Home /News /business /CIBIL Score: શું 2023માં તમે ખરીદવા માંગો છો ઘરનું ઘર? કેટલો CIBIL સ્કોર હોય તો ચપટી વગાડતાં લોન મળે?
CIBIL Score: શું 2023માં તમે ખરીદવા માંગો છો ઘરનું ઘર? કેટલો CIBIL સ્કોર હોય તો ચપટી વગાડતાં લોન મળે?
CIBIL Score: શું 2023માં તમે ખરીદવા માંગો છો ઘરનું ઘર? તો કેટલો હોવો જોઇએ હોમલોન માટે CIBIL સ્કોર
CIBIL Score for home loans: જો તમારે 2023માં હોમ લોન લેવી હોય તો આટલો સિબિસ સ્કોર ઘણો છે. ઓછા વ્યાજદરમાં વધુ લોન મળશે અને કોઈ નકામા ધક્કા પણ નહીં ખાવા પડે.
એલઆઈસી હાઉસિંગે (LIC Housing) વર્ષ 2023માં પોતાનું ઘર બનાવવા અથવા ફ્લેટ ખરીદવા (Buying New Home)નું પ્લાનિંગ બનાવી રહેલા ગ્રાહકો માટે સિબિલ સ્કોર (New CIBIL Score) નક્કી કર્યો છે. એલઆઈસી નોકરીયાત અને બિઝનેસ ક્લાસને ઘર, જમીન, દુકાન જેવી પ્રોપર્ટી ખરીદવા માટે લોન (Home loan) આપે છે. લોનની રકમ લોનધારકના સિબિલ સ્કોર પર આધારિત છે. તેથી, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારો સિબિલ સ્કોર વધુ સારો હોવો જોઈએ. કારણ કે, તે તમારી લોનની રકમ, તેને ચૂકવવાની અંતિમ તારીખ અને વ્યાજ દર (Interests Rate) નક્કી કરે છે.
મોંઘવારીના જમાનામાં પગારદાર વ્યક્તિ માટે પોતાની ડિપોઝિટથી ઘર બનાવવું સહેલું નથી હોતું. એટલા માટે નોકરીયાત લોકો હોમ લોન લઈને ઘરનું સપનું પૂરું કરે છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે નોકરીયાત અને વ્યવસાયિક વર્ગ માટે હોમ લોનના દરોમાં સુધારો કર્યો છે અને શરતોને સ્પષ્ટ કરી દીધી છે. માટે જો તમે હોમ લોન લેવાની તૈયારી કરી રહ્યા છો, તો લોન લેતાં પહેલાં તમારે શરતો, લોનની રકમ અને સિબિલ સ્કોર વિશે સ્પષ્ટતા કરી લેવી જોઇએ.
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ હોમલોન સીઈબીઆઈએલ સ્કોર, રકમ, વ્યાજ દર
એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સને વ્યાજ દર, સિબિલ સ્કોરવાળા દસ્તાવેજો વગેરે વિશે જાણકારી હોવી જરૂરી છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે ડિસેમ્બર 2022ના છેલ્લા અઠવાડિયામાં હોમ લોન પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે.
- એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની વેબસાઈટ મુજબ, બેન્ચમાર્ક પ્રાઈમ લેંડિંગ રેટ વધીને 16.45 ટકા થઈ ગયો છે. લોન ધારકો માટે સામાન્ય વ્યાજ દર 8.65 ટકા રાખવામાં આવ્યો છે.