિયા શું છે.
જૂના સિક્કાઓની હરાજી માટે આપને OLX પર વિઝિટ કરવાની રહેશે. અહીં આપને પોતાનું લોગ ઇન આઇડી બનાવવું પડશે. તેની સાથે જ તમે indiamart.com ઉપર પણ આવી જ રીતે એકાઉન્ટ ક્રીએટ કરીને સિક્કાની હરાજી કરાવીને પૈસા કમાઈ શકો છો. હરાજી માટે આપને પોતાના સિક્કાનો ફોટો શૅર કરવો પડશે. ઘણા બધા લોકો એન્ટીક સામાન ખરીદે છે. કેટલાક લોકો જૂના સિક્કાની શોધમાં રહે છે. તે સારી એવી રકમ આપી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર