Home /News /business /health insurance: હેલ્થ વીમો કેટલી રકમનો હોવો જોઈએ? કઈ બાબતોનું ધ્યાન રાખવું?

health insurance: હેલ્થ વીમો કેટલી રકમનો હોવો જોઈએ? કઈ બાબતોનું ધ્યાન રાખવું?

health insurance: હેલ્થ વીમો કેટલી રકમનો હોવો જોઈએ? કઈ બાબતોનું ધ્યાન રાખવું?

મનીકંટ્રોલ દ્વારા સિક્યોરનાઉ હેલ્થ ઈન્શોયોરન્સ રેટિંગ્સની શરૂઆત થઈ છે. આ રેટિંગ સૌથી સારી પોલિસી પસંદ કરવામાં મદદ કરે છે. તમારા આરોગ્ય વીમાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને અને તમારી જરૂરિયાત અનુસાર વીમા રકમની પસંદગી કરવા વિશે જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
કોવિડ-19 ના કારણે આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થઈ છે અને આર્થિક સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં આરોગ્ય વીમા અંગેની અનેક ધારણાઓ બદલાઈ ગઈ છે. ત્યારે એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા ગૃપ હેલ્થ ઈન્શ્યોરન્સ અંગે અનેક સવાલો સતાવી રહ્યા છે. આરોગ્ય વીમા પોલિસી ખરીદતી વખતે તમારી ઉંમર શું છે? તે સહિતના અનેક પાસાને ધ્યાનમાં લેવા પડે છે. આ વીમા પોલિસી માત્ર કોરોના માટે જ નહીં પરંતુ, ખૂબ જ ગંભીર બિમારી સાથે સુરક્ષા પ્રદાન કરવામાં પણ મદદ થાય તેવી હોવી જોઈએ.

મનીકંટ્રોલ દ્વારા સિક્યોરનાઉ હેલ્થ ઈન્શોયોરન્સ રેટિંગ્સની શરૂઆત થઈ છે. આ રેટિંગ સૌથી સારી પોલિસી પસંદ કરવામાં મદદ કરે છે. તમારા આરોગ્ય વીમાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને અને તમારી જરૂરિયાત અનુસાર વીમા રકમની પસંદગી કરવા વિશે જાણકારી આપવામાં આવી છે.

IT સ્ટોકે 1 લાખ રુપિયાના 1.8 કરોડ કર્યા અને પાંચવાર બોનસ પણ આપ્યું, નિષ્ણાતોએ કહ્યું આ રીતે મલ્ટિબેગર ખરીદી ધીરજથી બેસી જાવ

મેટ્રોસિટીમાં રહેતા વ્યક્તિઓએ મોટી રકમનો વીમો લેવો પડે છે

તમે કયા સ્થળે રહો છો? તેના આધાર પર આરોગ્ય વીમાની પસંદગી કરવામાં આવે છે. નિવા બુપા હેલ્થ ઈન્શ્યોરન્સના ડાયરેક્ટર ભાબાતોષ મિશ્રાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ભુવનેશ્વર અને દિલ્હીમાં આરોગ્યના ખર્ચામાં જમીન આકાશનો ફરક છે. તમે જે રાજ્યમાં રહો છો તે રાજ્યમાં આરોગ્યની દેખભાળના ખર્ચાઓ અંગે વિચાર કરવો જોઈએ. ભલે તમે મોટા શહેરમાં ન રહેતા હોવ, પરંતુ રાજ્યની હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચાને ધ્યાનમાં રાખવો જોઈએ.

જરૂરિયાત અનુસાર વીમાની પસંદગી કરો

જો તમે સુવિધાજનક હોસ્પિટલમાં દાખલ થવા માગો છો તો તમારે વીમાની રકમ વધુ ભરવાની રહેશે. Policybazaar.comના હેલ્થ એન્ડ ટ્રાવેલ બિઝનેસના હેડ અમિત છાબરાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તમે વ્યક્તિગત રૂમમાં રહેવા માગો છો કે, શેરિંગ રૂમમાં રહી શકો છો? જો તમારે સંપૂર્ણ સુવિધાથી સજ્જ રૂમ જોઈતો હોય તો રૂ.5 લાખનું વીમા કવર ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જો તમારે સ્પેશિય રૂમમ જોઈતો હોય તો તમારી હાઈ પ્રીમિયમયુક્ત વીમાની પસંદગી કરવાની રહેશે.

સોમવારે કેવું રહેશે બજાર? નિષ્ણાતોના NFITY50 અંગે અનુમાન પ્રમાણે દાવ ખેલશો તો ફાયદામાં રહેશો

ઉંમર અને હેલ્થ હિસ્ટ્રી

ભાબાતોષ મિશ્રાએ આ અંગે જાણકારી આપી કે, જૂની બિમારીઓ અને તેના ઈલાજની વધુ સંભાવના હોવાને કારણે જે વ્યક્તિઓની ઉંમર વધુ છે, તેમણે મોટી રકમનો હેલ્થ ઈનશ્યોરન્સ લેવો જોઈએ. જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. 35-55 વર્ષની વ્યક્તિઓની અલગ જરૂરિયાત રહે છે. જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ મોટી રકમના હેલ્થ ઈન્શ્યોરન્સની જરૂરી રહે છે.

આ કારણોસર સિનિયર વ્યક્તિઓએ મોટી રકમનો હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાની જરૂર રહે છે. જો તમે તમારા માતા પિતાને પરિવારના ફ્લોટર કવરમાં સામેલ કરવા ઈચ્છો છો, આવું ના કરવું જોઈએ. વધુ લોકોનું હેલ્થ ઈન્શ્યોરન્સ હોય તો આ ગૃપ ઈન્શ્યોરન્સ જલ્દી પૂર્ણ થઈ જાય છે. તમારા માતા પિતા માટે તે સિનિયર સિટીઝન પોલિસી અંગે વિચાર કરો.

PSU સ્ટોક્સમાં આવી શકે છે જોરદાર તેજી, બેંકિંગ અને પાવર શેરોમાં થશે બંપર કમાણી

ઓછામાં ઓછા રૂ.10 લાખનું વીમા કવર

રૂમના ભાડાની મર્યાદા, પ્રપોર્શનેટ ડિડક્શન અને કો-પે રેશિયો જેવી જરૂરિયાતને પૂરી કરવાની સાથે તમે મોટી રકમના વીમા કવરની પસંદગી કરીને તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખી શકો છો.

તમે કેટલી રકમનો વીમો અફોર્ડ કરી શકો છો? તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વીમાની મોટી રકમમાં હાઈ પ્રીમિયરમ રાખેલું હોય છે. આ કારણોસર તમારે તમારી જરૂરિયાત અને બજેટ વચ્ચે સંતુલન જાળવવુ જોઈએ. સિક્યોરનાઉ ઈન્શ્યોરન્સ બ્રોકર્સના ડાયરેક્ટપ અભિષક બેન્દીયા જણાવે છે કે, બધા સભ્યોનું સાથે મળીને કુલ રૂ.10 લાખનું વીમા કવર લેવું જોઈએ.

તમારો આરોગ્ય વીમો તમારી વાર્ષિક આવક જેટલો હોવો જોઈએ. તમારી લાઈફસ્ટાઈલના કારણે તમને અનેક બિમારીઓ થઈ શકે છે. રૂ.5 લાખનો વીમો હવે પૂરો થતો નથી. જો પરિવારમાં ચારથી પાંચ સભ્યો હોય તો પ્રતિ સભ્યએ રૂ.10 લાખનો વીમો હોવો જોઈએ.

Tata Groupની વધુ એક કંપનીના લિસ્ટિંગની તૈયારી, ટાટા પ્લે આ મહિનામાં જ કરી શકે છે સેબીને પેપર્સ સબમિટ

રૂ.1 કરોડનો આરોગ્ય વીમો લેવો જોઈએ?

તમે કેવા પ્રકારની સુવિધા મેળવવા માગો છો અને તમે શું અપેક્ષા રાખો છો તેના પર આ સવાલનો જવાબ આધાર રાખે છે. છાબરા જણાવે છે કે, એક વ્યક્તિ માટે રૂ.1 કરોડનો આરોગ્ય વીમો હોવો જોઈએ. 1 કરોડનો આરોગ્ય વીમો લેવામાં આવે તો રૂ.10 લાખના વીમા કરતા 5 થી 7 ટકાનો વધારો થઈ શકે છે.

વાર્ષિક કોન્ટ્રાક્ટના કારણે આરોગ્ય વીમાના પ્રીમિયમની રકમમાં વધારો કરવામાં આવશે, જેથી તે સમયે આ રકરમ તમારા બજેટ બહાર જઈ શકે છે. મોંઘી બિમારીઓ માટે રૂ.1 કરોડના કવરની જરૂરિયાત રહે છે. 100 ટકા કવર મળી શકતું નથી. બીજી તરફ તમે રૂ.10 લાખની પોલિસી અન રૂ.1 કરોડની પોલિસીનું કોમ્બિનેશન હોય તેવી પોલિસીની પસંદગી કરી શકો છો.

જો તમે આંતરરાષ્ટ્રીય કવરેજ મેળવવા માગતા હોય તો તમારે હાઈ વેલ્યૂવાળી પોલિસીની પસંદગી કરવી જોઈએ. મોટાભાગની રેગ્યુલર પોલિસી આ પ્રકારની સુવિધા આપતી નથી. માત્ર કેટલીક પ્રીમિયમ પ્રોડકચ હેઠળ ગ્રાહકોને વિદેશમાં ઈલાજ કરવા માટે જવાની મંજૂરી આપે છે. તમારે તમારી ભવિષ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે રૂ.10 લાખના આરોગ્ય વીમાથી શરૂઆત કરી શકો છો. તમે દર પાંચ વર્ષે આ કવરની સમીક્ષા કરી શકો છો. તમે તમારૂ જરૂરિયાત અનુસાર આ પોલિસીમાં રકમમાં વધારો કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Expert opinion, Health insurance, Insurance, Insurance Policy

विज्ञापन