ઝીલન દવે : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ થોડા મહિના પહેલા ‘પોઝિટિવ પે સિસ્ટમ’ની જાહેરાત કરી હતી. આ નવા નિયમ મુજબ 50,000 રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરવા માટે મુખ્ય જાણકારીને ફરી વાર ચકાશવાની જરૂર પડશે.
‘પોઝિટિવ પે’ એક ફ્રોડ ડિટેક્શન ટૂલની જેમ કામ કરે છે. ફ્રોડ પકડવા માટે આ ટૂલ ક્લિયર કરવા આપવામાં આવતા ચેક સંબંધિત કેટલીક વિશેષ જાણકારી મેચ કરે છે. જેમાં ચેક નંબર, ચેકની તારીખ, પેયીનું નામ, એકાઉન્ટ નંબર, રકમ અને બાકી એ તમામ જાણકારી જે ચેક આપનારે પહેલાના ચેકમાં આપેલી હોય. ચેક પેમેન્ટના આ નવા નિયમ પહેલી જાન્યુઆરી 2021થી લાગુ થશે તો તે પહેલા આ નિયમને સંબંધિત તમામ જાણકારી અહીં મેળવી લો.
1. આ પ્રક્રિયા મુજબ ચેક આપનાર વ્યક્તિ કેટલીક નાની મોટી જાણકારી બેંકને આપશે જેમાં ચેકની તારીખ, બેનિફિશિયરી કે પેયીનું નામ, રકમ વગેરે. આ જાણકારી બેંકને એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ જેવા માધ્યમોથી આપી શકાશે.
2. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ચેક ટ્રંકેશન સિસ્ટમ(CTS)માં પોઝિટિવ પેની સુવિધા ડેવલપ કરશે અને બેંકો માટે ઉપલબ્ધ કરાવશે. બેંક આ સુવિધા તમામ ખાતાધારકો માટે ઈનેબલ કરશે જે 50,000 કે તેથી વધુનો ચેક જારી કરવા માગે છે.
આ પણ વાંચો : હવે AADHARની મદદથી માત્ર 10 મિનિટમાં બની જશે PAN Card, જાણો સરળ સ્ટેપ્સ
3. ખાતાધારક જે જાણકારી આપશે તેને બેંકની સિસ્ટમ પોઝિટિવ પેના સેન્ટ્રલાઈઝ્ડ ડેટા સિસ્ટમમાં અપલોડ કરશે. બેંક પાસે ચેક આવશે ત્યારે તે જાણકારીને સેન્ટ્રલ ડેટાબેઝ સાથે વેરિફાઈ કરશે અને જો ચેક પર આપવામાં આવેલી જાણકારી ખાતાધારકે આપેલી જાણકારી સાથે મેચ થશે તો પેમેન્ટ પણ થઈ જશે. પણ જો જાણકારી મેચ નહી થાય તો બેંક ચેકને રિજેક્ટ કરી દેશે.
4. જોકે, આ સુવિધા લેવી કે નહી તે ખાતાધારક પર નિર્ભર રહેશે, પણ બેંક 5,00,000 કે તેથી વધારેના ચેક મામલે તેને અનિવાર્ય કરવા પર પણ વિચાર કરી શકે છે.
આ પણ વાંચો : ચેકથી લઈને UPI પેમેન્ટ: જાન્યુઆરીમાં આ 10 નિયમ બદલાશે, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે
5. RBIએ બેંકોને સલાહ આપી છે કે SMS એલર્ટ, બ્રાંચોમાં ડિસ્પ્લે, એટીએમ, વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા દ્વારા તેઓ પોતાના ગ્રાહકોમાં પોઝિટિવ પે સિસ્ટમના ફિચર વિશે જાગૃતિ ફેલાવે.