Home /News /business /આધાર કાર્ડનો ઉપયોગ કરીને પણ તમે PhonePe ઍક્ટિવ કરી શકો, સમજો A-Z સ્ટેપ

આધાર કાર્ડનો ઉપયોગ કરીને પણ તમે PhonePe ઍક્ટિવ કરી શકો, સમજો A-Z સ્ટેપ

આધાર કાર્ડનો ઉપયોગ કરીને PhonePe ઍક્ટિવ કરવાની પદ્ધતિ, આ સ્ટેપ અનુસરો

How to Activate Your PhonePe with Aadhaar Card: તમને એ નહીં ખબર હોય કે તમે પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને પણ તમે ફોનપે પર પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો.

ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePeમાં ઓટીપી ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને આધાર કાર્ડ સાથે યુપીઆઇ એક્ટિવેશન થઈ શકે છે. આધાર આધારિત યુપીઆઈ ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરી હોય તેવી આ પ્રથમ એપ છે. આનો અર્થ એ છે કે, યુઝર્સ ઓનબોર્ડિંગ પ્રક્રિયા માટે PhonePe એપ્લિકેશન પર આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકે છે અને ડેબિટ કાર્ડની વિગતો આપવાના બદલે, ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે તેઓએ તેમના આધારના છેલ્લા છ અંકો દાખલ કરવાની જરૂર રહેશે.

આ પણ વાંચોઃ Kaynes Technology IPO: દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ, ગ્રે માર્કેટ આપી રહ્યુ છે મોટા સંકેત

અગાઉ યુપીઆઈ ઓનબોર્ડિંગ માટે PhonePe એપ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે યુઝરનો યુપીઆઈ પિન સેટ કરવા માટે ડેબિટ કાર્ડ આપવું ફરજિયાત હતું. પરિણામે ડેબિટ કાર્ડની વિગતો ન આપવી હોય તેવા યુઝર્સ તેનો ઉપયોગ કરી શકતા નહોતા. જોકે, હવે આધાર આધારિત ઇ-કેવાયસી ફ્લોએ રજિસ્ટ્રેશનની ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે.

આ પણ વાંચોઃ તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ ગયા છે? આટલી સરળ રીતે પાછા મેળવી શકો; જાણો A to Z સ્ટેપ્સ

PhonePe યુઝર્સ ઓનબોર્ડિંગ પ્રક્રિયા માટે PhonePe એપ્લિકેશન પર આધાર કાર્ડ વિકલ્પ પસંદ કરી શકે છે અને તેમને ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે તેમના આધારના છેલ્લા છ અંકો દાખલ કરવાના રહે છે. બાદમાં યુઝર્સને યુઆઈડીએઆઈ અને તેમની સંબંધિત બેંક તરફથી ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓટીપી પ્રાપ્ત થશે.

આધાર કાર્ડનો ઉપયોગ કરીને ફોનપે PhonePe એકાઉન્ટને કેવી રીતે એક્ટિવેટ કરવું?

સ્ટેપ 1. એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ડિવાઇસ પર PhonePe એપ્લિકેશન ખોલો.

સ્ટેપ 2. PhonePe પ્રોફાઇલ પેજ પર જાઓ.

સ્ટેપ 3. પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટેબ હેઠળ એડ બેંક એકાઉન્ટ વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 4. બેંકની પસંદગી કરો પછી ઓટીપી ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને મોબાઇલ નંબરની ચકાસણી કરો.

આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

સ્ટેપ 5. PhonePe બેંક ખાતાની વિગતો મેળવશે અને તેમને યુપીઆઈ સાથે જોડશે.

સ્ટેપ 6. ત્યારબાદ યુપીઆઈ પિન સેટ અપ કરવા આગળ વધો. ડેબિટ કાર્ડ અને આધારકાર્ડની વિગતોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ દેખાશે.

સ્ટેપ 7. આધાર નંબરના છેલ્લા છ અંકો ભરો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે.



સ્ટેપ 8. હવે પ્રાપ્ત થયેલા ઓટીપી દાખલ કરો અને યુપીઆઈ પિન સેટ કરો.

સ્ટેપ 9. PhonePe યુપીઆઈ સક્રિય થશે. તમે પેમેન્ટ કરી શકો છો.

અહીં ઉલ્લેખનિય છે કે, કંપનીએ અગાઉ નિવેદનમાં જણાવ્યું હતું કે, યુપીઆઈ માટે આધાર ઓનબોર્ડિંગના કારણે સરળતા રહેશે.
First published:

Tags: Aadhaar card, Business news, Personal finance, Phonepe

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन