પોતાના પહેલા બજેટની જાહેરાતોને કેટલી પૂરી કરી શકી છે મોદી સરકાર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

પોતાના પહેલા બજેટની જાહેરાતોને કેટલી પૂરી શકી છે મોદી સરકાર?

 • Share this:
  2014 લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે પોતાના પહેલા બજેટમાં અનેક જાહેરાતો કરી. 100 દિવસનો કાર્યક્રમ પણ બનાવ્યો. આ જાહેરાતોમાં 100 સ્માર્ટ સિટી બનાવવાથી લઈને બેટી બચાવો-બેટી પઢાવો, પેટ્રોલિયમ તથા ફૂડ સબસિડી, ડિજિટલ ઇન્ડિયા જેવી સ્કીમ્સ સામેલ હતી.

  ત્યારથી સાડા ચાર વર્ષ પસાર થઈ ચૂક્યા છે અને તેમાં લાગુ કે પૂરી કરવાની જે સ્થિતિ છે તે મિક્સ છે. ઉદાહરણ માટે જૂન 2015માં લોન્ચ કરવામાં આવેલી સ્માર્ટ સિટી યોજના હેઠળ 5,151 પ્રોજેક્ટને લાગુ કરવાના હતા, જેનો કુલ ખર્ચ 20 હજાર કરોડ રૂપિયા હતો, પરંતુ અત્યાર સુધી માત્ર 534 પ્રોજેક્ટ જ પૂરા થઈ શક્યા છે જેની પર 10,116 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

  આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા મોદીનો ફ્લેગશિપ પ્રોગ્રામ હતો, જેની પર સરકાર સતત ભાર મૂકતી રહી. 2016માં લાગુ કરવામાં આવેલી નોટબંધીએ તેને વધારવામાં મોટી ભૂમિકા નિભાવી. ડિસેમ્બર 2018 સુધી યૂપીઆઈના માધ્યમથી 10 હજાર કરોડથી અધિક ટ્રાન્જેક્શન થઈ ચૂક્યા હતા. આ સ્કીમ હેઠળ ટિયર-2 શહેરો અને કસ્બા સ્તરે પણ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળ્યું.

  મોદી સરકારની બેટી બચાવી, બેટી પઢાવો સ્કીમની પણ સ્થિતિ બહુ સારી નથી. આ સ્કીમ માટે સરકારે કુલ 644 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેમાંથી 25 ટકાથી પણ ઓછી રકમ રાજ્યો અને જિલ્લાઓમાં આપવામાં આવી છે. લગભગ 19 ટકા ફંડ રિલીઝ જ નથી કરી શકાયું અને સૌથી મોટી વાત આ સ્કીમના 56 ટકાથી વધુ પૈસા પબ્લિસિટીમાં ખર્ચ થયા.

  આ પણ વાંચો, Budget 2019: શું જનતાની આ આશાઓ પૂરી કરી શકશે નાણા મંત્રી પીયૂષ ગોયલ

  આ ઉપરાંત કેટલીક અન્ય જાહેરાતો જે મોદી સરકારે બજેટમાં કરી..

  ચાર નવી એઇમ્સ
  આંધ્ર પ્રદેશના મંગલાગિરી અને નાગપુરમાં પૂરી રીતે કામ કરી રહી છે. જોકે, ગોરખપુર અને પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં હજુ સુધી તે શરૂ નથી થઈ શકી.

  પાંચ IIT
  જમ્મૂ, ભિલાઈ, ગોવા, તિરુપતિ અને પાલક્કાડમાં પાંચ આઈઆઈટી સ્થાપિત કરવામાં આવી.

  પાંચ IIM
  સિરમૌર (હિમાચલ પ્રદેશ), અમૃતસર, બોધગયા, સંબલપુર તથા નાગપુરમાં પાંચ આઈઆઈએમ સ્થાપિત કરવામાં આવી છે.

  બે એગ્રીકલ્ચર અને બે હોર્ટીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના
  ઝાંસી અને ઇન્ફાઇમાં બે એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવી. તેલંગાનામાં કોંડા હોર્ટીકલ્ચર યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવશે.

  આ ઉપરાંત ખેડૂતોની સહાયતા માટે અનેક સ્કીમો લાવવામાં આવી. માટીની તપાસ માટે સો મોબાઇલ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવી, નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઉપરાંત 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી.
  Published by:Mrunal Bhojak
  First published: