મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા (AGM)માં મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે 3 ગ્રોથ એન્જિન છે જેમાંથી ઓઇલ, રિટેલ અને જિયો રિલાયન્સના ગ્રોથ એન્જિન છે. તેની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ન્યૂ કોમર્સ પ્લેટફોર્મથી જોડાયેલી અનેક જાહેરાતો કરી છે. આ એજીએમમાં મુકેશ અંબાણીએ કંપનીની આગામી યોજનાઓની જાણકારી આપી છે.
રિલાયન્સની સફળતા વિશે મુકેશ અંબાણી દરેક વખતે પોતાના પિતાને યાદ કરતાં કહે છે કે, રિલાયન્સ એક વ્યક્તિના વિઝનનું પરિણામ છે- મારા પિતા અને અમારા ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી. છેલ્લા 40 વર્ષમાં અમે જેટલો વિકાસ કર્યો છે તે તેમના જ કારણે છે. રિલાયન્સ તેમના મજબૂત ખભા પર ઊભું છે.
આવો, આપને જણાવીએ કેવી રીતે શરૂ થઈ હતી રિલાયન્સ અને કેવી રીતે બની લાખ કરોડની કંપની
7 લાખ કરોડની કંપની બનવા સુધીની સફર
રિલાયન્સ વિશે કહેવામાં આવે છે કે આ કંપની એક કર્મચારીથી શરૂ થઈ હતી. અને આજે આ જ કંપનીમાં લગભગ 2.5 લાખ કર્મચારી કામ કરે છે. રિલાયન્સની શરૂઆત એક હજાર રૂપિયાના રોકાણથી થઈ હતી અને હવે તે 7 લાખ 36 હજાર કરોડ રૂપિયાની થઈ ગઈ છે. આ ઉપરાંત કંપનીનો વેપાર એક શહેરથી વધીને 28 હજાર શહેર, 4 લાખ ગામમાં પહોંચી ગયો છે.
28 ડિસેમ્બર 1932માં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં જન્મેલા ધીરુભાઈનું સપનું નાનું નહોતું. આર્થિક તંગીના કારણે તેમણે હાઈસ્કૂલનો અભ્યાસ છોડી દીધો અને ભજીયા વેચવા લાગ્યા. આ તેમનો પહેલો વ્યવસાય બન્યો.
યમનના અદન શહેરમાં તેઓએ 300 રૂપિયા મહીને A.Besse and Co.માં ગેસ સ્ટેશન અટેન્ડન્ટનું કામ કરવાનું શરૂ કર્યુ. 8 વર્ષ ત્યાં રહ્યા બાદ 1958માં યમનથી 500 રૂપિયાની બચત સાથે પરત ફર્યા અને પોતાના પિતરાઈ ચંપકલાલ દમાણી સાથે એક ટેક્સટાઇલ ટ્રેડિંગ કંપની માર્જિનની શરૂઆત કરી. ત્યારબાદ 1960માં તેઓએ રિલાયન્સની સ્થાપના કરી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે દેશની સૌથી મોટી કંપની બની ચૂકી છે. તેનું માર્કેટ કેપ હાલમાં 7,36,602 લાખ કરોડ રૂપિયા છે. આ મામલામાં તે દેશની સૌથી મોટી કંપની છે. રિલાયન્સ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન, પેટ્રોલિયમ રીફાઇનિંગ એન્ડ માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ અને હાઈ-સ્પીડ ડિજિટલ સર્વિસ બિઝનેસની સૌથી મોટી પ્લેયર બની ચૂકી છે.
ડિસ્ક્લેમેર: ગુજરાતી ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર