Home /News /business /Personal loan: આધાર કાર્ડ પર લોન લેવાની પદ્ધતિ, આવી રીતે કરો અરજી

Personal loan: આધાર કાર્ડ પર લોન લેવાની પદ્ધતિ, આવી રીતે કરો અરજી

આધાર કાર્ડ લોન એક અનસિક્યોર્ડ લોન છે, જે બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે.

આધાર કાર્ડ લોન એક અનસિક્યોર્ડ લોન છે, જે બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. તમારે બહુ ઓછા ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર છે.

દિલ્હી: આધાર કાર્ડ (Aadhar Card) મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેનો ઘણી રીતે ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ બેંકથી લઇને દરેક જગ્યાએ ઓળખપત્ર (ID Card) તરીકે કરી શકાય છે. જો કે બહુ ઓછા લોકોને એ વાતની પણ જાણકારી હશે કે આધાર કાર્ડ પર લોન (how to apply for Aadhar Loan) પણ લઇ શકાય છે.

શું છે આધાર કાર્ડ લોન?

આધાર કાર્ડ લોન એક અનસિક્યોર્ડ લોન છે, જે બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. તમારે બહુ ઓછા ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર છે. પાન કાર્ડ, સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ આપ્યા પછી લોનને મંજૂરી આપવામાં આવે છે. આધાર કાર્ડ પર લોન બેંકો દ્વારા પર્સનલ લોનના રૂપમાં આપવામાં આવે છે.

કઇ રીતે કરશો અરજી?

ઓનલાઇન પ્રક્રિયાથી પર્સનલ લોન માટે અરજી કરવી સરળ થઇ ગઇ છે. ઘણી ધિરાણ આપતી બેંકો અથવા સંસ્થાઓ કેટલાક સ્ટેપ્સ દ્વારા લોનને મંજૂરી આપે છે. આવા પ્લેટફોર્મની મદદથી તમે ભારતમાં ટોચની બેન્કો અને એનબીએફસી દ્વારા આપવામાં આવતી વિવિધ પર્સનલ લોનનું વિશ્લેષણ અને સરખામણી કરી શકો છો. આ સાથે જ ઘણી બેંકો તમને ઘણી સુવિધાઓ પણ આપે છે અને લોન પર ઓછું વ્યાજ પણ આપે છે.

આ પણ વાંચો: ગામડામાં રહીને આ બિઝનેસ કરો, થઈ શકે છે અઢળક કમાણી

- સૌથી પહેલા બેન્ક કે ફાઈનાન્શિયલ એગ્રીગેટરની વેબસાઈટ પર જઈને લોનની સરખામણી કરો અથવા ઓફર ચેક કરો.

- વેબસાઇટ પર પર્સનલ લોન માટે એપ્લાય વિકલ્પ પર જાઓ અને તમારી વ્યક્તિગત વિગતો અને લોનની જરૂરિયાતની જાણકારી દાખલ કરો.

- સંપૂર્ણ વિગતો ભર્યા પછી સબમિટ કરો. તમારી વિગતો ચકાસવા માટે પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે.

- આ સાથે જ તમારે તમારું સ્કેન કરેલું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ ઓનલાઇન જમા કરાવવાના રહેશે.

- દસ્તાવેજોની ચકાસણી પછી મંજૂર કરેલી રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

કેટલા રૂપિયા સુધી લોન મળશે?

બેંકની વેબસાઈટ કે ઓનલાઈન એગ્રીગેટરની સાઈટ પર લોન માટે અરજી કર્યા બાદ તમારે લોનની રકમ એન્ટર કરવાની રહેશે. કોલ દ્વારા વેરિફાઇ કર્યા બાદ તમારે આધાર કાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડશે. તપાસ બાદ અને સેલરી પ્રમાણે તમને કેટલી લોન આપી શકાય તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
First published:

Tags: Aadhar card, Business news, Loan, Personal loan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन