Home /News /business /

પૉલિસીધારકો આ રીતે ભરતી શકશે LIC IPO, 10% હિસ્સો અનામત રહેશે, ડિસ્કાઉન્ટનો પણ મળશે લાભ

પૉલિસીધારકો આ રીતે ભરતી શકશે LIC IPO, 10% હિસ્સો અનામત રહેશે, ડિસ્કાઉન્ટનો પણ મળશે લાભ

એલઆઈસી આઈપીઓ

IPO News: પૉલિસીધારકો માટે LIC ઇશ્યૂનો 10% હિસ્સો અનામત રહેશે. આ માટે એલઆઈસીની પૉલિસી પાન કાર્ડ સાથે લિંક હોય તે જરૂરી છે. ઉપરાંત પૉલિસી ધારકોને ઇશ્યૂ કિંમત પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે.

    મુંબઇ. LIC IPO updates: દેશની સૌથી મોટી વીમા કંપની LIC તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આઈપીઓમાં કર્મચારીઓ અને વર્તમાન પોલિસીધારકો માટે અમુક હિસ્સો અનામત હશે. આ ઉપરાંત પોલિસીધારકો અને કર્મચારીઓને ડિસ્કાઉન્ટ ભાવે શેર આપવામાં આવશે. એલઆઈસીના આઈપીઓની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. આ કડીમાં 13મી ફેબ્રુઆરીના રોજ સરકારે સેબીમાં ઇશ્યૂ માટે DRHP દાખલ કરી દીધું છે. જે બાદમાં ઇશ્યૂ સાથે જોડાયેલી અનેક વાતો સામે આવી છે.

    સેબી પાસે જમા કરવામાં આવેલા પ્રોસ્પેક્ટ્સ પ્રમાણે ઇશ્યૂનો વધુમાં વધુ 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રહેશે. કોઈ પણ સંજોગોમાં અનામત હિસ્સો 10 ટકાથી વધારે ન હોઈ શકે. જો કોઈની પોલિસી લેપ્સ થઈ ચૂકી હોય તો પણ તે રિઝર્વ ક્વોટા માટે બોલી લગાવી શકશે.

    એલઆઈસીના કર્મચારીઓ માટે કુલ પાંચ ટકા હિસ્સો અનામત રહેશે. કંપની ઇશ્યૂ કિંમત પર કર્મચારી અને પૉલિસીધારકોને કેટલું ડિસ્કાઉન્ટ આપશે તેની કોઈ વિગત સામે આવી નથી. આ વાત ઇશ્યૂ શરૂ થયાના બે દિવસ પહેલા જ માલુમ પડશે. આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હશે. જેમાં સરકાર પોતાની પાંચ ટકા ભાગીદારી વેચશે. સરકાર 31.6 કરોડ શેર જાહેર કરશે. જે પ્રમાણે કંપનીની એમ્બેડેડ વેલ્યૂ 5.4 લાખ કરોડ રૂપિયા હશે.

    10 ટકા હિસ્સો અનામત

    નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, LICનો IPO વર્ષ 2021-2022માં આવશે. હવે આઈપીઓ આ જ વર્ષે આવશે તે નક્કી થઈ ગયું છે. સાથે જ કર્મચારીઓ અને વર્તમાન પૉલિસીધારકો માટે અમુક હિસ્સો અનામત રહેશે તે પણ નક્કી થઈ ગયુ છે.

    આ પણ વાંચો: બંધ થઈ ગયેલી Life Insurance Policy માટે LICએ જાહેર કરી નવી સ્કીમ

    બીજી તરફ LICની જાહેર નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, એલઆઈસીના પબ્લિક ઑફરમાં ભાગ લેવા માટે પૉલિસીધારકોએ તેમની PAN વિગતો કોર્પોરેશનના રેકોર્ડમાં અપડેટ કરવાની રહેશે. આ સિવાય તમારી પાસે DEMAT એકાઉન્ટ હોવું પણ જરૂરી છે.

    આ રીતે તમે તમારી PANની વિગતો અપડેટ કરી શકો છો:

    - સૌ પ્રથમ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાઓ.

    - હવે તમારો પોલીસી નંબર, જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ વગેરે માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

    - આટલું કર્યા બાદ તમે તમારી પોલીસી અને PAN લિંકનું સ્ટેટસ જાણી શકશો.

    આ પણ વાંચો:  જો તમે પણ LICના IPOમાં રોકાણ કરવા માંગો છો તો જાણી લો જરૂરી વાતો

    જો તમારું PAN લિંક નથી તો, આ રીતે લિંક કરો:

    - એલઆઇસની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અથવા ડાયરેક્ટ પેજ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/પર ક્લિક કરો.

    - જો વેબસાઇટ પર જશો તો Online PAN Registration ટેબ પર ક્લિક કરો.

    - નવા ઓપન થયેલા પેજમાં જન્મ તારીખ, લિંગ, ઇમેલ આઇડી, PANમાં હોય તે પ્રમાણેનું આખું નામ અને LIC પોલીસી નંબર દાખલ કરો.

    - ડિક્લેરેશન ચેક બોક્સ પર ક્લિક કરો અને કેપ્ચ કોડ એન્ટર કરો.

    - તમારા રજીસ્ટર મોબાઇલ નંબર દ્વારા OTP મેળવવા માટે રીક્વેસ્ટ કરો.

    - ઓટીપી દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, LIC, LIC IPO

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन