Home /News /business /અહીં જાણો સોવરેન ગોલ્ડ બોન્ડ પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે અને ક્યારે લાગે છે ટેક્સ?

અહીં જાણો સોવરેન ગોલ્ડ બોન્ડ પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે અને ક્યારે લાગે છે ટેક્સ?

અહીં જાણો સોવરેન ગોલ્ડ બોન્ડ પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે

How much tax on sovereign Gold: સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ પર દર વર્ષે એક નિશ્ચિત વ્યાજ રોકાણકારોને મળે છે. આ વ્યાજનો દર વાર્ષિક 2.5 ટકા છે. આ વ્યાજ ઇનકમ ટેક્સ એક્ટ 1961 અંતરગ્ત ટેક્સેબલ છે. જોકે આ ગોલ્ડ બોન્ડ પર મળતા વ્યાજ પર ટીડીએસ નથી લાગતો. તેમજ જો મેચ્યોરિટી પીરિયડ પૂરો કરવામાં આવે તો મળતું રિટર્ન પૂરી રીતે ટેક્સ ફ્રી છે.

વધુ જુઓ ...
અન્ય રીતે સોનામાં રોકાણ કરવા કરતા સોવરેન ગોલ્ડ બોન્ડમાં વધુ રોકાણ કરવામાં આવે છે. જેના પર દર વર્ષે 2.5 ટકા કરતા વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે. જો સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond, SGB)માં રોકાણ કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે. ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF, ગોલ્ડ ફંડમાં રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ પર ચાર્જ લગાવવામાં આવે છે, પરંતુ SGB તથા અન્ય ક્ષેત્રે સોનામાં રોકાણ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. SGBમાં કેટલીક લિક્વિડિટી રહેલી છે, જેના પર તમારે ધ્યાન આપવાનું રહે છે.

આ પણ વાંચોઃ iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? સમજો ફંડા 

ફંડામેન્ટલ ક્વોલિટી બાદ કાર્યક્ષમતા એક મહત્વપૂર્ણ બાબત છે. અન્ય ક્ષેત્રની સરખામણીએ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થાય છે. સીમાંત સ્લેબ દર (marginal slab rate) પર દર વર્ષે 2.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો માટે 30 ટકાથી વધુ સરચાર્જ અને સેસ વસૂલવામાં આવે છે. ટેક્સ બાદ કરતા જે પણ રકમ બાકી રહે છે, તે એક બોનસ છે. જેથી સોનાની કિંમતમાં ફેરફાર થાય તો તે લાભદાયી છે.

આ પણ વાંચોઃ મોર્ગન સ્ટેન્લીએ કરી આ બેંકિંગ શેર્સમાં 41 ટકા તેજીની આગાહી

આ સમયગાળા દરમિયાન સોનાની કિંમતમાં વધારો થાય તો તેના આધાર પર ટેક્સ લાગુ કરવામાં આવે છે અને ફાયદો થાય છે. SGB મેચ્યોર થાય ત્યાં સુધી હોલ્ડ રાખવામાં આવે, તો તેના પર ટેક્સ વસૂલવામાં આવતો નથી, જે સૌથી મોટો ફાયદો છે. સોનાની કિંમતમાં વધ-ઘટ થાય તેના પર સારું રિટર્ન મળે છે અને તેના પર ટેક્સ વસૂલવામાં આવતો નથી.  SGBમાં રોકાણ કરવા માટે ટેક્સ અંગે અનેક લોકો મૂંઝવણમાં રહે છે, જે અહીં વિગતવાર જણાવવામાં આવ્યું છે.

મેચ્યોર થાય ત્યાં સુધી હોલ્ડ કરવાથી ટેક્સ ફ્રી હોય છે


પ્રાઈમરી માર્કેટ અથવા સેકન્ડરી માર્કેટર (સ્ટોક એક્સચેન્જના માધ્યમથી) માંથી ખરીદવામાં આવે તો બંનેમાં સેમ પ્રોસેસ હોય છે? અનેક વાર અલગ અલગ પ્રકારે ચર્ચા કરવાથી આ અંગે મૂંઝવણ ઊભી થાય છે. આ ચર્ચામાં જણાવવામાં આવતું નથી કે, ‘આ બે પ્રકારે SGB ખરીદવામાં આવે તો બંનેમાં એકસરખી પ્રોસેસ હોય છે. SGBમાં જે પણ મૂડીગત લાભ મળે છે, તેમાં ટેક્સમાંથી છૂટછાટ આપવામાં આવે છે.’

આ પણ વાંચોઃ એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

તમે પ્રાઈમરી માર્કેટમાંથી SGB ખરીદો છો કે પછી સેકન્ડરી માર્કેટમાંથી SGB ખરીદો છો, તેનું કોઈ મહત્વ નથી. આ માટે જે પણ જોગવાઈ બનાવવામાં આવી છે, તેમાં એવું બિલકુલ પણ કહેવામાં આવ્યું નથી કે માત્ર પ્રાઈમરી માર્કેટમાંથી ખરીદશો તો જ ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. ટૂકમાં મેચ્યોર થાય ત્યાં સુધી હોલ્ડ રાખવાથી ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે.

સ્ટોક એક્સચેન્જમાં હાલની સોનાની કિંમતો પર અથવા હાલમાં જાહેર કરવામાં આવેલ કિંમત પર SGBમાં છૂટ આપવામાં આવે તો તમે તેમાં રોકાણ કરી શકો છો. જેના પરથી કહી શકાય કે, કોઈપણ ન્યૂનતમ હોલ્ડિંગ પિરિયડની જરૂરિયાત નથી. તમારે SGB મેચ્યોર થાય ત્યાં સુધી હોલ્ડ રાખવાનું રહેશે.

આ પણ વાંચોઃ શું છે અલ્ગો ટ્રેડિંગ? શું આ રીતે લે-વેચમાં થાય છે તગડો ફાયદો?

ટેક્સ ક્યારે વસૂલવામાં આવશે?


લાંબાગાળા માટે મૂડીગત લાભ (LTCG) મેળવવા માટે કેટલા સમય સુધી SGB હોલ્ડ રાખવું જોઈએ. મેચ્યોર થાય તે પહેલા વેચી દેવાથી તેના પર જે પણ લાભ મળે છે, તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે.

જો તમે LTCG માટે એલિજિબલ છો તો ટેક્સેબલ વધુ યોગ્ય છે. આ અંગે ખોટી ધારણા ફેલાઈ રહી છે કે, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં LTCG માટે હોલ્ડિંગનો સમયગાળો ત્રણ વર્ષે છે. આ એક બોન્ડ છે, જેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવ્યો છે. LTCGનો લાભ મેળવવા માટે એક વર્ષ સુધી હોલ્ડ રાખવાનો રહે છે.

આ પણ વાંચોઃ શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ તેજીની આગ લાગી

સોવરેન ગોલ્ડ બોન્ડ માટે ઈન્ડેક્ષેશન લાભ


SGB ઈન્ડેક્ષેશન લાભ મેળવવા માટે પાત્ર છે. RBIની વેબસાઈટ પર અનેકવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે. SGB અંગે ગેરમાન્યતા ફેલાવવામાં આવી રહી છે કે, બોન્ડ અને ડિબેન્ચરની જેમ SGB પણ ઈન્ડેક્ષેશન લાભ માટે પાત્ર નથી.

એક વર્ષ હોલ્ડ રાખ્યા પછી મેચ્યોરિટી પહેલા તેને સેકન્ડરી માર્કેટમાં વેચી દેવામાં આવે તો તેના પર 20 ટકા સરચાર્જ અને સેસ વસૂલવામાં આવે છે. ઈન્ડેક્ષેશન લાભને જોવા જઈએ તો ઈફેક્ટિવ ટેક્ષ રેટ 20 ટકાથી ઓછો રહેશે. મેચ્યોર થાય ત્યાં સુધી SGB હોલ્ડ રાખવો જોઈએ. એક વર્ષ સુધી હોલ્ડ રાખવામાં ન આવે તો માર્જિનલ સ્લેબ ટેક્સ રેટ પર શોર્ટ ટર્મ કેપિટલ લાભ મળે છે.

આ પણ વાંચોઃ 20 વર્ષના કોલેજ સ્ટુડન્ડે શેરબજારમાં એક મહિનામાં કરી અધધ રુ. 664 કરોડની કમાણી

પાંચ વર્ષના લોકઈન બાદ રિડીમ કરવામાં આવે તો કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે?


આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે, મેચ્યોર થાય ત્યાં સુધી હોલ્ડ રાખવામાં આવે તો ટેક્સ વસૂલવામાં આવતો નથી. પાંચ વર્ષ સુધી રાખ્યા બાદ પણ મેચ્યોર ન થાય અને તે રિડીમ કરવામાં આવે તો તેના પર પણ ટેક્સ વસૂલવામાં આવે છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Sovereign Gold Bond, Sovereign Gold Bond Scheme investment, Sovereign Gold Bond Scheme Profit, Tax Savings

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन