Home /News /business /બેંકમાં 1 થી વધારે ખાતા રાખવાથી ફાયદો કે નુકસાન? જાણો શું કહે છે RBIના નિયમો

બેંકમાં 1 થી વધારે ખાતા રાખવાથી ફાયદો કે નુકસાન? જાણો શું કહે છે RBIના નિયમો

બેંકમાં કેટલા ખાતા ખોલાવી શકાય (ફાઈલ તસવીર)

bank accounts: આપણા દેશ ભારતમાં તમે કેટલા બેન્ક ખાતા (bank account) ખોલાવી શકો છો? આપણા દેશમાં બેન્ક ખાતું ખોલાવાની કોઈ લિમિટ નથી. આજે પણ આપણા દેશમાં કેટલાય લોકોના 4થી 5 બચત ખાતા હોય છે.

    નવી દિલ્હીઃ આપણા દેશ ભારતમાં તમે કેટલા બેન્ક ખાતા (bank account) ખોલાવી શકો છો? આપણા દેશમાં બેન્ક ખાતું ખોલાવાની કોઈ લિમિટ નથી. આજે પણ આપણા દેશમાં કેટલાય લોકોના 4થી 5 બચત ખાતા હોય છે. શું તમે જાણો છો કે તમે કેટલા ખાતા ખોલાવી શકો છો? તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બેંકમાં ખાતા ખોલવાની કોઈ લિમિટ નથી. ગ્રાહકો 2,3,4,અને 5 પણ ખાતા ખોલાવી શકે છે. આરબીઆઇએ (RBI rules) બેંક ખાતા માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી.

    કેટલા ખાતા ખુલી શકે છે?


    તમે કોઈપણ બેંકમાં મલ્ટીપલ ખાતા ખોલાવીને પણ તમારી બચત મેનેજ કરી શકો છો. સાથે જ મીનીમમ એકાઉન્ટ બેલેન્સને પણ જાળવી શકો છો. તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી.

    આ પણ વાંચોઃ HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, માર્ચ 2023 સુધી મેળવી શકાશે આ યોજનાનો લાભ

    જો કે, બેંકમાં મલ્ટીપલ ખાતાં ખોલાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આવો જાણીએ આ નિયમો વિશે.

    મિનિમમ બેલેન્સ જાળવવું પડશે


    હવે તો સેલરી એકાઉન્ટને છોડીને લગભગ બીજા બધા ખાતામાં મિનિમમ બેલેન્સ(minimum balance) જાળવવું પડે છે. એટલે કે તમારા ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ હોવું જરૂરી છે, કારણકે જો તમે બેલેન્સ નહીં રાખો તો તમારા ખાતામાંથી બેંક ચાર્જ કાપી લેશે. જો ચાર્જ કાપ્યા પછી પણ તમે મિનિમમ બેલેન્સ નહીં જાળવો તો તમારું ખાતું નેગેટિવ થઈ જશે. પરંતુ જો તમારી પાસે 2થી 3 ખાતા હોય તો તમે બેલેન્સ આસાનીથી જાળવી શકો છો.

    આ પણ વાંચોઃ આ ફૂટવેર કંપનીના સ્ટોક પર શેરખાનને ભરોસો, પ્રતિ શેર 165 રુપિયાનો ઉછાળો આવી શકે


    બેંક ખાતું ખોલાવવાના ફાયદા


    દરેક બેંક દર મહિને તમારા મોબાઈલમાં SMS મોકલવાના પૈસા ચાર્જ કરે છે. તમારા ખાતાને મેન્ટઈન રાખવા માટે પણ ચાર્જ કરવામાં આવે છે. તેથી જો બેંક ખાતું ખોલાવવાનું તમને ફાયદો થતો હોય તો જ ખોલાવો નહીં તો ખાતું ખોલાવીને પણ તે તમને પૈસા પરત કરશે નહીં. ખાતા ખોલાવીને તેમાં બેલેન્સ ન રાખવાથી તમને કોઈપણ પ્રકારનો ફાયદો થશે નહીં. ખાતું ખોલાવતી વખતે બેલેન્સ રાખવું અત્યંત જરૂરી છે તો જ તમને તે ફાયદાકારક નીવડી શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bank account, Business news, Rbi rules

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन