દરરોજ માત્ર 35 રૂપિયાની બચત કરવાથી તમે બની શકો છો કરોડપતિ, જાણો શું કરવું પડશે?

પ્રતીકાત્મક તસવીર

How to become a crorepati: માર્કેટ વિશેષજ્ઞએ આ અંગે સલાહ આપી છે કે, કોઈપણ યુવા જો 20 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરે, તો 60 વર્ષે નિવૃત્ત થવા પર ખૂબ જ સરળતાથી કરોડપતિ બની શકાય છે.

  • Share this:
મુંબઈ: કરોડપતિ બનવાનું સપનું દરેક લોકોનું હો છે, પણ તમામ લોકો તે સપનું પૂરું નથી કરતી શકતા. જો તમે કરોડપતિ બનવા ઈચ્છો છો, તો તમારે ખૂબ જ સમજદારીથી યોગ્ય રોકાણ કરવાનું રહેશે. રોકાણ કરવા સમયે કેટલીક બાબતોનું યોગ્ય ધ્યાન (proper planning and constant saving) રાખવામાં આવે તો તમારું કરોડપતિ બનવાનું સપનું પૂર્ણ થઈ શકે છે.

શું કરવાનું રહેશે?

માર્કેટ વિશેષજ્ઞએ આ અંગે સલાહ આપી છે કે, કોઈપણ યુવા જો 20 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરે, તો 60 વર્ષે નિવૃત્ત થવા પર ખૂબ જ સરળતાથી કરોડપતિ બની શકાય છે. વિશેષજ્ઞનું કહેવું છે કે લાંબા ગાળામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર તમે તમારુ કરોડપતિ બનવાનું સપનું પૂર્ણ કરી શકો છો.

આ પણ વાંચો: RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, જાણો આમ આદમી પર શું અસર પડશે? 

અહીં રોકાણ કરો

શેર માર્કેટમાં જ્યારે મોટા સ્તર પર રોકાણ કરવામાં આવે ત્યારે એસઆઈપી (Systematic Investment Plan)ની શરૂઆત કરવી જોઈએ. જે માટે તમારે નિયમિત દૈનિક રૂ. 35 બચાવવાના રહેશે. રોકાણકારોએ નોકરી શરૂ થવા પર ડાઈવર્સિફાઈડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (Diversified Equity Mutual Funds)માં લાંબા ગાળમાં રોકાણ શરૂ કરવું જોઈએ. લાંબા ગાળાના રોકાણમાં વાર્ષિક 12 ટકાના દરે રિટર્ન મળવા પર કરોડપતિ બની શકાય છે. જેમાં રોકાણકારોએ નિયમિત દૈનિક રૂ. 35 એટલે માસિક રૂ. 1050ની બચત કરવાની રહેશે.

આ પણ વાંચો: કારમાં એકલા જતી વખતે પણ માસ્ક પહેરી રાખવું જરૂરી: દિલ્હી હાઇકોર્ટ

20 વર્ષની ઉંમરમાં નોકરી શરૂ કરવા પર 60 વર્ષે નિવૃત્ત થવા માટે માસિક રૂ. 1050નું રોકાણ કરવાનું રહેશે. જે બાદ 12 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીએ તમને રૂ. 1 કરોડથી અધિક રકમ મળી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો

અધિક વય ધરાવતા લોકો પણ બની શકે છે કરોડપતિ

અધિક વય ધરાવતા લોકો કરોડપતિ બનવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 35 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરતા લોકોએ 60 વર્ષે નિવૃત્ત થઈને કરોડપતિ બનવા માટે માસિક રૂ. 5875નું રોકાણ કરવાનું રહેશે. જેમાં 12 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીએ તમને રૂ. 1 કરોડથી અધિક રકમ મળી શકે છે.
First published: