જાણો Reliance Jio-Facebookની ડીલ કઈ રીતે દેશના ટેલીકૉમ સેક્ટરની તસવીર બદલી નાખશે

News18 Gujarati
Updated: April 22, 2020, 12:28 PM IST
જાણો Reliance Jio-Facebookની ડીલ કઈ રીતે દેશના ટેલીકૉમ સેક્ટરની તસવીર બદલી નાખશે
પ્રતિકાત્મક તસવીર

Reliance Jio અને Facebook વચ્ચેની ડીલ અંગે દુનિયાભરની રેટિંગ એજન્સીઓએ સારી પ્રતિક્રિયા આપી છે.

  • Share this:
મુંબઈ : દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક (Facebook) અને રિલાયન્સ જિયો (Reliance Jio)ની સીધી અસર દેશના ટેલીકૉમ સેક્ટર (Indian Telecom Sector) પર થશે. આ ડીલથી ભારતમાં ટેલીકૉમ સેક્ટર ટર્નઅરાઉન્ડ (Turnaround) એટલે કે નફા તરફ ફરી આગળ વધી શકે છે. જયારે દુનિયાભરના બ્રોકરેજ હાઉસે આ ડીલ પર સારી પ્રતિક્રિયા આપી છે.

શું છે ડીલ : દુનિયાની દિગ્ગજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)માં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ફેસબુકે જિયો પ્લેફોર્મમાં 9.99 ટકા હિસ્સો ખરીદ્યો છે. સાથે જ Jio Platforms, Reliance Retail અને WhatsApp અંગે પણ કરાર થશે.

Reliance Retailના ન્યૂ કોમર્સ બિઝનેસને ઝડપથી વધારવા માટે કરાર થશે. JioMart પ્લેટફૉર્મ પર રિટેલ વેપાર વધારવા માટે ડીલ થશે. જેમાં WhatsApp પર નાના બિઝનેસમેનને મદદ મળશે. નાના કરિયાણા વેપારીઓને JioMart સાથે ભાગીદારીનો ફાયદો મળશે.

ડીલની શું અસર થશે?

મોટા બ્રોકરેજ હાઉસ જેફરીઝ તરફથી જાહેર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડીલથી 4.77 લાખ કરોડ રૂપિયાની Enterprise Value હશે. સાથે જ JIOનું EBITDA (વ્યાજ, ટેક્સ, ઘસારો અને ઋણમુક્તિ પહેલાની કમાણી) બે ગણી થવાની આશા છે. ડીલથી ટેલીકૉમ સેક્ટરમાં ટર્નઅરાઉન્ડ થવાની આશા જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Reliance Jioમાં ભાગીદારી ખરીદવાથી Facebookને થશે આ ફાયદો!ઇન્ડિયા ઇન્ફોલાઇનના રિપોર્ટમાં ફેસબુકની ડીલને જોઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનમાં રોકાણકારોને ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. ઇન્ડિયા ઇન્ફોલાઇને રિલાયન્સના શેરનું લક્ષ્ય 1710 રૂપિયા રાખ્યું છે.

ઇન્ડિયા ઇન્ફોલાઇનનું કહેવું છે કે આ ડીલથી મળનારી રકમનો ઉપયોગ રિલાયન્સ પોતાનું દેવું ચૂકવવામાં કરી શકે છે. આરઆઈએલનું 28 હજાર કરોડનું દેવું ઓછું થઈ શકે છે. જ્યારે RIL-BP ડીલથી પણ કંપનીને સાત હજાર કરોડ રૂપિયા મળશે. આથી કંપનીને ખૂબ ફાયદો થશે.

આ પણ વાંચો : Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે ડીલનું વેલ્યૂએશન અપેક્ષા પ્રમાણે છે. ડીલથી JIOને મોટું પ્લેટફોર્મ બનાવવામાં મદદ મળશે.

EQUIRUSનું કહેવું છે કે આ ડીલથી JIOને માર્કેટ શેર વધારવામાં મદદ મળશે. ડીલથી આશરે $400 કરોડનું કરજ ઓછું થશે.

નોમુરાએ ડીલને સારી ગણાવી છે. નોમુરાનું કહેવું છે કે ડીલથી રોકાણકારોને કર અંગે ચિંતા ઓછી થશે. નોમુરાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણકારોને 1770 રૂપિયાનું લક્ષ્ય આપી ખરીદી કરવાની સલાહ આપી છે.

ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
First published: April 22, 2020, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading