Home /News /business /એક વ્યક્તિ કેટલા બેંક ખાતા ખોલાવી શકે, બચત ખાતામાં કેટલા પૈસા જમા કરી શકાય? જાણો નાણાકીય સલાહકારે શું કહ્યુ

એક વ્યક્તિ કેટલા બેંક ખાતા ખોલાવી શકે, બચત ખાતામાં કેટલા પૈસા જમા કરી શકાય? જાણો નાણાકીય સલાહકારે શું કહ્યુ

બેંકમાં ખાતામાં કેટલા રૂપિયા જમા કરાવી શકાય

Bank news: સેવિંગ એકાઉન્ટમાં ભારતીય નાગરિક ગમે તેટલા પૈસા રાખી શકે છે. બચત ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે તો ઈન્કમટેક્ષ કાયદો અથવા બેન્કિંગ રેગ્યુલેશનમાં કોઈપણ પ્રકારની સીમા નિર્ધારિત કરવામાં આવી નથી. ઈન્કમટેક્સ અધિનિયમની ધારા 80TTA અનુસાર તમામ વ્યક્તિ ટેક્સમાં 10 હજાર સુધીની છૂટ મેળવી શકે છે. જો વ્યાજ 10 હજાર કરતા ઓછું હોય તો ટેક્સ ચૂકવવાનો રહેતો નથી

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ તમામ બેન્ક બચત ખાતાના માધ્યમ (Saving Account)થી દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત માટે બેન્કમાં પૈસા રાખવાની સુવિધા પ્રદાન કરે છે. ભારતમાં બચત ખાતું ખોલાવવા માટે કોઈ લિમિટ નથી. એક વ્યક્તિ ગમે તેટલા બચત ખાતા ઓપન કરાવી શકે છે. તમે બચત ખાતામાં ગમે તેટલા પૈસા જમા કરી શકો છો. ઝીરો બેલેન્સ એકાઉન્ટ સિવાય તમામ બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ રાખવું જરૂરી હોય છે. બેન્કે નિર્ધારિત કરેલ રકમ ખાતામાં ન હોય તો બેન્ક તેના પર ચાર્જ વસૂલ કરે છે.

બચત ખાતામાં પૈસા જમા કરાવવાની કોઈ મર્યાદા નથી


લાઈવ મિંટના એક રિપોર્ટ અનુસાર, ટેક્સ અને રોકાણ સલાહકાર બલવંત જૈને આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, સેવિંગ એકાઉન્ટમાં ભારતીય નાગરિક ગમે તેટલા પૈસા રાખી શકે છે. બચત ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે તો ઈન્કમટેક્ષ કાયદો અથવા બેન્કિંગ રેગ્યુલેશનમાં કોઈપણ પ્રકારની સીમા નિર્ધારિત કરવામાં આવી નથી. બેન્કમાં પૈસા જમા કરાવવામાં આવે તો બેન્ક કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરતી નથી, પરંતુ બચત ખાતા ધારકના એકાઉન્ટમાં વ્યાજના પૈસા જમા કરે છે.

આ પણ વાંચોઃ  ક્રેડિટ સ્કોર ઓછો હોવાને કારણે નથી લઈ શકતા લોન? અપનાવો આ પદ્ધતિ, ફટાફટ વધી જશે સ્કોર

વ્યાજ પર ઈન્કમટેક્સ ચૂકવવાનો રહે છે


બેન્કના સેવિંગ એકાઉન્ટમાં રાખેલ રકમ પર જે વ્યાજ આપવામાં આવે છે, તેના પર બેન્ક એકાઉન્ટ હોલ્ડરે ટેક્ષ આપવાનો રહે છે. બેન્ક વ્યાજ પર 10 ટકા TDS કાપે છે. બલવંત જૈન જણાવે છે કે, વ્યાજ પર ટેક્સ ચૂકવવાનો રહે છે, પરંતુ તેના પર પણ કર કપાતનો લાભ મેળવી શકાય છે. ઈન્કમટેક્સ અધિનિયમની ધારા 80TTA અનુસાર તમામ વ્યક્તિ ટેક્સમાં 10 હજાર સુધીની છૂટ મેળવી શકે છે. જો વ્યાજ 10 હજાર કરતા ઓછું હોય તો ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.

60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા એકાઉન્ટ હોલ્ડરે 50 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્ષ ચૂકવવાનો રહેતો નથી. જો તમારી કુલ વાર્ષિક આવકમાં વ્યાજ ઉમેર્યા બાદ પણ તેટલી વાર્ષિક આવક નથી થતી કે તેના પર ટેક્ષ ચૂકવવો પડે, તો તમે ફોર્મ 15 G જમા કરીને બેન્ક દ્વારા કાપવામાં આવેલ TDSનું રિફંડ મેળવી શકો છો.

આ પણ વાંચોઃ શું આગામી મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેશે? જરુરી કામ 30 પહેલા પતાવી લો 

કેટલા એકાઉન્ટ હોવા જોઈએ?


ભારતમાં સેવિંગ એકાઉન્ટ ખોલવાની સીમા નક્કી કરવામાં આવી નથી. એક વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે. નાણાંકીય સલાહકાર અનુસાર એક વ્યક્તિ પાસે ત્રણથી વધુ બેન્ક એકાઉન્ટ ન હોવા જોઈએ. વેલ્થ ક્રિએટર્સ ફાઈનાન્શિયલ એડવાઈઝર્સના કો-ફાઉન્ડર વિનિત ઐય્યરે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, તમામ પરમેનેન્ટ આવક માટે એક બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ. દરરોજના ખર્ચા માટે પતિ પત્ની એક સંયુક્ત એકાઉન્ટ ખોલાવી શકે છે. ત્રીજુ ખાતું વ્યક્તિગત ખર્ચા માટે પણ ખોલાવી શકાય છે. ઐય્યર વધુમાં જણાવે છે કે, ત્રણથી વધુ બેન્ક એકાઉન્ટ રાખવા તે યોગ્ય નથી.
Published by:Sahil Vaniya
First published:

Tags: Bank account, Interest Rate, Saving Account

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन