Home /News /business /હોમલોન લેતા પહેલા ધ્યાન રાખજો આ બાબતો, બચાવશે તમારું બજેટ

હોમલોન લેતા પહેલા ધ્યાન રાખજો આ બાબતો, બચાવશે તમારું બજેટ

હોમલોન લેતા પહેલા ધ્યાન રાખજો આ બાબતો, બચાવશે તમારું બજેટ. (Photo: Representational )

Tips for Home loan: ઘર તે જીવનમાં એક જ વાર કરવામાં આવતી ખરીદી છે માટે જ આ માટે લેવામાં આવતી હોમ લોન કઈ બેંકમાંથી લેવી અને ક્યા પ્રકારની લેવી તે ખૂબ જ મહત્વનું બની જાય છે. માટે જ હોમ લોનનું ફાઈનલ કરતાં પહેલા એક લોન લેનાર તરીકે તમારે પૂરતી સાવધાની સાથે સંપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ જે પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

વધુ જુઓ ...
ઘરનું ઘર હોવું તે પણ આજે દરેક માણસની પ્રાથમિક જરૂરિયાતો પૈકી સૌથી જરૂરી બાબત છે. જોકે દરેક વ્યક્તિ માટે વધતી જતી મોંઘવારીમાં ઘર ખરીદવું (Buying Home) સહેલું નથી. પરંતુ આજે સરળ હોમ લોન (Home Loan) દ્વારા તે પણ શક્ય બન્યું છે. પરંતુ હોમ લોન પ્રોડક્ટ પસંદ કરવામાં થોડી ભૂલ (Mistakes while choosing Home loan) પણ બિનજરૂરી બોજ નાંખી શકે છે અને તમારા ખર્ચમાં વધારો કરી શકે છે. જા કે, એક યોગ્ય પ્લાનિંગ તમારા નાણાંકીય ધ્યેયો (Financial Goals)માં અવરોધ ઊભો ન થાય તેની ખાતરી કરવામાં મદદરૂપ થઈ શકે છે. અહીં અમે હોમ લોન માટે અરજી કરતા પહેલા ધ્યાનમાં રાખવા માટે કેટલીક આવશ્યક બાબતો (Tips for balancing Home Loan) જણાવવા જઇ રહ્યા છીએ.

આ રીતે 'ગોલ સેટ' કરીને રોકાણ કરશો તો લક્ઝરી બંગલો અને કાર ખરીદવા સહેલા થઈ જશે

પરવડે તેવા પરિબળને ધ્યાનમાં રાખો

હોમલોન માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં તમને પરવડે તે ક્ષમતાને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. હોમ લોન એ લાંબા ગાળાની ચુકવણી છે અને ઇએમઆઈ ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે વ્યાજના ચાર્જમાં વધારો થઈ શકે છે. તેમજ તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે. તેથી તમારી હાલની આવક અને ભવિષ્યના આયોજનોને ધ્યાનમાં રાખીને હોમલોન લેવી સમજદારી ભર્યુ છે.

વિવિધ બેંકના વ્યાજદર જાણો

હોમલોનનો વ્યાજ દર અને કયો ધિરાણકર્તા પસંદ કરવો તે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સિવાય તમારે બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ પ્રકારના વ્યાજ દરો વિશે જાણવું અને તેની સરખામણી કરવી જોઇએ. તેના માટે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ પસંદ કરી શકો છો.

3 વર્ષમાં આ મ્યુચ્યુઅલ ફંડ પ્લાનમાં મળ્યું 45 ટકા રીટર્ન, રૂ. 1 લાખમાંથી થયા 9 લાખ રૂપિયા

લોનની અવધિ

તમારા બજેટ અને જરૂરિયાતોના આધારે હોમ લોનની મુદત પસંદ કરવા માટેના બે ઓપ્શન છે. જો તમે ટૂંકાગાળાની લોનનો વિકલ્પ પસંદ કરો છો, તો તમારે વધારે ઇએમઆઇ ચૂકવવાની જરૂર છે. આમ કરવાથી વ્યાજદર તો ઘટે છે, પરંતુ તે તમારું નાણાંકીય બજેટ અસ્થિર કરી શકે છે.

બીજી તરફ, જો તમે લાંબાગાળાની હોમલોનની મુદત પસંદ કરો છો, તો તમે લોનનો સમયગાળો પૂર્ણ થતા વધારે વ્યાજના પૈસા ચૂકવશો, પછી ભલે તમે ઓછા માસિક ઇએમઆઈ ચૂકવશો.

ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

તમારો ક્રેડિટ સ્કોર

લોન આપનાર 750 કે તેથી વધુના ક્રેડિટ સ્કોરને અનુકૂળ માને છે. આવા સ્કોર્સવાળા ગ્રાહકોમાં લોનની મંજૂરીની સંભાવના વધારે હોય છે. પરંતુ, જો તમારો ક્રેડિટ સ્કોર સરેરાશથી ઓછો છે, તો તેઓ તમારી પાસે હોમ લોન પર વધુ વ્યાજ દર વસૂલશે. તેથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર ચેક કરો.

આંશિક પ્રી પેમેન્ટ

જો તમે તમારી લોન પર આંશિક ચૂકવણી કરો છો, તો એવી બેંકો પસંદ કરો કે જે તમારી પાસેથી ફી ન વસૂલે. જો તમારી પાસે કોઈ વધારાની આવક હોય, તો તેનો ઉપયોગ તમારી લોન પર આંશિક ચૂકવણી કરવા માટે કરો. આ પ્રકારની આંશિક ચુકવણી તમારી લોનની રકમ અને લોન પરના તમારા વ્યાજના ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે. તે મુદત પહેલા લોન બંધ કરવામાં પણ મદદ કરશે.

(આ લેખ અમારા સહયોગી CNBC TV18 માટે Easiloanના ફાઉન્ડર અને સીઈઓ પ્રમોદ કથુરિયાએ લખ્યો છે.)
First published:

Tags: Cheapest home loan banks, Financial planning, Home loan EMI

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन