Home /News /business /

રૂ. 2 કરોડ જીતવાની છેલ્લી તક, 31 જુલાઈ છે છેલ્લી તારીખ: અહીં જાણો શું કરવું પડશે

રૂ. 2 કરોડ જીતવાની છેલ્લી તક, 31 જુલાઈ છે છેલ્લી તારીખ: અહીં જાણો શું કરવું પડશે

પ્રતિકાત્મક તસવીર

ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. આ માટે તેઓ અલગ-અલગ પ્રયોગ કરે છે. જો તમે પણ ઓછા દિવસોમાં કરોડપતિ બનવા માંગતા હોવ તો, તમારી પાસે પણ જોરદાર તક છે

ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવા ઈચ્છતા હોય છે. આ માટે તેઓ અલગ-અલગ પ્રયોગ કરે છે. જો તમે પણ ઓછા દિવસોમાં કરોડપતિ બનવા માંગતા હોવ તો, તમારી પાસે પણ જોરદાર તક છે. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણના ભાવ વચ્ચે ઇન્ડિયન ઓઇલ (Indian Oil) દ્વારા પોતાના ગ્રાહકોને રૂપિયા બે કરોડનું ઇનામ જીતવા (How to become a Crorepati in India)ની તક આપવામાં આવી છે. આ બાબતે કંપની દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. કંપની દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફર ચલાવવામાં આવી રહી છે. જેનું નામ ડીઝલ ભરો ઇનામ જીતો (Diesel Bharo, Inaam jeeto) છે. આ ઓફરમાં ઇનામ (Earn Money) જીતીને તમે કરોડપતિ બની શકો છો. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે.

શું છે આ ઓફર?

ડીઝલ ભરો ઇનામ જીતો ઓફરમાં ભાગ લેવા તમારે ઇન્ડિયન ઓઇલના કોઈપણ રિટાઇલ આઉટલેટમાંથી ઓછામાં ઓછું 25 લીટર અથવા તેનાથી વધુ ડીઝલ ખરીદવું પડશે. શરત એ છે કે, આ ડીઝલ તમારે એક જ બિલમાં ખરીદવાનું રહેશે. એટલે કે એક જ વારમાં 25 લિટર ડીઝલ ખરીદવું પડશે. તે માટે અલગ-અલગ બિલ ન હોવા જોઈએ.

31 જુલાઈ સુધી લઈ શકો છો ઓફરનો લાભ

ઇન્ડિયન ઓઇલની ડીઝલ ભરો ઇનામ જીતો ઓફરનો લાભ 31 જુલાઈ 2021 એટલે કે આવતી કાલ રાત્રે 12 વાગ્યા સુધી લઈ શકો છો. જો ગ્રાહક કોઈ પણ સ્થિતિમાં બિલ નંબર SMS કરવામાં સક્ષમ નહીં રહે તો ઇન્ડિયન ઓઇલ જવાબદાર રહેશે નહીં. તેમજ બિલ ખોવાઈ જાય કે ઈ રિસીટ ડીલીટ થઈ જાય તો ઇનામના ક્લેમને રદ કરી શકાય છે. જેથી ઓરીજીનલ પ્રિન્ટેડ બિલને સાચવીને રાખવું જરૂરી છે.

આ પણ વાંચો - આ દેશમાં લેવાયો મહત્વનો નિર્ણય, નોકરી મળ્યા બાદ 6 મહિના સુધી સરકાર આપશે પગાર

કઇ રીતે જીતી શકાય છે 2 કરોડ?

25 લિટર અથવા તેનાથી વધુ ડીઝલની ખરીદી પર તમને સિંગલ પ્રિન્ટ બિલ મળશે. તેના પર એક નંબર અને ડીલર કોડ (Dealer Code) રહેશે. આ કોડને 7799033333 નંબર પર SMS કરી મોકલવાનો રહેશે.

કોને મળશે લાભ?

આ ઓફરનો લાભ રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર રહેલા ઇન્ડિયન ઓઇલના સિલેકટેડ પેટ્રોલ પંપ પરથી એક જ પ્રિન્ટેડ બિલ/ ઈ-રસીદમાં 2500 લીટર ડીઝલ (XTRAMILE સહિતનું) અથવા તેનાથી 25 લીટર ઓછું ડીઝલ ખરીદનારને મળશે.

આ પણ વાંચો - August 2021: જાણો - ઓગસ્ટ મહિનામાં કયા ઉપવાસ-તહેવારો આવી રહ્યા, રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધી બધું

આવી રીતે કરો SMS

SMS મોકલવા માટે સૌથી પહેલા તમારે ડીલર કોડ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ સ્પેસ અને બિલ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ ફરી સ્પેસ મૂકી ક્વોન્ટીટી ટાઈપ કરી મેસેજને 7799033333 નંબર પર મોકલી દો. આ રહી પ્રોસેસ- SMS DEALER CODE BILL NUMBER QUANTITY to 77990 33333. આ SMSની સુવિધા BSNL, MTNL, VI, એરટેલ, એરસેલ અને જિયો સહિતની કંપનીના બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, તમે એક જ આઉટલેટ કે અલગ અલગ આઉટલેટ પરથી બે વખત 25 લીટર કે તેનાથી વધુ ઇંધણ ખરીદીને SMS કરી આ સ્કીમમાં ભાગ લઈ શકો છો. આ બે વખતની ગણતરી એક જ મોબાઈલ નંબર માટે છે.
First published:

Tags: Business news, Earn money, Indian oil

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन