Home /News /business /Gujarat Assembly Election: તમારા એક વોટ પાછળ સરકારના કેટલા રુપિયા ખર્ચ થાય છે?

Gujarat Assembly Election: તમારા એક વોટ પાછળ સરકારના કેટલા રુપિયા ખર્ચ થાય છે?

ગુજરાતમાં ચંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તમારા એક મત પાછળ સરકારને કેટલો ખર્ચ થાય છે? જાણીને ચોંકી જશો

Gujarat Assembly Election 2022: ગુજરાત બજેટ 2022-23માં રાજ્યના ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રુ.387 કરોડના ફંડની ફાળવણી કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. જોકે જાણકારોનું માનીએ તો આ ચૂંટણીને કરાવવા માટે સરકારને અંદાજીત રુ.450 કરોડ રુપિયાનો ખર્ચ થશે. આ અંદાજ મુજબ રાજ્યના પ્રતિ મતદાર સરકારને 91 રુપિયા જેટલો માતબર ખર્ચ થઈ શકે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઈ છે ત્યારે તમારે એ જાણી લેવું ખૂબ જ જરુરી છે કે તમારા એક વોટ પાછળ સરકારને કેટલા રુપિયાનો ખર્ચ થાય છે. તેમજ ચૂંટણી કરાવવા અને તેના ખર્ચને વહન કરવા માટે ચૂંટણી પંચને તેનું ફંડ ક્યાંથી મળે છે. દરેક સામાન્ય વ્યક્તિને આ સવાલ હોય છે. ત્યારે તમને જણાવી દઈએ કે ચૂંટણી દરમિયાન ઈવીએમ, બેલેટ અને ચૂંટણી સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચા માટેનો તમામ ખર્ચ જે તે લોકસભા કે વિધાનસભા ચૂંટણીવર્ષ દરમિયાન ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને બજેટમાં ચૂંટણીખર્ચ માટે ફંડ ફાળવવા વિનંતી કરે છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ બજેટમાં ફાળવવામાં આવેલ બજેટ કરતાં ચૂંટણી ખર્ચ સામાન્ય રીતે વધી જતો હોય છે.

    આ પણ વાંચોઃ આ છે ટોપ 10 મલ્ટીકેપ PMS સ્ટ્રેટેજી, જેમણે છેલ્લા 5 વર્ષમાં 21 ટકા સુધી રિટર્ન આપ્યું

    જો આપણે વાત કરીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ રાજ્યના ચૂંટણી પંચે બજેટ 2022-23 માટે જાન્યુઆરી 2022માં જ રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના આયોજન માટે રુ.450 કરોડના ફંડની માગણી કરી હતી. આ ફંડનો ઉપયોગ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના આયોજન દરમિયાન જુદા જુદા ખર્ચ માટે કરવામાં આવે છે. તેમાં ચૂંટણી દરમિયાન જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમ સામેલ નથી.

    આ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકાર પાસે બજેટ 2022-23માં રુ.387 કરોડના ફંડની ફાળવણી માટે જણાવ્યું હતું. આ પહેલા 2017ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના બજેટમાં 250 કરોડ રુપિયાના ફંડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ એક્ચ્યુઅલ ખર્ચ રુ.326 કરોડ રુપિયા થયો હતો. તેવામાં વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી માટે રુ. 450 કરોડ જેટલો ખર્ચ આવી શકે છે.

    આ પણ વાંચોઃ આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

    રાજ્યમાં કુલ મતદારની સંખ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) અનુલક્ષીને ચૂંટણી પંચે તૈયાર કરેલી અંતિમ યાદી મુજબ 4,90,89,765 છે. આ રીતે જો અંદાજીત ખર્ચની વાત કરવામાં આવે તો આ ચૂંટણીમાં પ્રતિ વોટ સરકારને 91.66 રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. જ્યારે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલ ફંડની રમક 387 કરોડ મુજબ પ્રતિ વોટ 77 રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે.



    ત્યારે મહત્વનું છે કે આ ચૂંટણીમાં દરેક પાત્રતા ધરાવતા મતદારે જરુર મતદાન કરવું જોઈએ. કારણ કે તમે ફક્ત પોતાની ફરજ જ નથી ચૂકતાં પરંતુ ટેક્સ સ્વરુપે આપેલા તમારા રુપિયાનો જ ખોટો વ્યય પણ કરો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gujarat Assembly Election 2022, Gujarat assembly polls 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन