Home /News /business /RD Accounts: જાણો કેટલા પ્રકારના હોય છે Recurring Deposit Account, કયા ખાતામાં કેટલું વ્યાજ મળે?

RD Accounts: જાણો કેટલા પ્રકારના હોય છે Recurring Deposit Account, કયા ખાતામાં કેટલું વ્યાજ મળે?

રિકરિંગ ડિપોઝિટ

Types of Recurring Deposit Account: રિકરિંગ ડિપોઝિટ (RD) એકાઉન્ટએ એક રોકાણ કરવાનું માધ્યમ છે, જેમાં રોકાણકારોને નિયમિત માસિક રોકાણ કરી અને ચોક્કસ સમયગાળામાં નાણાં બચાવવાની સુવિધા મળે છે.

મુંબઈ: વધતી જતી મોંઘવારીમાં આજે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે કોઇ જગ્યાએ તેના પૈસાનું રોકાણ (Invest Money) કરે અને સારું વળતર (Get Return) મેળવી શકે. રોકાણ કરવા માટે આજે માર્કેટમાં સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ સહિત અનેક ઢગલાબંધ વિકલ્પો (Options for Investment) રોકાણકારો માટે છે. તેમાંથી જ એક છે રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ (Recurring Deposit Account).

રિકરિંગ ડિપોઝિટ (RD) એકાઉન્ટએ એક રોકાણ કરવાનું માધ્યમ છે, જેમાં રોકાણકારોને નિયમિત માસિક રોકાણ કરી અને ચોક્કસ સમયગાળામાં નાણાં બચાવવાની સુવિધા મળે છે. રોકાણકારો તેમની અનુકૂળતાના આધારે ડિપોઝિટની મુદત અને માસિક ચુકવણીની રકમ પસંદ કરી શકે છે. આરડી સ્કીમ્સ મોટાભાગે ફિક્સ્ડ ડિપોસઝીટ સ્કીમની સરખામણીએ વધુ ફ્લેક્સિબલ હોય છે અને તેવા લોકો આ સ્કીમ પસંદ કરે છે, જેઓ પૈસા બચાવવા માટે એકાઉન્ટ ખોલવા માંગે છે અને વધુ સારું ભંડોળ એકત્રિત કરવા માંગે છે.

રિકરિંગ ડિપોઝિટના પ્રકાર

લોકોની જરૂરિયાતના આધારે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ્સને વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

1. રેગ્યુલર RD એકાઉન્ટ
2. બાળકો માટે RD એકાઉન્ટ
3. વરિષ્ઠ નાગરિકો માટે RD એકાઉન્ટ
4. NRE/NRO માટે RD એકાઉન્ટ
5. Flexi RD એકાઉન્ટ

આપને જણાવી દઇએ કે જે રીતે આરડી એકાઉન્ટ્સના પ્રકાર છે તે જ રીતે તેમાં મળતા વ્યાજદરને પણ વિવિધ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. તો આવો જાણીએ આરડી એકાઉન્ટ વ્યાજ દરના વિવિધ પ્રકારો પર.

1. રેગ્યુલર સેવિંગ સ્કીમ

રેગ્યુલર RD એકાઉન્ટ 18 વર્ષ કે તેથી વધુ વયના ભારતીય રહેવાસીઓ માટે છે. આ પ્રકારનું એકાઉન્ટ ખાતાધારકોને ડિપોઝિટની રકમ પર નિશ્ચિત વ્યાજ મેળવવા માટે પૂર્વ-નિર્ધારિત સમયગાળા દરમિયાન દર મહિને એક વખત ખાતામાં ચોક્કસ રકમ જમા કરવાની સુવિધા આપે છે. આ ખાતાઓ પર આ વ્યાજદર સ્કીમ લાગૂ પડે છે. જે 6 મહિનાથી લઇને 10 વર્ષ સુધીની હોય છે. અમુક સ્કીમ તમને રીઇન્વેસ્ટ કરવાની સુવિધા પણ આપે છે. એકાઉન્ટ ટેન્યોરના આધારે વ્યાજની ગણતરી માટે સાદું અથવા ચક્રવૃદ્ધિ વ્યાજ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવશે. તમે માત્ર રૂ. 10 પ્રતિ માસ જેટલી નાની રકમ દ્વારા પણ રિકરિંગ ડિપોઝીટ ખોલી શકો છો. રેગ્યુલર રિકરિંગ ડિપોઝીટ પર વ્યાજ દર સામાન્ય રીતે 4.00 ટકાથી 6.50 ટકા પ્રતિ વર્ષ હોય છે.

આ પણ વાંચો: Savings Account: બચત ખાતામાં પૈસા ઉપાડવા અને ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી હોય છે?

2. સગીરો માટે RD સ્કીમ

આ પ્રકારના એકાઉન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના નામે ખોલવામાં આવે છે. જોકે આવું ખોતું ખોલાવવું તેમના માતા-પિતા કે વાલીઓની દેખરેખમાં જ શક્ય છે. રેગ્યુલર આરડી એકાઉન્ટની જેમ આમાં પણ ખાતુ ખોલાવતી સમયે એક નિશ્ચિત માસિક હપ્તો અને સમયગાળો નક્કી કરવામાં આવે છે. રેગ્યુલર RD એકાઉન્ટ્સની સરખામણીમાં વળતર સરખું અથવા થોડું વધારે હોઈ શકે છે. નાની ઉંમરે નાણાં સંભાળવાનું અને બચતનું મહત્વ શીખવાથી પૈસાની સમજદારી કેળવવામાં બાળકોને મદદ મળશે.

3. સિનિયર સિટીઝન્સ માટે RD એકાઉન્ટ

બેંકો વરિષ્ઠ નાગરિકો કે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમના માટે પણ આરડી એકાઉન્ટની સુવિધા આપે છે. ઘણી વખત સામાન્ય નાગરિકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને આરડી પર વધુ વ્યાજદર પણ મળે છે. વ્યાજદરની રેન્જ 4.00 ટકાથી 7.25 ટકાની વચ્ચે રહે છે. વ્યાજ દરેક ક્વાર્ટરમાં ચક્રવૃદ્ધિ વ્યાજ બને છે. એવી યોજનાઓ પણ ઉપલબ્ધ છે જે વરિષ્ઠ નાગરિકોને તેમની નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા દરમિયાન મદદ કરવા માટે બનાવવામાં આવી છે.

આ પણ વાંચો:  Banking: સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ શું છે? બંને વચ્ચેના આ તફાવતની તમને ખબર છે?

4. NRE/NRO RD એકાઉન્ટ્સ


નોન-રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) અને નોન-રેસીડેન્ટ ઓર્ડિનરી (NRO) RD એકાઉન્ટ્સની સુવિધા નોન-રેસીડેન્ટ ઇન્ડિયન્સ(NRI) માટે છે. NRI ભારતની બહાર અને ભારતમાં આવક પર આવા ખાતાઓ દ્વારા દર મહિને સારું વ્યાજ મેળવી શકે છે અને બચત કરી શકે છે. પરંતુ તેમના માટે સામાન્ય કરતા થોડું ઓછુ વ્યાજ મળે છે. વધુમાં જણાવી દઇએ કે, NRE/NRO ખાતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને વધારાના વ્યાજ દરની ઓફર આપવામાં આવશે નહીં.

NRO એકાઉન્ટ્સ – આ પ્રકારના એકાઉન્ટ્સમાં જો રોકાણકાર તમામ શરતો પૂરી કરે છે તો રોકાણ પરત મેળવી શકે છે. ઉપરાંત, આ ખાતાઓમાં રોકાણ ફક્ત NRE અથવા NRO ખાતામાંથી જ આવી શકે છે. આ ખાતાઓ દ્વારા મળતું વ્યાજ 30% સ્લેબ પર કરપાત્ર છે અને વધારાના CESS પણ લાગે છે.

NRE એકાઉન્ટ્સ – આ ખાતાઓમાં રોકાણ અથવા ડિપોઝિટ ફક્ત NRE ખાતા દ્વારા જ માન્ય ગણાય છે. NRE નોન-રેસીડેન્ટ એક્સટર્નલ ખાતું છે અને તેના દ્વારા કમાયેલી આવક ભારતમાં કરપાત્ર ઠરતી નથી. ઉપરાંત, આ ખાતા માટે રોકાણકારના વતનમાં અડચણ મુક્ત એકાઉન્ટ ટ્રાન્સફરની સુવિધા પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Saving Account: શું તમે જાણો છો કે બચત ખાતાના પણ અલગ અલગ પ્રકાર હોય છે? જાણો તેના લાભ વિશે

5. ખાસ RD સ્કીમ્સ

બેંકો લોકોની વિવિધ જરૂરિયાતો અને ક્ષમતાઓને અનુરૂપ વિવિધ યોજનાઓ ઓફર કરે છે. આ યોજનાઓમાં સામાન્ય રીતે વ્યાજનો દર વધુ હોય છે, કારણ કે તમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોય છે. ICICI બેંક iWish ડિપોઝિટ ઓફર કરે છે, જેના દ્વારા તમે તમારા RD એકાઉન્ટમાં વિવિધ રકમની ફાળવણી કરી શકો છો. એટલું જ નહીં પરંતુ અન્ય લોકો પણ તમને તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરવા માટે યોગદાન આપી શકે છે.

મફત જીવન વીમા સાથે આરડી યોજનાઓ પણ ઉપલબ્ધ છે. અમુક યોજનાઓ દ્વારા તમે ફુલ ડિપોઝીટને તોડ્યા વગર જ આંશિક રીતે પૈસા ઉપાડવાની છૂટ મેળવી શકો છે. અન્ય સ્કીમ્સ તમને એક મોટી રકમ તરીકે રીવોર્ડ આપે છે, જેથી તમારું રોકાણ કરવાનું કારણ ફાયદાકારક સાબિત થાય છે.
First published:

Tags: Bank, Bank account, Personal finance

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો