પેટીએમ કંપનીના સંસ્થાપક વિજય શેખર શર્માને બ્લેકમેઇલ કરવાના મામલામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ થઇ છે જ્યારે ચોથો આરોપી ફરાર છે. ત્રણ આરોપીઓમાં કંપનીની વાઇસ પ્રેસિડન્ટ સોનીયા ઘવન પણ સામેલ છે. જે ઘણાં લાંબા સમય સુધી વિજય શેખરની સેક્રેટરી પણ રહી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન સોનિયાએ જણાવ્યું કે તે તેણે બે મહિના પહેલા ઘર ખરીદવા માટે 4 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેની માગ સંતોષવામાં આવી ન હતી. જેના કારણે તેણે વિજય શેખરને બ્લેકમેઇલ કરવાનો પ્લાન બનાવ્યો.
આ મામલામાં સોમવારે ત્રણ લોકોની ધરપકડ નોએડા પોલીસે કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ આખા મામલાની માસ્ટર માઇન્ડ સોનિયા ધવન જ છે.
પર્સનલ સેક્રેટરી હોવાને કારણે સોનિયા વિજયનું લેપટોપ, ફોન અને ઓફિસ ડેસ્કટોપનો ઉપયોગ કરતી હતી. સોનિયા ઉપરાંત ઓફિસનો અન્ય કર્મચારી દેવેન્દ્ર કુમાર પણ સામેલ છે. જ્યારે પોલીસે આ બંન્ને જણની ધરપકડ કરી ત્યારે કે નોએડાની ઓફિસમાં જ હતા. આમાં ત્રીજો આરોપી સોનિયાનો પતિ રૂપક જેન છે. પોલીસ આ મામલામાં ચોથો આરોપીની તલાશ કરી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ગૌતમ બુદ્ધ નગરના એસએસપી અજય પાલ શર્માએ જણાવ્યું કે, 'બે મહિના પહેલા સોનિયાએ પોતાના બોસ પાસેથી ફ્લેટ ખરીદવા માટે 4 કરોડ માંગ્યો હતો. પરંતુ તેની માંગણી સંતોષાઇ ન હતી.'
દેવેન્દ્રએ કબૂલ્યો ગૂનો
આ મામલામાં દેવેન્દ્રએ પોતાનો ગુનો કબૂલી લીધો છે પરંતુ સોનિયા અને રૂપક અત્યાર સુધી નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યાં છે. દેવેન્દ્રએ જણાવ્યું કે તેણે જ ડેટા કોપી કર્યા હતા. તેણે એ પણ કહ્યું કે સોનિયાએ જ મને આ મામલામાં સામેલ થવાનું કહ્યું હતું અને તેણે જ મારી પાસે ડેટા કોપી કરાવ્યાં છે.
ત્રણેવ આરોપીઓને 14 દિવસોની ન્યાયિત હિરાસતમાં મોકલી દેવામાં આવ્યાં છે. પોલીસ પ્રમાણે આ મામલામાં ફરાર ચોથો આરોપી રોહિત ચોમલ કોલકત્તાનો રહેવાશી છે અને દેવેન્દ્રનો મિત્ર છે. એસએસપીએ જણાવ્યું કે ત્રણેવ આરોપીઓએ તેને કહ્યુ હતું કે વિજય શેખર પાસેથી જે રકમ મળશે તેમાંથી તેને 20 ટકા આપવામાં આવશે. જે પછી રોહિતે વિજયના ભાઇ અજયને ફોન કર્યો હતો અને તે પછી વિજય વોટ્સએપ કોલ કરીને 10 કરોડ રૂપિયા માંગ્યા હતાં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર