શિક્ષણ પાછળ GDPના 6% ફાળવવાનું કોંગ્રેસનું વચન, અત્યારે કેટલો ખર્ચ થાય છે?

News18 Gujarati
Updated: April 3, 2019, 10:59 AM IST
શિક્ષણ પાછળ GDPના 6% ફાળવવાનું કોંગ્રેસનું વચન, અત્યારે કેટલો ખર્ચ થાય છે?
પ્રતિકાત્મક તસવીર

'ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા 2017-18'ના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર તેમજ રાજ્યની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન શિક્ષણ પાછળ જીડીપીના આશરે 2.7 ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : મંગળવારે બપોર પછી કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019 માટે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસે જાહેર કર્યું કે જો તેમની સરકાર આવશે તો શિક્ષણ પાછળ જીડીપીના છ ટકા ખર્ચ કરવામાં આવશે.

"જન કી આવાઝ"ના નામ સાથે જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, 17મી લોકસભાની ચૂંટણી બાદ તેમની સરકાર બનશે તો પાર્ટી વર્ષ 2019-20ના બજેટમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવતા ફંડને બેગણું કરી દેશે.

'ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા 2017-18'ના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર તેમજ રાજ્યની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન શિક્ષણ પાછળ જીડીપીના આશરે 2.7 ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2014-15માં શિક્ષણ પાછળ જીડીપીના 2.8 ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2010-11 અને 2013-14 દરમિયાન શિક્ષણ પાછળ સૌથી વધારે 3.1 ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ દર ત્રણ ટકાની આસપાસ જ રહ્યો છે.

સર્વે પ્રમાણે મોદી સરકારના સાશન દરમિયાન શિક્ષણ પાછળ વર્ષ 2014-15માં જીડીપીના 2.8 ટકા, વર્ષ 2015-16માં 2.4 ટકા, 2016-17માં 2.6 ટકા અને 2017-18ના વર્ષમાં 2.7 ટકા રકમ ખર્ચ કરવામાં આવી હતી.ગયા વર્ષે ડિસેમ્બરમાં 'Strategy for New India @ 75' report'ના ટાઇટલ સાથે નિતિ આયોગ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 2022 સુધી ભારતે શિક્ષણ પાછળ જીડીપીની 6 ટકા રકમનો ખર્ચ કરવો જોઈએ.વર્ષ 2011-12 પછીના વર્ષોની વાત કરવામાં આવે તો સમાન્ય બજેટમાં મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટને કુલ બજેટના પાંચ ટકા કરતા ઓછી રકમ ફાળવવામાં આવી છે.

વર્ષ 2011-12માં એચઆરડી મંત્રાલયને કુલ બજેટના 5.03 ટકા રકમ ફાળવવામાં આવી હતી. 2013-14માં વર્ષમાં આ રકમ ઘટીને 4.77 ટકા રહી હતી. જે બાદમાં કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ હતી.

વર્ષ 2014-15માં આ ફાળવણી ઘટીને 4.61 ટકા, 2015-16માં ફરીથી ઘટીને 3.88 ટકા અને ત્યાર બાદ વર્ષ 2016-17, 2017-18, અને 2018-19(વચગાળાનું બજેટ)માં આ રકમ ક્રમશ: 3.65 ટકા, 3.71 ટકા અને 3.48 ટકા રહી હતી. એટલે કે એનડીએના સરકારમાં એચઆરડી મંત્રાલયના બજેટમાં સતત ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા પહેલી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા બજેટમાં એચઆરડી બજેટ 3.37 ટકા(કુલ બજેટ રૂ. 27,84,199.55 કરોડ) જાહેર કરવામાં આવ્યું હતું.
First published: April 3, 2019, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading