Home /News /business /Education Loans: વધુ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માંગો છો? જાણો કેવી રીતે અરજી કરશો અને કઈ લોન લેવી જોઈએ

Education Loans: વધુ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માંગો છો? જાણો કેવી રીતે અરજી કરશો અને કઈ લોન લેવી જોઈએ

એજ્યુકેશન લોન લેતા પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો

Education Loans: વિદેશમાં જઇને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધવાના કારણે દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ (Student Scholarship)નો લાભ મળી શકતો નથી.

મુંબઈ: વિદ્યાર્થીઓ હંમેશા શ્રેષ્ઠ કરિયર (Student’s Best Future) માટે વિદેશમાં અભ્યાસ કરવા માટે ઉત્સુક રહે છે. પરંતુ એક સત્ય તેવું પણ છે કે વિદેશમાં અભ્યાસ કરવો ઘણા લોકો માટે મોંઘુ સાબિત (Expense in Foreign) થઇ શકે છે. આપને જણાવી દઈએ કે લાખો ભારતીય વિદ્યાર્થીઓ વિદેશોની વિવિધ યુનિવર્સિટીઓ, કૉલેજોમાં જઇને ભણે છે. વિદેશમાં જઇને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધવાના કારણે દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ (Student Scholarship)નો લાભ મળી શકતો નથી. તેથી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ નથી મેળવી શકતા તેઓ એજ્યુકેશનલ લોન (Education Loans for Students) લેવાનું પસંદ કરે છે. પરંતુ તેમાં પણ ઘણા લોકો લોન માટે એપ્લાય કરવા (How to Apply)ની પ્રક્રિયા અંગે ઘણી અસંમજસમાં હોય છે. તો આજે અમે તમને જણાવશું કે તેમને કઇ રીતે એજ્યુકેશન લોન માટે અરજી (How to Apply for Education Loan) કરી શકો છો.

આજે બેંકો સિવાય ઘણી ફાઇનાન્સિયલ ફર્મ્સ (Banks & financial Firms) પણ એજ્યુકેશન લોન આપે છે. પરંતુ મોટાભાગે લોકો બેંકનો જ વિકલ્પ પસંદ કરે છે. તો આવો જાણીએ તમે કઇ રીતે એજ્યુકેશન લોન (Apply for Education Loan) મેળવી શકો છો.

ઓનલાઇન અરજી

આજે ટેક્નોલોજી એટલી આગળ વધી ચૂકી છે કે વ્યક્તિ દરેક કામ આંગળીના ટેરવે પોતાના ફોન દ્વારા કરી શકે છે. આ ઓનલાઇન માધ્યમ દ્વારા બેંકો પણ તમારા ઘર સુધી પહોંચી ગઇ છે. ત્યારે એજ્યુકેશન લોન માટે ઓનલાઇન અરજી કરવી સૌથી સરળ રસ્તો છે. કારણ કે તેમાં બેંકના ધક્કા ખાવાની અને સમય બગાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.

તમે ઓનલાઇન પણ બે રીતે અરજી કરી શકો છો. જેમાં પહેલી રીત છે કે તમે સીધું જ લોન માટે એપ્લિકેશન ફોર્મ ભરી અને જરૂરી કાગળો અટેચ કરીને સબમિટ કરી શકો છો. આજે લગભગ દરેક પ્રાઇવેટથી લઇને સરકારી સુધી તમામ બેંકો પાસે પોતાની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે લોન સહિત દરેક બેંકિગ સેવા ઘરે બેઠા મેળવી શકો છો.

જ્યારે બીજી રીતમાં તમે તમામ વિગતો આપીને અરજી કરો છો અને લોન આપનાર બેંક/ફર્મ તમારો સંપર્ક કરશે અને લોનની તમામ વિગતો અને શરતો વિશે તમારી સાથે ચર્ચા કરશે. તમે બેંક/ફાઇનાન્સિલ ફર્મના ઇમેઇલ એડ્રેસ કે અન્ય માધ્યમ દ્વારા તમારી વિગતો મોકલી શકો છો.

ઑફલાઇન અરજી

બ્રાન્ચની મુલાકાત લઇને- તમે જે બેંક કે ફાઇનાન્સ ફર્મ પાસેથી લોન લેવા માંગો છો, તેની મુલાકાત લઇને અને એજ્યુકેશન લોનની શરતો અને વિગતો મેળવી શકો છો. ત્યાર બાદ લોન માટે અરજી ફોર્મ ભરી જરૂરી કાગળો જમા કરીને લોન મેળવી શકો છો.

લોનદાતાને ફોન કરીને- તમે જે-તે લોનદાતાને કોલ કરીને લોનની વિગતો વિશે ચર્ચા કરી શકો અને લોન માટે અરજી કરવા ઇચ્છુક છો કે કેમ તે જણાવી શકો છો.

વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ

બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ હવે તેમના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે ડિજિટલ પદ્ધતિઓ અપનાવી રહી છે. જેમાં તમારી શંકાઓ અને સવાલોને દૂર કરવા અને લોન અરજી પ્રક્રિયામાં સહાય કરવા માટે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી રહી છે.

ઉદાહરણ તરીકે, તમે એક્સિસ બેંકની મોબઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો. હવે તમે એજ્યુકેશન લોન વિશે જાણકારી લેવા ઇચ્છો છો તો, એક્સિસ બેંક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે ‘Chat With Axis Aha!’નો ઓપ્શન આપે છે. જેમાં તમે તમારા સવાલો ટાઇપ કરીને તેનો જવાબ મેળવી શકો છો.

એજ્યુકેશન લોનના પ્રકાર:

>> લોકેશનના આધારે

1) ડોમેસ્ટિક એજ્યુકેશન લોન

જે વિદ્યાર્થી ભારતમાં જ અભ્યાસ કરવા માંગે છે, તેઓ આ પ્રકારની લોન માટે અરજી કરી શકે છે. લોન ત્યારે જ મંજૂર થશે જ્યારે અરજદાર ભારતીય શૈક્ષણિક સંસ્થામાં એડમિશન મેળવે અને અન્ય તમામ લોન લેવા માટેના માપદંડોને પૂર્ણ કરે છે.

2) ઓવરસીઝ એજ્યુકેશન લોન

જે વિદ્યાર્થી પોતાની પસંદની દેશમાં એટલે ફોરેન જઇને અભ્યાસ કરવા માંગે છે તેઓ આ લોન માટે એપ્લાય કરી શકે છે. લોનમાં એરફેર, અકોમોડેશન અને ટ્યુશન ફી સામેલ હશે.

આ પણ વાંચો:  Education loan: શું એજ્યુકેશન લોનમાં કર લાભ મળે? જાણો એજ્યુકેશન લોન લેવાના ફાયદા

>> કોર્સના આધારે

1) અન્ડરગ્રેજ્યુએટ લોન

આ પ્રકારની એજ્યુકેશન લોન વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવા માટે આપવામાં આવે છે જેથી તેઓ તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરી શકે. અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી વિદ્યાર્થી ભવિષ્યમાં સારી નોકરી મેળવીને સારી કમાણી કરી શકે છે.

2) પોસ્ટ ગ્રેજ્યુએટ લોન

ઘણા અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન દ્વારા તેમનો અભ્યાસ ચાલુ રાખવા માંગે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન સામાન્ય રીતે ભારતમાં 2-વર્ષનો લાંબો અભ્યાસક્રમ છે. જેમાં વિદ્યાર્થી પોતાના ફીલ્ડને અનુરૂપ વધુ શિક્ષણ મેળવી શકે છે.

3) કરિયર ડેવલપમેન્ટ લોન

આ લોન એવા લોકો માટે છે જેઓ થોડા વર્ષો સુધી કોઇ કંપનીમાં કામ કરે છે અને વધુ સારી નોકરીની તક અને સારા કરિયર માટે કોઇ પ્રોફેશનલ કોર્સ કરવા માંગે છે. આવી વ્યક્તિઓ તેમની સ્કીલને પોલીશ કરવા અને તેમની કારકિર્દીને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવા માટે સારી બિઝનેસ અને ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે.

આ પણ વાંચો: SBIથી લઇને બેંક ઑફ બરોડા: આ બેંકો સૌથી નીચા દરે આપી રહી છે Education Loan

>> કોલેટરલના આધારે

1) પ્રોપર્ટી, ડિપોઝિટ્સ અને સિક્યોરિટીઝ સામે લોન

તમે સ્થાવર મિલકતો જેમ કે ખેતીની જમીન, રહેણાંકની જમીન, ફ્લેટ, મકાન અને અન્ય, ફિક્સ્ડ ડિપોઝિટ સર્ટિફિકેટ્સ, રિકરિંગ ડિપોઝિટ, ગોલ્ડ ડિપોઝિટ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને ઇક્વિટી શેરને ગીરવે મૂકીને વધુ શિક્ષણ મેળવવા માટે લોન લઇ શકો છો.

2) થર્ડ પાર્ટી ગેરન્ટી

બેંકના કર્મચારી અથવા હોમ બેંકનો ગેરંટી લેટર વિદ્યાર્થીને એજ્યુકેશન લોન મેળવવામાં મદદ કરી શકે છે.
First published:

Tags: Bank, Loan, Personal finance, શિક્ષણ