Home /News /business /Used Car Loan: સેકન્ડ હેન્ડ કારની લોન માટે આ રીતે કરો અપ્લાય
Used Car Loan: સેકન્ડ હેન્ડ કારની લોન માટે આ રીતે કરો અપ્લાય
સેકન્ડ હેન્ડ કાર પર લોન
Used Car Loan: પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા લોકોની સંખ્યા વધી છે અને તેને જ કારણે સેકન્ડ હેન્ડ અથવા યુઝ્ડ કારનું બજાર (Used car market) પણ વિસ્તર્યું છે.
મુંબઈ: બદલાતા સમયની સાથે એક તરફ મોંધવારીમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price)માં પણ સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે લોકોની આવક અને જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. કોરોના કાળમાં હવે લોકો જાહેર પરિવહન (Public transportation)નો ઉપયોગ કરવાને બદલે પોતાના વાહનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. કેટલાક લોકો જે આર્થિક રીતે સધ્ધર હોય તે સરળતાથી કાર ખરીદી શકે છે. પણ આર્થિક રીતે ઓછા સધ્ધર લોકો આવું કરી શકતા નથી. તેથી આવા લોકો સેકન્ડ હેન્ડ અથવા યુઝ્ડ કાર (Used car) ખરીદવાનું પસંદ કરતા હોય છે. પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા લોકોની સંખ્યા વધી છે અને તેને જ કારણે સેકન્ડ હેન્ડ અથવા યુઝ્ડ કારનું બજાર (Used car market) પણ વિસ્તર્યું છે.
જો તમે પણ યુઝ્ડ કાર ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે બેન્ક અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ (NBFC) કંપનીઓ પણ સેકન્ડ હેન્ડ અથવા યુઝ્ડ કાર પર લોનની સુવિધા આપે છે. મોટાભાગના લોકોને આ વાતની જાણ નથી તેથી તે કાર ખરીદતી વખતે ફાઈનાન્સ માટે વલખાં મારે છે. જો તમે પણ યુઝ્ડ કાર ખરીદવાનો વિચાર કરો છો તો અમારો આ આર્ટિકલ તમને ચોક્કસથી મદદરૂપ બનશે.
યુઝ્ડ કાર લોન
આપણા દેશની અગ્રણી બેન્કો અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) સેકન્ડ હેન્ડ અથવા યુઝ્ડ કાર પર લોનની સુવિધા પૂરી પાડે છે. યુઝ્ડ કાર પર લોન મેળવવામાં માટે તમે પસંદ કરેલુ કારનું મોડલ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે જ્યારે પણ કોઈ બેન્ક અથવા એનબીએફસી (NBFC) દ્વારા યુઝ્ડ કાર પર લોન આપવામાં આવે છે તો બે બોબતો ધ્યાનમાં લેવામાં આવે છે.
પહેલી કાર કેટલી જૂની છે તે અને બીજી કારના તે મોડલનું હાલમાં પણ પ્રોડક્શન થાય છે કે કેમ. જણાવી દઈએ કે કાર ખરીદ્યાનો સમય અને કારની લોનનો સમયગાળો 8-10 વર્ષથી વધુનો ન હોવો જોઈએ. કારનું મોડલ જેટલું જૂનું હશે, તેના પર લોન મેળવવામાં તેટલી જ મુશ્કેલી પડશે. સરળતાથી લોન મેળવવા માટે એવી કારની પસંદગી કરો જેનું મોડલ નવું હોય અને તે 3-4 વર્ષથી વધુ જૂનું ન હોય.
>> યુઝ્ડ કાર માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકાય છે. બેન્ક અથવા NBFCની વેબસાઈટ પરથી સરળતાથી એનલાઈન અરજી કરી શકાય છે. જ્યારે ઓફલાઈન અરજી કરવા માટે તમારે શાખાની મુલાકાત કરવાની રહેશે.
>> લોન મેળવવા માટે એપ્લિકેશન ફોર્મમાં તમામ વિગતો ભરી અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે.
>> ફોર્મની વિગતો અને તમારા અટેચ કરેલા ડોક્યુમેન્ટ બેન્ક દ્વારા વેરિફાય કરવામાં આવશે.
>> જો તમારા દ્વારા આપવામાં આવેલ તમામ વિગતો અને ડોક્યુમેન્ટ યોગ્ય હશે તે તમારી લોન એપ્લિકેશનની પ્રોસેસ આગળ વધારવામાં આવશે અને તમારી લોન અપ્રુવ કરવામાં આવશે.
>> લોન અપ્રુવ થયા બાદ થોડાં જ સમયમાં લોનની રકમ તમારા ખાતામાં ડિસબર્સ કરવામાં આવશે.
>> અરજી કરતા પહેલા તમારી લોન અંગે સંપૂર્ણ માહિતી મેળવી લો. કેટલીક બેન્કો અને NBFC સેકન્ડ હેન્ડ કાર પર 80 ટકા સુધી લોન આપે છે, જ્યારે કેટલીક જગ્યાઓએ 100 ટકા સુધીની લોન આપવામાં આવે છે. તમે પસંદ કરેલ બેન્ક અથવા NBFCના આ અંગેના નિયમો જાણી લેવા સાથે જ લોનનો સમય ગાળો અને વ્યાજદર અંગે પણ જાણકારી મેળવી લેવી.
>> જો ભવિષ્યમાં લોન પ્રીપે કરવામાં આવે તો તે અંગેના ચાર્જ વગેરેની માહિતી પણ મેળવી લેવી.
· યોગ્ય સમયગાળા માટે અને ઓછા વ્યાજદરે લોન આપતી બેન્કો અને NBFC વિશે રિસર્ચ કરી લેવું. વિવિધ બેન્કો અને NBFC દ્વારા આકર્ષક વ્યાજદરોએ લોન આપવામાં આવે છે.
· ઓનલાઈન અરજીની પ્રક્રિયા કરો જેથી સમયની બચત કરી શકાય.
· ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી માસિક હપ્તાની રકમ અંગેની જાણકારી અગાઉથી મેળવી લો.
· જરૂરી તમામ ડોક્યુમેન્ટ હાથવગા રાખો. ડોક્યુમેન્ટ સબમીશનમાં થયેલ મોડું લોન પ્રોસેસ લંબાવી શકે છે.
· અગ્રણી બેન્ક અથવા NBFC પાસેથી લોન લેવી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર