Home /News /business /કાર ખરીદવી છે અને તે પણ EV? તો પહેલા જાણી લો અનુભવી પાસેથી બેટરીનો કેટલો ખર્ચ આવે
કાર ખરીદવી છે અને તે પણ EV? તો પહેલા જાણી લો અનુભવી પાસેથી બેટરીનો કેટલો ખર્ચ આવે
EV કારની બેટરી પાછળ કેટલો ખર્ચ આવે, શું કહે છે ટાટા નેક્સોન EVના માલિક
How much it cost you to change EV car Battery: આજના સમયમાં લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા અંગે રુચી સતત વધી રહી છે. તેવામાં જો તમે પણ કોઈ ઈવી ખરીદવા માંગતા હોવ તો તમારે અહીં સમજી લેવું જોઈએ કે પાછળથી મેન્ટેનન્સનો ખર્ચ કેટલો આવે છે અને બેટરી માટે કેટલો ખર્ચ કરવો પડે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કટેલાક સમયથી ઈલેક્ટ્રિક વાહનો તરફ લોકોની રુચી વધી રહી છે. પાછલા વર્ષોના આંકડા જોવામાં આવે તો દર વર્ષે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જેમ દેશમાં ઈલેક્ટ્રિક વાહનો માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ થઈ રહ્યું છે તેમ તેમ લોકો ઈલેક્ટ્રિક સ્કૂટર અને કાર ખરીદવા માટે આગળ આવી રહ્યા છે. જોકે તમે પણ જો કોઈ આવો જ પ્લાન ધરાવતા હોવ તો જેમ આપણે કોઈ વાહન ખરીદ્યા બાદ તેના મેન્ટેનન્સ અને રનિંગ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે તેવો હિસાબ કરતા હોઈએ છીએ તેવો જ હિસાબ અહીં પણ કરી લેવો જોઈએ. તો આવો જાણીએ આવા જ ઈલેક્ટ્રિક કારના માલિક પાસેથી તેમનો પોતાનો જાત અનુભવ અને પછી નક્કી કરીએ કે ઈલેક્ટ્રિક વાહન કેટલા ફાયદાકારક છે.
દેશમાં જો વાત કરવામાં આવે ઈલેક્ટ્રિક કાર્સની તો આ મામલે હાલ દેશમાં ટાટા મોટર્સ અવ્વલ નંબરે છે. Nexon EV Prime, Nexon EV Max, Tigor EV અને હાલમાં જ લોન્ચ થયેલી Tiago EV સાથે કંપનીએ પોતાના લોકપ્રિય 4W પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રોનિક રેન્જનો વિસ્તાર રહ્યો છે. આ સાથે જ ઈવી સેગમેન્ટમાં ટાટાની પકડ વધુ મજબૂત થવાની શક્યતા છે.
ભારતમાં ઈલેક્ટ્રિક વાહન હજુ પણ પોતાના કોન્સેપ્ટના પ્રથમ ચરણમાં છે ત્યારે જ લોકોએ ટાટાના ઈલેક્ટ્રિક વાહનોમાં સારી એવી રુચી દાખવી છે. સપ્ટેમ્બર 2022ના સેલ્સ ચાર્ટ મુજબ આ સેગમેન્ટમાં ટાટા 82.80 ટકા ઈલેક્ટ્રિક કારોના વેચાણ સાથે ટોપ પર છે. જેમાં સૌથી વધુ વેચાતી કાર નેક્સોન ઈવી છે. જોકે, ઈલેક્ટ્રિક કાર્સના મેન્ટેનન્સને લઈને હજુ પણ સસ્પેન્સ બની રહ્યું છે.
લોકોના મનમાં ઈલેક્ટ્રિક કાર્સની લાઈફ, તેની બેટરીની લાઈફને લઈને અનેક સવાલ છે. જોકે આ વચ્ચે એક યુઝરે પોતાની કારની બેટરી બદલાવી અને આવા અનેક સવાલને સમજવામાં ઘણાઅંશે મદદ કરી છે. તો આવો જાણીએ આ યુઝર્સના અનુભવમાંથી.
નેક્સોન ઈવીની બેટરી અને મોટરની કિંમત
પેટ્રોલ ડીઝલ કોર્સની તુલનામાં ઈલેક્ટ્રિક કાર મોંઘી હોય છે. તેનું મુખ્ય કારણ છે બેટરી અને ઈલેક્ટ્રિક મોટર, હાલમાં જ એક નેક્સોન ઈવી યુઝરે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેમને બેટરીની કિંમત 7 લાખ રુપિયા પડી છે. જ્યારે એન્ય એક નેક્સોન ઈવી યુઝરે તેની કિંમત 4,47,489 રુપિયા જણાવી છે.
તેમાં કોઈ શક નથી કે આ ખૂબ જ મોંઘા પાર્ટ્સ છે, પરંતુ આ વોરંટી અંતર્ગત આવે છે. ટાટા નેક્સોનની બેટરી પર 8 વર્ષ અથવા તો 1.6 લાખ કિલોમીટરની વોરંટી મળી રહી છે. જો આ બંને અવધીમાં બેટરી ખરાબ થઈ જાય તો તમને એક નવી બેટરી બિલકુલ મફતમાં મળે છે.કર્ણાટકના રહેવાસી નેક્સોન ઈવીના માલિકે બે વર્ષમાં 68000 કિમીનું અંતર પાર કર્યું છે. આ દરમિયાન તેમની બેટરીની રેન્જ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. જોકે બેટરી વોરંટીમાં હતી એટલે ટાટા મોટર્સે કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર તેમને બેટરી બદલી આપી હતી.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર