પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં કેટલો સર્વિસ ચાર્જ વસૂલાય છે? જાણો તમામ વિગતો

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં કેટલો સર્વિસ ચાર્જ વસૂલાય છે? જાણો તમામ વિગતો
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય માણસ નાની રોકાણ યોજનાઓમાં નાણાં લગાવી પોતાની બચતનું રોકાણ કરતો હોય છે અને તે માટે સૌથી વિશ્વાસપાત્ર પોસ્ટ ઓફિસની સ્કીમો છે.

  • Share this:
નવી દિલ્હીઃ આજના કપરા સમયમાં રોકાણ કેટલું જરૂરી છે તે હવે સૌ કોઈને સમજાયું છે. કોઈ પણ સ્થિતિ સામે ટકી રહેવા માટે અગાઉથી કરેલ પદ્ધતિસરનું રોકાણ તમને આવેલી કટોકટીની સ્થિતિમાં રાહત આપે છે. સામાન્ય માણસ નાની રોકાણ(Investment) યોજનાઓમાં નાણાં લગાવી પોતાની બચતનું રોકાણ કરતો હોય છે અને તે માટે સૌથી વિશ્વાસપાત્ર પોસ્ટ ઓફિસની સ્કીમો  છે. પોસ્ટ ઓફિસમાં કરેલ નાના રોકાણમાં કેવા વિકલ્પો પર કેટલા સર્વિસ ચાર્જ લાગે છે તે અંગે જાણીએ.

પોસ્ટ ઓફિસ (Post Office)ની નાની બચત યોજના(Saving Schemes)માં રોકાણ કરવામાં વિવિધ સેવા પર અલગ-અલગ ચાર્જ લાગે છે. પોસ્ટમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ સાથે પણ અમુક સર્વિસ ચાર્જ લાગુ પડે છે. આ ચાર્જ નવી ચેકબુક, એકાઉન્ટને ટ્રાન્સફર કરવાના, એકાઉન્ટ સ્ટેમેન્ટ કાઢવા જેવા ખર્ચ(Charges) સંબંધિત છે.આ છે પોસ્ટ ઓફિસની લોકપ્રિય નાની બચત યોજનાઓ

પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે 9 સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે. જેમાંથી તમે જરૂરીયાત મુજબ સ્કીમ પસંદ કરી રોકાણ કરી શકો છો. આમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ (RD), સીનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, નેશનલ ઈનકમ મંથલી ઈનકમ એકાઉન્ટ (MIS), પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF), કિસાન વિકાસ પત્ર (KVP), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) જેવી યોજનાઓ સામેલ છે. આ તમામ સ્કીમ્સ અલગ અલગ છે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગંભીર બેદરકારી! હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ પરિવારને આપ્યો, ઘરે લઈ જઈ કરાઈ અંતિમ વિધિ

આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

આ સેવા માટે લાગતા સર્વિસ ચાર્જ

• ડુપ્લીકેટ પાસબુક જારી કરવા માટે ફી પેટે- 50 રૂપિયા

• એકાઉન્ટની પ્લેજિંગ(ગીરો મુકવા) માટે ફીસ- 100 રૂપિયા

• એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ડિપોઝીટ રિસીપ્ટ ઈશ્યુ કરવા માટે – 20 રૂપિયા

• સર્ટિફિકેટ ખોવાઈ જવાથી કે ખરાબ થઈ જવા પર પાસ બુક જારી કરવા માટે પ્રતિ રજીસ્ટ્રેશન ફી પેટે – 10 રૂપિયા

• એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટેનો ચાર્જ- 100 રૂપિયા

• સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં ચેક બુક જારી કરવા માટે એક કેલેન્ડર યરમાં 10 ચેક સુધી કોઈ ફી નથી લેવાતી, પરંતુ પછીથી પ્રતિ ચેક દીઠ ફીસ – 2 રૂપિયા

• નોમિનેશનને કેન્સલ કરવા અથવા બદલાવાનો ચાર્જ- 50 રૂપિયા

• ચેક બાઉન્સ થવા પર ચાર્જિસ- 100 રૂપિયા
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ