Home /News /business /તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? વધારે કાર્ડથી ફાયદો થાય કે નુકસાન?

તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? વધારે કાર્ડથી ફાયદો થાય કે નુકસાન?

સામાન્ય રીતે એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોવા ફાયદાકારક છે (ફાઈલ તસવીર)

credit cards: એકથી વધારો ક્રેડિટ કાર્ડ હોવા પર ખર્ચ વધવા અને તમે દેવાદાર બની જવાની સંભાવના વધી જાય છે. જો કે, તે ધ્યાન રાખવું જરૂરી છે કે, એકથી વધારે કાર્ડસ હોવા પર કાર્ડનો તમારો ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો ઓછો થઈ જાય છે.

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કોરોનાના પહેલા સ્તરે પહોંચી ગયો છે. RBI ના ડેટા અનુસાર, જુલાઈ 2022માં દેશમાં 8.03 કરોડ કાર્ડસ સર્ક્યૂલેશનમાં હતા. ગત વર્ષે જુલાઈની સરખામણીમાં આ સંખ્યા 26.5 ટકા વધારે છે. ઘણા લોકોની પાસે એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોય છે. સવાલ એ છે કે, તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ?

એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોવા ફાયદાકારક


ક્રેડિટ સ્કોરિંગ નિષ્ણાક પારિજાત ગર્ગે કહ્યુ કે, ‘સામાન્ય રીતે એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોવા ફાયદાકારક છે. જેના લીધે, એક ક્રેડિટ કાર્ડના કામ ન કરવા પર બીજુ ક્રેડિટ કાર્ડ તમે ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ, ઘણા કાર્ડસને સંભાળવા અને નિશ્ચિત સમયે તેનું પેમેન્ટ કરવું મુશ્કેલ હોય છે.

આ પણ વાંચોઃ દિવાળી નજીક આવી રહી છે અને ઘટી રહી છે સોનાની કિંમતો

ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધવા પર દેવાદાર બનવાનું જોખમ


એકથી વધારો ક્રેડિટ કાર્ડ હોવા પર ખર્ચ વધવા અને તમે દેવાદાર બની જવાની સંભાવના વધી જાય છે. રેક્ટિફાયક્રેડિટ ડૉટ કૉમના શોધક ડિરેક્ટર અપર્ણા રામચંદ્રએ કહ્યુ, ‘વધારે મર્યાદિત ક્રેડિટ કાર્ડ હોવા પર યૂઝર વધારાના ખર્ચા કરવાનું શરૂ કરી દે છે. પછી, સમય પર ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં મુશ્કેલી પડે છે. આવી પરિસ્થિતિમાં તે મિનિમમ ડ્યૂ અમાઉન્ટ પે કરીને માસિક સ્ટેટમેન્ટમાં બેલેન્સને આગળ વધારે છે. આ રીતે વ્યાજ પર તેના ઘણા રૂપિયાનો ખર્ચ થાય છે.

તમારી ખર્ચ પેટર્ન સાથે મેચ થતુ ક્રેડિટ કાર્ડ હોવુ અનિવાર્ય


તમારે એવુ ક્રેડિટ કાર્ડ રાખવુ જોઈએ, જે તમારી ખર્ચ પેટર્ન સાથે મેચ થતુ હોય. ઉદાહરણ તરીકે જો તમે વધારે પ્રમાણમાં ઓનલાઈન શોપિંગ કરો છો, તો તમારા માટે શોપિંગ કાર્ડ વ્યવસ્થિત રહેશે. જેનાથી તમને ખરીદી દરમિયાન ઘણા પ્રકારની ઓફરો, કેશબેક અને ડિસ્કાઉન્ટ જેવા ફાયદા મળશે. જો તમે ઓફિસ જવા માટે તમારી ગાડીનો ઉપયોગ કરો છો, તો તમારા માટે કો-બ્રાંડેડ ફ્યૂલ કાર્ડ રાખવું સારુ રહેશે.

આ પણ વાંચોઃ 6 દિવસના ઘટાડા પછી આજે માર્કેટ ખૂલતાવેત ઉછળ્યું

ક્રેડિટ કાર્ડમાં અનેક પ્રકારની સુવિધાઓ મળે છે


માસ્ટર કાર્ડ, રૂપે, વીઝા, ડિનર ક્લબના ક્રેડિટ કાર્ડમાં અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. તમે આ કાર્ડસ પર કેશબેક અને રિવર્ડ પોઈન્ટ્સનો પણ લાભ ઉઠાવી શકો છો. ક્રેડિટકાર્ડ્સ ડૉટ ઈનના પ્રવકતાએ કહ્યુ કે, જો તમે પહેલી વાર ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છો તો, તમારે વીમો કે માસ્ટરકાર્ડ લેવું જોઈએ. તેનું કારણ છે કે, કેટલાય રિટેલરો અને ઈ-કોમર્સ વેબસાઈટ પર AMEX કે Diners Clubના ઉપોયગથી પરેશાની આવી શકે છે.

એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોવા ફાયદાકારક


એકથી વધારે ક્રેડિટ કાર્ડનો ફાયદો એ છે કે, તમારી પાસે વધારે ક્રેડિટ લિમિટ હશે. ઉદાહરણ તરીકે માની લો કે, એક બેંકના ક્રેડિટ કાર્ડ પર તમને મેક્સિમમ 2 લાખ રૂપિયાની ક્રેડિટ લિમિટ મળે છે. તો તમારી બે ક્રેડિટ કાર્ડ હોવા પર ક્રેડિટ લિમિટ 4 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.


ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો ક્રેડિટ કાર્ડને અસર કરી શકે


જો કે, તે ધ્યાન રાખવું જરૂરી છે કે, એકથી વધારે કાર્ડસ હોવા પર કાર્ડનો તમારો ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો ઓછો થઈ જાય છે. CREDના ફાઉન્ડર કુણાલ શાહે કહ્યુ કે, ‘તે યાદ રાખો કે તમારો ક્રેડિટ યૂટિલાઈઝેશન રેશિયો ઉપલબ્ધ ક્રેડિટ લિમિટના 30 ટકાથી વધારે ન હોવો જોઈએ. આ લિમિટને ક્રોસ કરવા પર તમારા ક્રેડિટ સ્કોરને અસર થઈ શકે છે.
First published:

Tags: Business news, Credit card interest rate, Credit cars

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો