Home /News /business /મહિલાઓ માટે ધનના ઢગલા કરી દેશે આ સિક્રેટ ફોર્મ્યુલા, જેટલો વહેલો અમલ તેટલા વહેલા કરોડપતિ
મહિલાઓ માટે ધનના ઢગલા કરી દેશે આ સિક્રેટ ફોર્મ્યુલા, જેટલો વહેલો અમલ તેટલા વહેલા કરોડપતિ
આ યોજનામાં મહિલાઓના નામ પર 2 લાખ રુપિયા સુધીની રકમ જમા કરી શકાય છે. આ યોજના દ્વારા મહિલાઓ બે વર્ષમાં સારી એવી બચત કરી શકે છે.
50:30:20 નો નિયમ સૌથી સરળ નિયમ છે, જેનો ઉપયોગ પૈસાની બચત માટે કરવામાં આવે છે. આ નિયમની મદદથી તમારા વેતનમાંથી મુખ્ય ત્રણ પરિબળો- જરૂરિયાત, ઈચ્છા અને બચત માટે પૈસા કેવી રીતે ફાળવવા તે અંગે જાણવા મળે છે.
ભારતીય મહિલાઓ સારી ગૃહિણી, નોકરિયાત કર્મચારી અને રોકાણકાર તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટાર્ટઅપ્સ તથા મુખ્ય કંપનીઓમાં પણ આગળ વધી રહી છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે મહિલાઓને અઢળક બચત કરાવી શકે તેવા 50:30:20ના ગોલ્ડન રૂલ અંગે અહીં જણાવાયું છે.
50:30:20 નો નિયમ સૌથી સરળ નિયમ છે, જેનો ઉપયોગ પૈસાની બચત માટે કરવામાં આવે છે. આ નિયમની મદદથી તમારા વેતનમાંથી મુખ્ય ત્રણ પરિબળો- જરૂરિયાત, ઈચ્છા અને બચત માટે પૈસા કેવી રીતે ફાળવવા તે અંગે જાણવા મળે છે.
LXMEના સંસ્થાપક પ્રીતિ રાઠી ગુપ્તાએ આપેલ જાણકારી અનુસાર નોકરિયાત મહિલાઓ 50:30:20ના નિયમનું પાલન કરી શકે છે, જેની મદદથી સારું બજેટ બનાવી શકાય છે. તમે તમારી આવકની રકમનો 50 ટકા ભાગ જરૂરિયાત માટે, 30 ટકા ભાગ ઈચ્છાઓ માટે અને 20 ટકા ભાગ બચત માટે કાઢી શકાય છે. તમે તમારી જરૂરિયાત અનુસાર તમારા વેતનના એ પ્રકારે ભાગ પાડી શકો છો.
ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કોઈ મહિલા મહિને 25,000 રૂપિયાની કમાણી કરે છે. આ કમાણીને 50:30:20ના નિયમ અનુસાર ફાળવવામાં આવે તો, તેમાંથી 50 ટકા ભાગ (12,500 રૂપિયા) જરૂરિયાત માટે ફાળવવામાં આવે, જેમાં વીજળી બિલ, શિક્ષણનો ખર્ચ, મોબાઈલ બીલ અને કરિયાણાનો સામાન હોઈ શકે છે. વેતનનો 30 ટકા ભાગ (7,500 રૂપિયા) ઈચ્છા માટે ફાળવવામાં આવે, જેમાં શોપિંગ, મૂવી તથા બહારના ખર્ચા હોઈ શકે છે. બાકી રહેલ 20 ટકા રકમ (5,000 રૂપિયા)ની બચત કરવામાં આવે.
બજારમાં મ્યુચ્યુઅલ ફંડ SIP, ઈક્વિટી શેર, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન સ્કીમ અને બોન્ડ જેવા રોકાણ વિકલ્પ ઉપલબ્ધ છે, જેમાં તમે તમારી બચત મૂકી શકો છો. ઉપરાંત આ બચત કરેલ રકમનો ઈમરજન્સી જરૂરિયાત માટે પણ ઉપયોગ કરી શકો છો.
50:30:20ના નિયમ અનુસાર બચત કરવાની ટીપ્સ
• તમારા લક્ષ્યને અલગ અલગ સ્તરે વિભાજિત કરી દો. જેમ કે, ખૂબ જ ટૂંકા ગાળાનું લક્ષ્ય (1 વર્ષથી ઓછો સમય), ટૂંકા ગાળાનું લક્ષ્ય (1થી 3 વર્ષ), લાંબા ગાળાનું લક્ષ્ય (3 વર્ષથી વધુ સમય) ના આધારે વિભાજિત કરો. આ પ્રકારે તમે રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. • નાની રકમથી રોકાણ કરવાની શરૂઆત કરો, પરંતુ રોકાણ કરો. આ પ્રકારે કરવાથી તમને લાંબા ગાળે લાભ થઈ શકે છે. • સેવાનિવૃત્તિ માટે રોકાણ કરો. • ઈમરજન્સી ફંડ બનાવો. જેનો તમે 6થી 8 મહિનાના ખર્ચ દરમિયાન ઉપયોગ કરી શકો છો. આ પ્રકારે કરવાથી સંકટના સમયે તમને નાણાંકીય સંકટનો સામનો કરી શકો છો. • બધી જ રકમનું એક જગ્યાએ રોકાણ ના કરશો. અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ રકમનું રોકાણ કરો. • અંતિમ સમયે ખોટો નિર્ણય ના લેવાઈ જાય તે માટે વર્ષની શરૂઆતથી જ તમારા કર અંગેનો પ્લાન બનાવો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર