Home /News /business /

SBI ક્રેડિટ કાર્ડથી OTP વગર નીકળ્યા પૈસા! બેન્કિંગ ફ્રોડથી આ રીતે બચો

SBI ક્રેડિટ કાર્ડથી OTP વગર નીકળ્યા પૈસા! બેન્કિંગ ફ્રોડથી આ રીતે બચો

બેંકમાં ફરિયાદ નોંધાવતી વખતે તમારી પાસે તેના આધારિત ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથે જ જો તમે જોઇન્ટ ફ્રોડનો શિકાર થયા હોવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી જોઇએ.

કેટલીક સાવધાનીથી તમે ગેરરીતિનો શિકાર બનતા બચી શકો છો. ક્રેડિટકાર્ડનો જો સમજદારી પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેના ઘણા ફાયદા છે.

  નવી દિલ્હીઃ જરા વિચારો, જો આપનું ક્રેડિટ કાર્ડ આપના ખિસ્સામાં હોય અને વગર વાપર્યે હજારો રૂપિયાનું બિલ ઘરે આવે તો તમને કેટલો મોટો આંચકો લાગે? આજકાલ ફ્રૉડના આવા ઘણાબધા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજકોટના વિનોદ ગીરી ગોસાઈના એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી થયું ઑનલાઈન ફ્રૉડ ટ્રાન્ઝેક્શન. ઓટીપી(વન ટાઈમ પાસવર્ડ) નંબર વગર જ નીકાળ્યા એકાઉન્ટમાંથી પૈસા. ત્યારબાદ તરત જ તેમણે એસબીઆઈ ક્રેડિટ કાર્ડની ઑફિસમાં ફરિયાદ કરી પરંતુ તેમની ફરિયાદ કોઈએ સાંભળી નહીં. આ પછી, તેમણે બિઝનેસ ચેનલ સીએનબીસી-વૉઇસના ગ્રાહક શો પાસે સહાય માંગી. જેમની મદદથી તેમના પુરા પૈસા પાછા મળ્યા.

  આ રીતે થયું કૌભાંડ

  થોડા સમય પહેલા વિનોદ ગીરી ગોસાઈના ક્રેડિટ કાર્ડથી બે નકલી ટ્રાન્ઝેક્શન થયા હતા. પહેલા 1387 રૂપિયા કાઢવામાં આવ્યા, ત્યારબાદ 30,724 રૂપિયા કાઢવામાં આવ્યા હતા. પહેલું ટ્રાન્ઝેકશન રાતે 8.18 વાગ્યે અને બીજું 8.20 વાગ્યે થયું હતું. 24 એપ્રિલ 2018ના રોજ એસબીઆઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી પરંતુ ફરિયાદ પર કોઈ એક્શન લેવામાં ન આવી.

  એસબીઆઈ ક્રેડિટ કાર્ડની ઑફિસમાં ઘણી વાર ફરિયાદ નોંધાવવામાં આવી. બેંક તરફથી મેસેજમાં 1387 રૂપિયા ખાતામાં આવવાની વાત હતી પરંતુ બાકીની રાશિ વિશે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. બેંકના દરેક પ્લેટફોર્મ પર અને ચોકીદારને પણ ઈ-મેલ કર્યો. અંતે ચોકીદારની મદદથી 14 ઑગસ્ટ 2018ના રોજ તેમના ઍકાઉન્ટમાં 30724 રૂપિયા પાછા આવ્યા.

  જાણી લો ફ્રૉડથી બચવાના ખાસ ઉપાય

  • કોઈને પણ તમારા ક્રેડિટ કાર્ડની બંને તરફની ફોટો કોપી ન આપો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે જરૂરી કાર્ડ વેરીફિકેશન વેલ્યુ(સીવીવી) કાર્ડની પાછળ જ છપાયેલો હોય છે. તેથી, ક્રેડિટ કાર્ડ નંબર ધરાવનાર કોઈપણ તેનો દુરુપયોગ કરી શકે છે.

  • એવી ઈ-મેલ લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં કે જેના પર તમારા એકાઉન્ટની વિગતો માંગવામાં આવી હોય. આ ઠગીઓના ફિશીંગ મેઈલ્સ હોઈ શકે છે. જ્યારે મોટાભાગની જાણીતી કંપનીઓ સીધી તેમની વેબસાઇટ પર જવાનું કહે છે.

  • ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરતી વખતે, વેબસાઇટ સુરક્ષિત છે કે નહિં તે તપાસો. જો તમને કોઈ શંકા હોય તો નિષ્ણાત પાસેથી મદદ મેળવો અથવા ઇન્ટરનેટ પર વેબસાઇટ વિશે સર્ચ કરો. ફોન પર કોઈ પણ વ્યક્તિને તમારા એકાઉન્ટની વિગતો આપશો નહીં, ખાસ કરીને ટેલિમાર્કેટિંગ કંપનીઓને.
   જો તમે સમય પર તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનું સ્ટેટમેન્ટ મેળવી શકતા નથી, તો આ જાણકારી બેંકને આપો. ઉપરાંત, જો કાર્ડ ગુમ થઈ જાય, તો વિલંબ વગર આ બાબતે નિર્ણય લો.

  • જૂના બેંક સ્ટેટમેન્ટ્સ, ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન્સ અને બિલ્સને નાના ટુકડાઓમાં ફાડીને ફેંકી દો. નહિતર, કોઈના હાથમાં આવતા તમારી અંગત માહિતીનો દુરૂપયોગ થઈ શકે છે.

  • જો તમે આ બધી સાવચેતી પછી હજી પણ છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો પછી તરત જ બેંકને માહિતી આપો અને આગળની ક્રિયા માટે પૂછો.

  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Banking, Debit card, Fraud, Internet banking, State bank of india, એસબીઆઇ, ક્રેડિટ કાર્ડ

  આગામી સમાચાર