Home /News /business /Assembly Election 2022: શું તમે જાણો છો વિધાનસભા ચૂંટણી પર પાર્ટીઓએ કેટલા પૈસા ખર્ચ કર્યા? વાંચો પૂરી માહિતી

Assembly Election 2022: શું તમે જાણો છો વિધાનસભા ચૂંટણી પર પાર્ટીઓએ કેટલા પૈસા ખર્ચ કર્યા? વાંચો પૂરી માહિતી

(પ્રતિકાત્મક તસવીર)

Assembly Election 2022: ચૂંટણી આયોગે આ વખતે વિધાનસભા ઇલેક્શનમાં દરેક ઉમેદવારને ચૂંટણી પાછળ 10 ટકા વધુ રકમ ખર્ચવાની સ્વતંત્રતા આપી હતી. એનો અર્થ એ છે કે દરેક ઉમેદવાર લગભગ 31 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકતા હતા, પરંતુ વાસ્તવમાં ચૂંટણી ખર્ચ આના કરતાં ઘણો વધારે થયો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. ચૂંટણી લોકસભાની હોય કે રાજ્યોની વિધાનસભાની, દરેક પાર્ટી તેને જીતવા માટે પાણીની જેમ પૈસા વહાવી નાખે છે. આજે ચાલી રહેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી (Assembly Election in Five States)ની મતગણતરી વચ્ચે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આખરે આ ચૂંટણી પર કુલ કેટલો ખર્ચ (Election Expenses) થતો હશે.

ચૂંટણીની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 2017માં જારી કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશના 7 રાષ્ટ્રીય અને 16 પ્રાદેશિક પક્ષોએ યુપી, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં કુલ 494.36 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

આ પણ વાંચો:  કેટલા વર્ષ નોકરી કરવા પર કેટલી મળે છે ગ્રેજ્યુટી, સમજો પુરૂ ગણિત - થશે ફાયદો

2022માં થયેલી ચૂંટણી માટે આયોગે 10 ટકા વધુ રકમ ખર્ચવાની મંજૂરી આપી છે. જો આ રેશિયો મુજબ જોઈએ તો આ વખતે અંદાજે 550 કરોડથી વધુનો ખર્ચ થયો હોવાની શક્યતા છે. જો કે, ADRએ હજુ 2022માં ચૂંટણી ખર્ચ અંગેનો તેનો રિપોર્ટ જાહેર કર્યો નથી.

યુપીમાં અનુમાન કરતાં વધુ ખર્ચ થયો

સૌથી મોટા અને મહત્વપૂર્ણ રાજ્ય યુપીમાં પાર્ટીઓએ તમામ અનુમાનો કરતાં વધુ પૈસા ચૂંટણી પર ખર્ચ્યા છે. તેનો અંદાજ ચૂંટણી દરમિયાન સીઝ કરાયેલા પૈસાથી મળે છે. 3 માર્ચ, 2022 સુધી યુપીમાં કુલ 328.33 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા હતા, જે 2017ની ચૂંટણીમાં માત્ર 193.29 કરોડ હતા. જો આટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી હોય તો ખર્ચ કેટલો થયો હશે તેનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીના પાંચ શેર 25% સુધી તૂટ્યા, કરી લો એક નજર

માત્ર યુપીમાં ખર્ચ શકે છે 4 હજાર કરોડ

એક અંદાજ મુજબ, આ વખતે માત્ર યુપીની વિધાનસભા ચૂંટણીમાં 4 હજાર કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. જો કે ઓફિશિયલ આંકડાઓમાં જુદી જ ગણતરી રહે છે, પરંતુ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે. 2017ની વિધાનસભા ચૂંટણી પછી સીએમએસ પોલ સ્ટડીમાં માત્ર ઉત્તર પ્રદેશમાં જ 5,500 કરોડ રૂપિયા ખર્ચ થવાનો દાવો કરવામાં આવ્યો હતો.

લોકસભા ચૂંટણી 2019માં કેટલો ખર્ચ થયો

એક અનુમાન મુજબ, પાછલી લોકસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ મળીને લગભગ 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જો કે, ADRના સત્તાવાર આંકડા આના કરતાં ઘણા ઓછા હતા. વિવિધ બિન-સરકારી રિપોર્ટમાં 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
First published:

Tags: ADR, Assembly Election, Assembly Election 2022, Assembly elections 2022, Business, Business gujarati news, UP Assembly Elections