Home /News /business /

શું તમારા પોર્ટફોલિયોમાં પણ વધારે Mutual funds છે? જાણો તમારે શું કરવું જોઇએ

શું તમારા પોર્ટફોલિયોમાં પણ વધારે Mutual funds છે? જાણો તમારે શું કરવું જોઇએ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Mutual Funds portfolio: નિષ્ણાતો કહે છે કે, ઘણા રોકાણકારોને એ પણ ખ્યાલ નથી હોતો કે તેમના પોર્ટફોલિયોને કોન્સોલિડેશનની જરૂર છે. વિવિધ નાણાકીય આયોજકો પાસે ચોક્કસ સંખ્યાની સ્કીમ્સ દ્વારા વિવિધ થ્રેશોલ્ડ હોય છે.

નવી દિલ્હી: તમારે કેટલા મ્યુચ્યુઅલ ફંડ (Investment in MFs)માં રોકાણ કરવું જોઈએ? રોકાણકારો (Investors)ને સૌથી વધુ મૂંઝવતા આ સવાલ વિશે સેન્ક્ટમ વેલ્થના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને કો-હેડ પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ રૂપાલી પ્રભુ કહે છે કે, તેણીએ 136 સ્ટોક્સ અને 72 MF સ્કીમ્સ સાથેનો પોર્ટફોલિયો જોયો છે! Axiom Financial Servicesના CEO અને ડિરેક્ટર, દીપક છાબરિયા કહે છે કે, સંભવિત ક્લાયન્ટ એકવાર 25 સ્કીમમાં રૂ.1,000 સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા MFsમાં રૂ. 25,000નું રોકાણ કરવા ઇચ્છતો હતો. તે કહે છે કે, "જો મારી વાત કરું તો, મેં આ જ SIP માત્ર ત્રણ સ્કીમમાં કરી હોત."

પ્રભુ અને છાબરિયા જેવા લોકો આવા વધુ કદના પોર્ટફોલિયો (Portfolio) સાથે ડીલ કરી ચૂક્યા છે અને તેમને મજબૂત કરવામાં અનેક પડકારનો સામનો કર્યો છે. કોન્સોલિડેટેડ પોર્ટફોલિયોના ઘણા ફાયદા છે. તેને ટ્રેક કરવો વધુ સરળ છે, તેમાં ઓછા પેપરવર્કનો સમાવેશ થાય છે અને એક અથવા થોડી સ્કીમ્સમાં વધારો તમારા પોર્ટફોલિયોના વળતરને વધારી શકે છે. પરંતુ અહીં સવાલ એ છે કે, શરૂઆત ક્યાંથી કરવી? તમારા પોર્ટફોલિયોને મજબૂત કરવાનો માત્ર એક જ રસ્તો નથી અને તમારા એમએફ હોલ્ડિંગ્સને વધુ વ્યવસ્થાપિત સ્તર સુધી લાવવાનો અન્ય રસ્તો પણ છે.

તમારી પાસે કેટલી સ્કીમ્સ હોવી જોઇએ?

નિષ્ણાતો કહે છે કે, ઘણા રોકાણકારોને એ પણ ખ્યાલ નથી હોતો કે તેમના પોર્ટફોલિયોને કોન્સોલિડેશનની જરૂર છે. વિવિધ નાણાકીય આયોજકો પાસે ચોક્કસ સંખ્યાની સ્કીમ્સ દ્વારા વિવિધ થ્રેશોલ્ડ હોય છે. જેની બહાર જો તમારી પાસે અન્ય કોઈ પણ હોય, તો તેને એકીકૃત કરવામાં આવે છે. ફિનફિક્સના ફાઉન્ડર પ્રેબલીન બાજપાઇનું કહેવું છે કે જો તમારી પાસે 5-7થી વધુ ઇક્વિટી સ્કીમ્સ અથવા બે કે ત્રણથી વધુ ડેટ સ્કીમ્સ છે, તો હવે કોન્સોલિડેશન કરવાનો સમય આવી ગયો છે.

સ્ક્રીપબોક્સ (બેંગલુરુ સ્થિત ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ અને રોબો એડવાઇઝર)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અતુલ શિંગલ સૌ પ્રથમ સમગ્ર પોર્ટફોલિયોનો સ્ટોક લેવાનું સૂચન કરે છે. વધુમાં તે જણાવે છે કે,”તમારા નાણાકીય લક્ષ્ય સાથે વિવિધ સ્કિમ્સને જોડો.”

ઉદાહરણથી સમજો

ઉદાહરણ તરીકે, ગ્રાહકોને તેની રોબો એડવાઇઝરી સેવાઓના ભાગરૂપે સ્ક્રિપબૉક્સ લાંબા ગાળાની બચતથી લઈને કટોકટીની સ્થિતિ માટે અલગ રાખવા સુધીના ચાર જુદા જુદા ધ્યેયો માટે ઇન્વેસ્ટમેન્ટ પેકેજ ઓફર કરે છે. દરેક પેકેજમાં માત્ર 2-3 સ્કીમ્સ છે. લાંબાગાળાની બચત માટેના પ્યોર ઇક્વિટી ફંડ્સ પેકેજમાં 8 સ્કીમો છે. તે કહે છે કે જો કોઈ સ્કીમનું મૂલ્ય તમારા ઓવરઓલ પોર્ટફોલિયોના 3-5 ટકા કરતાં ઓછું હોય, તો તેનાથી તમારા પોર્ટફોલિયોમાં કોઈ અસર થશે નહીં. પરંતુ જો પોર્ટફોલિયોની સાઇઝ વધશે તો સ્કીમ્સની સંખ્યા પણ વધશે.

આ પણ વાંચો: બજારમાં કડાકા વખતે મ્યુચ્યુઅલ ફંડોએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યાં આ શેર, શું આમાંથી કઈ તમારી પાસે છે?

પ્રભુ કહે છે કે રોકાણકારો તેમની આવક અને રોકાણપાત્ર સરપ્લસને ધ્યાનમાં લીધા વિના MF સ્કીમ દીઠ આશરે રૂ. 2 લાખ કે તેથી વધુ રકમનું રોકાણ કરવા માંગતા નથી. જો તેમની આવક સમય જતાં રૂ. 10 લાખથી રૂ. 20 લાખ સુધી વધી જાય, તો પણ તેઓ દરેક MF સ્કીમમાં ચોક્કસ રકમ કરતા વધુ રોકાણ કરવા માંગતા નથી. આ સમય જતાં વધુ પડતા વૈવિધ્યકરણ તરફ દોરી જાય છે.

ટેક્સ અને લોડ

તમારો પોર્ટફોલિયો કેટલો મોટો છે તેના આધારે કોન્સોલિડેશનમાં સમય લાગે છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે પણ તમે MF વેચો છો, ત્યારે તમે ટેક્સ ચૂકવો છો. જો તમે ત્રણ વર્ષ પહેલાં ડેટ ફંડ્સ વેચો છો, તો તમે તમારા આવકવેરા બ્રેકેટ મુજબ ટૂંકા ગાળાના મૂડી લાભો (STCG) ટેક્સ ચૂકવો છો. ત્રણ વર્ષ પછી વેચાયેલા ડેટ ફંડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ લાગે છે. એ જ રીતે જો તમે એક વર્ષ પહેલાં વેચાણ કરો છો તો ઇક્વિટી ફંડ્સ પર 15 ટકા (જો નફો રૂ.1 લાખથી વધુ હોય તો) STCG ટેક્સ લાગે છે અને જો તમે એક વર્ષ પછી LTCG ટેક્સ તરીકે વેચાણ કરો છો તો 10 ટકા ટેક્સ લાગે છે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કેવી રીતે કરવી? શું ડીમેટ ખાતું ફરજિયાત છે?

પુણે સ્થિત નાણાકીય મધ્યસ્થી સુજાતા કાબરાજી કહે છે, "ટેક્સ મહત્વપૂર્ણ છે. હું મારા ક્લાયન્ટ માટે 30 ટકા વળતર આપી શકતી નથી. પરંતુ હું તેમનો 30 ટકા ટેક્સ બચાવી શકું છું." વધુમાં તે કહે છે કે, જ્યારે ડેટ ફંડ વેચવાની વાત આવે છે, ત્યારે તેઓ સૌથી વધુ સાવચેત રહે છે. પરંતુ જો તમારા પોર્ટફોલિયોમાં ખરાબ-પ્રદર્શન કરતી સ્કીમ્સ હોય તો શું કરવું? આવા કિસ્સામાં રૂથલેસ બનો. નહીંતર તમારા ખર્ચના બોજને ઘટાડવા માટે કેપિટલ ગેઇન્સ અને એક્ઝિટ લોડ થ્રેશોલ્ડ ક્રોસ ન થઇ જાય ત્યાં સુધી રાહ જોવી સારી છે.

શું જાળવવું અને શું વેચવું?

હવે સૌથી મુશ્કેલ ભાગ આવે છે. બાજપાઈ કહે છે કે, તમારી પાસે કેટલી ટેક્સ-સેવિંગ્સ અથવા ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS) ફંડ્સ છે, તે જાણવાનો એક સરળ રસ્તો છે. એકવાર તમે તમારી ELSS સ્કીમોને તમારા પોર્ટફોલિયોમાં ગોઠવી લો. તેના બદલે તમને અમુક કર બચાવવામાં મદદ કરવાને બદલે વધારાને શોધવાનું સરળ બને છે. કેટલીકવાર મોટી સંખ્યામાં લિક્વિડ ફંડ્સને કારણે પોર્ટફોલિયો વધી જાય છે, જેમાંથી મોટાભાગની નજીવી રકમ તેમાં પડેલી હોય છે. આવું થાય છે, કારણ કે રોકાણકારો લિક્વિડ ફંડમાંથી વ્યવસ્થિત ટ્રાન્સફર પ્લાન શરૂ કરે છે અને પૈસા ઈક્વિટી ફંડમાં લઈ જાય છે. પરંતુ ટ્રાન્સફર પૂર્ણ થયા પછી પણ લિક્વિડ ફંડમાં બાકીની રકમ પાછળ રહી જાય છે.

આ પણ વાંચો: Mutual funds માત્ર Micro cap જ નહીં, Nano cap શેરોમાં પણ લગાવે છે પૈસા, શું તમારી પાસે આમાંથી કોઈ શેર છે?

છાબરીયા તેનો ઉકેલ પણ જણાવે છે. દર મહિનાના અંતે તેની પેઢી તેના તમામ ક્લાયન્ટ્સ માટે ઓડિટ કરે છે અને બાકીની રકમને ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર કરવા માટેની સલાહ આપે છે. નાણાકીય સલાહકારો અંતર્ગત પોર્ટફોલિયોમાં સ્ટોક ડુપ્લિકેશન જોવા માટે પોર્ટફોલિયોનું વિશ્લેષણ પણ કરે છે. વિવિધ મેનેજમેન્ટ સ્ટાઇલ જુઓ. ઘણા બધા ગ્રોથ સ્ટાઈલવાળા પોર્ટફોલિયો અથવા માત્ર વેલ્યુ સ્ટાઈલ પોર્ટફોલિયો સારા નથી. બંનેનું મિશ્રણ કરવાનો પ્રયાસ કરો. બાજપાઈ કહે છે, "જો તમે તમારી બધી યોજનાઓના નામ યાદ રાખી શકતા નથી અને તેમને ગણી શકતા નથી, તો સમજી લો કે તમારી પાસે ઘણી બધી સ્કીમ્સ છે."
First published:

Tags: Investment, Mutual funds, Personal finance, Share market, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन