નિવૃત્તિ સુધીમાં 23 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માટે દર મહિને કેટલું રોકાણ કરવું પડે? અહી જાણો

પ્રતિકાત્મક તસવીર

business news- જો સ્માર્ટ અને યોગ્ય રીતે લાંબાગાળા માટે રોકાણ કરવામાં આવે તો 60 વર્ષની ઉંમર સુધીમાં રૂ.23 કરોડનું ફંડ એકત્ર કરી શકાય છે

  • Share this:
સમયની સાથે સાથે નિવૃત્તિ માટે યોગ્ય ફંડ એકત્ર (mutual funds news) કરી લેવું જરૂરી છે. મોટાભાગની સરકારી નોકરીઓમાં પણ હવે લગભગ પેન્શનની રકમ ખતમ થઈ ગઈ છે. યોગ્ય રીતે રોકાણ કરવાથી નિવૃત્તિ સમયે તમને યોગ્ય રિટર્ન (business news)મળી શકે છે. જો સ્માર્ટ અને યોગ્ય રીતે લાંબાગાળા માટે રોકાણ કરવામાં આવે તો 60 વર્ષની ઉંમર સુધીમાં રૂ.23 કરોડનું ફંડ એકત્ર કરી શકાય છે. તે માટે તમારે યોગ્ય સમયે રોકાણની શરૂઆત (invest every month)કરવી જરૂરી છે. મોટાભાગના રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડની માસિક SIPમાં (mutual funds SIP)રોકાણ કરે છે, પરંતુ યોગ્ય રીતે રોકાણ કરી શકતા નથી. આ કારણોસર SIPની મદદથી રોકાણકારની આવકમાં વધારો થતો નથી.

25 વર્ષની ઉંમરે રોકાણની શરૂઆત કરવી જરૂરી છે

ટેક્સ એક્સપર્ટ અનુસાર જો રોકાણકાર SIPમાં 25 વર્ષની ઉંમરે રોકાણ કરવાની શરૂઆત કરે અને નિવૃત્ત થાય ત્યાં સુધી રોકાણ કરે તો તે પૂરા 35 વર્ષ સુધી રોકાણ કરે છે. જેનાથી રોકાણકારને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે. આ પ્રકારે સતત 35 વર્ષ સુધી રોકાણ કરવાથી નિવૃત્તિ સુધીમાં ફંડની વધુ રકમ એકત્ર થઈ જાય છે.

રોકાણ પર 12 થી 16 ટકાનું રિટર્ન મળી શકે છે

અન્ય નિષ્ણાંત અનુસાર 35 વર્ષ સુધી રોકાણ કરવાથી 12 થી 16 ટકા રિટર્ન મળે છે. રોકાણકારે રોકાણ દરમિયાન ઈન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને રૂ.20 કરોડનું ફંડ એકત્ર કરવાનું રહેશે.

આ પણ વાંચો - શેર બજારની તેજી જોઇને રોકાણ કરતા પહેલા જાણી લો આ 5 વાતો, નહીં તો થઇ શકે છે નુકસાન

રૂ.14,500ની SIP

ટેક્સ એક્સપર્ટ અનુસાર જો રોકાણકાર 25 વર્ષની ઉંમરે માસિક રૂ.14,500ની SIP શરૂ કરે અને 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરે તો વાર્ષિક 12 ટકા રિટર્ન મળે છે. રોકાણકાર રૂ.22.93 કરોડનું ફંડ એકત્ર કરી શકે છે. SIPની મદદથી રોકાણકાર નિવૃત્તિ સમયે ધનવાન બની શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ માર્કેટના જોખમ પર આધારિત છે. તે માટે ફંડનું સિલેક્શન ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ. યોગ્ય ફંડની પસંદગી કરીને તમે યોગ્ય રિટર્ન મેળવી શકો છો.
First published: