Home /News /business /ક્રેડિટ કાર્ડ લેવુ હોય તો આટલો CIBIL સ્કોર હોવો જરૂરી, નહિ તો અરજી રિજેક્ટ થવાના ચાન્સ

ક્રેડિટ કાર્ડ લેવુ હોય તો આટલો CIBIL સ્કોર હોવો જરૂરી, નહિ તો અરજી રિજેક્ટ થવાના ચાન્સ

ક્રેડિટ કાર્ડ લેવા માટે કેટલો CIBIL સ્કોર વધુ અસરકારક?

લોન કે ક્રેડિટ કાર્ડ માટે ક્રેડિટ સ્કોર નિર્ણાયક ફેક્ટર છે. પરંતુ ક્રેડિટ સ્કોર/CIBIL સ્કોર ખરેખર શું છે અને દરેક ક્રેડિટ કાર્ડ અરજદાર માટે તે શા માટે આટલું મહત્વનું છે? તે અંગે જાણવું જરૂરી છે. જો તમે નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી રહ્યા હોવ અથવા તે મેળવવાનું વિચારી રહ્યા હોવ તો અહીં CIBIL સ્કોર વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ (credit card) અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આ માપદંડોમાં તમારી ઉંમર, કામનો અનુભવ, આવક, વ્યવસાય અને અન્યનો સમાવેશ થાય છે. આ સાથે CIBIL સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે. જેના કારણે બૅન્કની તમામ લાયકાત પર ખરા ઉતરતા હોવ તો પણ જો તમારો ક્રેડિટ સ્કોર નિયમ મુજબ ન હોય તો ક્રેડિટ કાર્ડ માટે તમારી અરજી રિજેક્ટ કરી દેવામાં આવે છે.

લોન કે ક્રેડિટ કાર્ડ માટે ક્રેડિટ સ્કોર નિર્ણાયક ફેક્ટર છે. પરંતુ ક્રેડિટ સ્કોર/CIBIL સ્કોર ખરેખર શું છે અને દરેક ક્રેડિટ કાર્ડ અરજદાર માટે તે શા માટે આટલું મહત્વનું છે? તે અંગે જાણવું જરૂરી છે. જો તમે નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી રહ્યા હોવ અથવા તે મેળવવાનું વિચારી રહ્યા હોવ તો અહીં CIBIL સ્કોર વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ કાળા દાણા બ્લેક ડાયમન્ડ જેવા કિંમતી, ખેતી કરીને તમે પણ બની શકો ધનવાન

CIBIL રેટિંગ્સ અને તેનું મહત્વ શું છે?


ક્રેડિટ સ્કોરને CIBIL સ્કોર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સિબિલનો અર્થ ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો (ઇન્ડિયા) લિમિટેડ થાય છે. આ ભારતની ક્રેડિટ ઇન્ફર્મેશન કંપની છે. તે વ્યક્તિઓ અને વ્યવસાયો માટે ક્રેડિટ હિસ્ટ્રીનો રેકોર્ડ રાખે છે. જેનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોકોની ક્ષમતા અને શાખનું મૂલ્યાંકન કરવા અને ધિરાણના નિર્ણયો લેવા માટે કરવામાં આવે છે.

ક્રેડિટની માહિતીમાં લોન અને ક્રેડિટ કાર્ડની ચુકવણીની વિગતોનો સમાવેશ થાય છે. આવી માહિતી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને વ્યક્તિના ક્રેડિટ હિસ્ટ્રી અને લોન ચૂકવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. માહિતીની મદદથી બ્યુરો ક્રેડિટ કાર્ડ ધારકો માટે 300 અને 900 વચ્ચેનો સ્કોર બનાવે છે.

CIBIL સ્કોરની ગણતરી કરતી વખતે ક્રેડિટ કાર્ડ ધારકની ક્રેડિટ હિસ્ટ્રીને ધ્યાનમાં લેવામાં આવે છે, ભૂતકાળમાં તમે લીધેલી અને ચૂકવેલી લોન, ક્રેડિટ કાર્ડ બિલ વગેરેનું સ્ટેટ્સ કેવું છે તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. આવી સ્થિતિમાં CIBIL સ્કોર બેંકોને લોન અને ક્રેડિટ કાર્ડ એપ્લિકેશનનું મૂલ્યાંકન કરવા અને સારા ક્રેડિટ સ્કોર્સવાળા લોકોને લોન અને ક્રેડિટ કાર્ડ લેવા માટે સક્ષમ બનાવે છે.

ટૂંકા અથવા લાંબાગાળાની લોન કે ક્રેડિટ કાર્ડના રૂપમાં સારી ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા લોકોને ક્રેડિટ આપવાથી બેંકોને સરળતા રહે છે. ક્રેડિટ સ્કોરના કારણે બેંકો જવાબદારીપૂર્વક ક્રેડિટ મેનેજ કરી શકતા લોકોને ક્રેડિટ આપી શકે છે. નબળી ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતી વ્યક્તિને લોન આપવામાં કેટલું જોખમ છે તે પણ નક્કી કરે છે.

આ પણ વાંચોઃ શાનદાર વળતર મેળવવું છે તો અહીં કરો રોકાણ, નોટોના ઢગલા થવાના પૂરેપરા ચાન્સ

સારો CIBIL સ્કોર શા માટે જરૂરી છે?


તમારો સ્કોર 700 કે તેથી વધુ હોય તો તમારી લોન અને ક્રેડિટ કાર્ડની અરજીની ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે. ખરાબ હોય તો આવું નહીં થાય. સામાન્ય રીતે નવા ક્રેડિટ કાર્ડ અરજદારો માટે 750થી વધુ ક્રેડિટ સ્કોરને આદર્શ ગણવામાં આવે છે. જો કે, સિબિલ મુજબ 700થી વધુનો ક્રેડિટ સ્કોર પણ સામાન્ય રીતે સારો માનવામાં આવે છે.

બેંકો નવા ક્રેડિટ કાર્ડ માટે અન્ય વિગતો અથવા પાત્રતા માટે પરિબળોને ધ્યાનમાં લે છે. જેમ કે હાલના ક્રેડિટ કાર્ડ્સ, ચુકવણીમાં વિલંબ, વગેરે. ક્રેડિટ સ્કોર 750થી ઓછો હોય તો પણ તમને આ પરિબળો અને બેંક સાથેના તમારા વર્તમાન સંબંધોના આધારે નવા ક્રેડિટ કાર્ડ માટે મંજૂરી મળી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પાડોશી રાજ્યમાં ખેડૂતે એવા બટાકા ઉગાવ્યા કે દેશભરમાંથી ઓર્ડર આવ્યા

જોકે, ઓછા ક્રેડિટ સ્કોરના કારણે વ્યાજદર ઊંચો હોઈ શકે છે અથવા ઓછી ક્રેડિટ લિમિટ મળી શકે છે. યાદ રાખો કે, નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે કોઈ ચોક્કસ સિબિલ સ્કોર આવશ્યકતા નથી. જો તમે તમારો ક્રેડિટ સ્કોર જાણતા ન હોવ, પરંતુ ભૂતકાળમાં તમે યોગ્ય રીતે ચુકવણી કરી હોય, તો તમે બેંકની વેબસાઇટમાં લોગ ઇન કરી શકો છો અને નવા ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. બીજી તરફ ક્રેડિટ કાર્ડ માટે સારી ઓફર મેળવવા માટે ઓછામાં ઓછા 750 અને તેથી વધુનો ક્રેડિટ સ્કોર જાળવવો વધુ સારું છે. જો તમારી નાણાંકીય સફર નવી નવી હોય તો નિયમિત ચૂકવણી કરતા રહો. ડિફોલ્ટ ન કરો. નિયમિત ચૂકવી કરવાથી તમારા ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થઈ શકે છે.


કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા જે તે બેંકની વેબસાઇટ પર જાઓ. ઝડપી મંજૂરી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી સબમિટ કરો. તમને વિવિધ લાભ મળી શકે છે.
First published:

Tags: Banks, Business news, Credit Cards