EPFO અકાઉન્ટમાં UAN કેવી રીતે કરશો એક્ટિવ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

EPFO અકાઉન્ટમાં UAN કેવી રીતે કરશો એક્ટિવ, જાણો સંપૂર્ણ પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર

EPFO: UAN દરેક કર્મચારીને EPFO દ્વારા આપવામાં આવે છે. આ સંપૂર્ણ જીવન દરમિયાન એક જ હોય છે. આપ ચાહે ગમે તેટલી નોકરીઓ બદલતા રહો.

  • Share this:
    નવી દિલ્હી: EPFનાં પૈસા ચેક કરવાં માટે દરેક સબ્સક્રાઇબરનો એક યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવે છે. આ UAN દ્વારા આપ આપનું બેલેન્સ PF અકાઉન્ટ ઓપરેટ કરવાનું હોય. આ કોઇ અન્ય સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આ નંબર તમારા આજીવનનાં સેવાકાળ દરમિયાન એક જ હોય છે. UAN 12 અંકનો આ નંબર હોય છે જેને EPFO જાહેર કરે છે. આપ ચાહે ગમે તેટલી નોકરી બદલી લો. કોઇ નવો સભ્ય જોડાય છે EPFO તે નવાં સભ્યને નવો EPFO નંબર આપે છે.

    જાણો EPFO પોર્ટલ પર UAN કેવી રીતે કરવું એક્ટિવેટ



    - સૌથી પહેલાં આપે EPFOનાં અધિકારિક પોર્ટલ https://epfindia.gov.in/site_en/ પર વિઝિટ કરવાનું રહેશે.
    - હવે આપે our services પર ક્લિક કરવાનું હશે.
    - જે બાદ For Employeesમાં ક્લિક કરો.

    -પછી જે બાદ Member UAN/ online services પર ક્લિક કરવાનું રહેશે.
    -હવે આપે UAN પોર્ટલ પર જવાનું થશે. આપે મોબાઇલ નંબર અને PF મેમ્બર ID દાખલ કરવાની હશે.
    -હવે આપને Get authorization PIN પર ક્લિક કરવાનું રહેશે.
    -પછી PIN નંબર આપનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં મોકલવામાં આવશે, હવે OTP દાખલ કરો.
    -પછી Validate OTP પર ક્લિક કરો, જે બાદ આપને UAN એક્ટિવેટ થઇ જશે.

    આવી રીતે મેળવો જાણકારી- કર્મચારી તેમનાં PF ખાતાની માહિતી માટે EPFOની ઘણી સેવાઓ શરૂ કરી છે. યૂઝર તેમનાં PF ખાતાની માહિતી ફોનથી હાંસેલ કરી શકે છે. આ માટે આપે 011-229-01-406 નંબર પર મિસ્ડ કોલ આપવાનો રહેશે. પણ યાદ રાખો કે, આપ જે ફોન નંબરથી કોલ કરી રહ્યાં છો તે EPFOમાં રજિસ્ટર્ડ હોવો જોઇએ. SMSથી પણ આપ જાણકારી હાંસેલ કરી શકો છો. SMS સર્વિસ માટે UAN પોર્ટલમાં એક્ટિવ સભ્યએ તેમનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 નંબર પર 'EPFOHO UAN' લખીને મોકલવાનો રહેશે. ખાસ વાત એ છે કે, આ સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
    Published by:Margi Pandya
    First published:January 10, 2021, 17:42 pm

    ટૉપ ન્યૂઝ