Home /News /business /ઘરમાં કેટલા રૂપિયા રાખી શકાય? જાણી લો આ નિયમ; નહિ તો દંડ ભરતા ભરતા પરસેવો છૂટી જશે
ઘરમાં કેટલા રૂપિયા રાખી શકાય? જાણી લો આ નિયમ; નહિ તો દંડ ભરતા ભરતા પરસેવો છૂટી જશે
ઘરમાં કેટલા રૂપિયા રાખી શકાય?
જો તમારી પાસે ઘરમાં રાખવામાં આવેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે, તો તેના પર ટેક્સ ચૂકવવો જોઈએ. જો કોઈની પાસે સ્ત્રોત અને ટેક્સ ચૂકવવા માટે સંબંધિત દસ્તાવેજ ખૂટે છે, તો તે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આવું હોવા પર માત્ર આવરવેરા વિભાગ જ નહિ, ઈડી અને સીબીઆઈ પણ તમારી પાસે પૂછતાછ કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરમાં રોકડ રાખવાની પ્રથા ઘણા જૂની છે. ભેલ બેંક ઘણા પ્રકારની સુવિધાઓ તેના ગ્રાહકોને પ્રદાન કરે, પરંતુ અચાનક આવનારી કોઈ સ્થિતિ માટે આજે પણ લોકો રૂપિયા ઘરમાં રાખવાને વધારે મહત્વ આપે છે. જો કે, ઘરમાં કેટલા રૂપિયા રાખી શકાય, તેની મર્યાદા કેટલી છે? શું એક નક્કી રકમ પછી ઘરમાં પડેલા કેશની જાણકારી તમારે ઈનકમ ટેક્સને આપવાની હોય છે? તેનો જવાબ છે, ના.
તમે ઘરમાં મરજી પ્રમાણે રોકડ રાખી શકો છો અને આ જાણકારી કોઈ સત્તાધિકારીને આપવી ફરજિયાત નથી. જો કે, તમારી પાસે જે રોકડ છે, તેના કાનૂની રીતે માન્ય સોર્સની જાણકારી તેમજ સંબંધિત દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ. એટલે કે, તમારી પાસે આ રૂપિયા કેવી રીતે આવ્યા તેની જાણકારી તમારી પાસે રાખવી જોઈએ. જો કોઈની પાસે ઘરમાં મોટી માત્રામાં કેશ છે અને આવકવેરા વિભાગ તે ધરમાં રેડ પાડે છે, તો અધિકારી આ દસ્તાવેજોની માંગ કરશે.
જો તમારી પાસે ઘરમાં રાખવામાં આવેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે, તો તેના પર ટેક્સ ચૂકવવો જોઈએ. જો કોઈની પાસે સ્ત્રોત અને ટેક્સ ચૂકવવા માટે સંબંધિત દસ્તાવેજ ખૂટે છે, તો તે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આવું હોવા પર માત્ર આવરવેરા વિભાગ જ નહિ, ઈડી અને સીબીઆઈ પણ તમારી પાસે પૂછતાછ કરી શકે છે. જો કે, તમારી પાસે સાચા દસ્તાવેજ છે, તો તમારે ડરવાની કોઈ જ જરૂર નથી.
જો આવરવેરા વિભાગની રેડમાં તમારી પાસે રોકડનો સોર્સ પૂછવામાં આવ્યો અને તમે સાચા દસ્તાવેજ બતાવી ન શક્યા, કે પછી દસ્તાવેજમાં કોઈ ખરાબી છે, તો તમને દંડ થઈ શકે છે. આ દંડ ઘણો ભારે હશે. આવકવેરા વિભાગના અનુસાર, તમારા ઘરમાં જેટલી રોકડ મેળવવામાં આવી છે, તેના 137 ટકા તમને દંડના રૂપમાં ભરવા પડશે. તેનો અર્થ છે કે, તમારી પાસે જેટલા કેશ રાખવામાં આવ્યા છે, તે તો જશે જ ઉપરથી 37 ટકા તમારે વધારાના ભરવા પડશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર