પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન મળી છે કે નહીં, આ રીતે કરો ચેક

News18 Gujarati
Updated: June 18, 2019, 11:21 AM IST
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન મળી છે કે નહીં, આ રીતે કરો ચેક
અરજી કર્યા બાદ આ રીતે તપાસો તમારુ નામ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ આપવામાં આવેલી છૂટ 2020 સુધી વધારી દેવામાં આવી છે. એ સ્પષ્ટ છે કે નબળી આવક (EWS અથવા EWS) અને ઓછી આવક ગ્રૃપ (LIG અથવા LIG) ને મળનારી ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના (વ્યાજ સબસિડી) નો ફાયદો આગામી માર્ચ 2020 સુધી ઉઠાવી શકાય છે.

  • Share this:
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ આપવામાં આવેલી છૂટ 2020 સુધી વધારી દેવામાં આવી છે. એ સ્પષ્ટ છે કે નબળી આવક (EWS અથવા EWS) અને ઓછી આવક ગ્રૃપ (LIG અથવા LIG) ને મળનારી ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના (વ્યાજ સબસિડી) નો ફાયદો આગામી માર્ચ 2020 સુધી ઉઠાવી શકાય છે.
આ યોજના હેઠળ (PMAY) હેઠળ તમારુ પહેલું ઘર બનાવવું અથવા ખરીદનારને હોમ લોન પર વ્યાજ સબસિડીનો ફાયદો આપવામાં આવે છે. હોમ લોનના વ્યાજ દર 2.60 લાખ રુપિયાનો ફાયદો ઓછી આવક ધરાવતા લોકો ઉઠાવી લઈ શકે છે.

ચાલો જાણીએ તેને સંબંધિત કામ વિશે.

(1) જે લોકોની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી છે તે EWS કેટેગરીમાં આવે છે. વાર્ષિક ધોરણે છ લાખ રૂપિયા કમાતા લોકો LIG માં આવે છે.
(2) આ બે કેટેગરીમાં PMAY હેઠળ 6 લાખ રૂપિયા સુધીની લોન પર 6.5 ટકા વ્યાજ સબસિડીનો લાભ લેવામાં આવી શકે છે.
(3) સરકારે મહત્વાકાંક્ષી યોજના હેઠળ CLSS શરૂ કર્યું. બાદમાં 12 લાખ રૂપિયા વર્ષની અને 12 થી 18 લાખ રૂપિયાની કમાણી કરનારા લોકોને પણ લોન આપવામાં આવી.
Loading...

આ પણ વાંચો: Budget 2019: મોદી સરકાર ખેડૂતો માટે લાવશે કેશબેક સ્કીમ(4) ક્રેડિટ લિંક્ડ સબસીડીની યોજના (CLSS) માં મધ્યમ વર્ગના એવા લોકો જેની આવક વર્ષની 6 લાખથી 12 લાખ રુપિયાની વચ્ચે છે. તેને હોમ લોન પર 20 વર્ષની મર્યાદા પર 4 ટકાના વ્યાજ પર સબસિડી મળશે.
(5) હોમ લોન પર વ્યાજના દર 9% છે, તેથી તમને PMAY હેઠળ ફક્ત 5% ચૂકવવા પડશે. જેની 12 લાખથી 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક છે તેઓને 4 ટકા વ્યાજ સબસિડી મળશે.
(6) બેન્કો, હાઉસિંગ ફાઇનાન્સ કંપની, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, નાની નાણા બેન્કો અને અનેક સંસ્થાઓ આ યોજનાનો લાભ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી શકે છે.

અરજી કર્યા બાદ આ રીતે તપાસો તમારુ નામ

જો તમે ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (પીએમએ-જી) માં હોમ લોન માટે અરજી કરી દીધી હોય તો જાણો કે આ લાભાર્થીઓની યાદીમાં તમારું નામ તપાસવાની પ્રક્રિયા શું છે?
(1) PMAY-G હેઠળ અરજી કર્યા પછી કેન્દ્ર સરકાર લાભાર્થીઓને પસંદ કરે છે. યોજનાના લાભાર્થીઓની પસંદગી પછી અંતિમ યાદી વેબસાઇટ પર મૂકવામાં આવે છે.
(2) જો તમે PMAY-G હેઠળ હોમ લોન માટે અરજી કરી હોય અને તમારુ નામ યાદીમાં તપાસ કરવા માંગતા હો, તો આ પ્રક્રિયાને અપનાવી શકાય છે.(4) ત્યારબાદ ટેબમાં સર્ચ બેનિફિશિયરી ટેબ પર માઉસ રાખો. ત્યા નામની લાભાર્થીને શોધો. સર્ચ બાય નેમ દેખાશે તેના પર ક્લીક કરો. ત્યાર બાદ પેઇઝ ખુલશે.
(5) તમારી સામે જે પેઇઝ ખુલશે તેમા તમામ નામની યાદી આવશે, તમારા નામ પર ક્લીક કરીને પૂરી જાણકારી લઇ શકો છો.
(6) PMAY-G માં તમે 6 લાખ રુપિયાની લોન છ ટકાના વ્યાજ દર પર લઇ શકો છો.

(7) જો તમે સબસિડી રકમના કેલ્ક્યુલેટર પેઇઝ પર જવા માંગો છો, તો તમે સીધા જ આ લિંક પર ક્લિક કરી શકો છો: https://nhb.org.in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-scheme/ews-lig-new-loan-sanctioned-on-or-after-01-01-2017/

 
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...