અમેરિકા અને ચીન વચ્ચે 'ટ્રેડ વોર'નો ભારતને આવો મળી રહ્યો છે લાભ

News18 Gujarati
Updated: May 6, 2019, 3:19 PM IST
અમેરિકા અને ચીન વચ્ચે 'ટ્રેડ વોર'નો ભારતને આવો મળી રહ્યો છે લાભ
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો ભારતને આવો મળી રહ્યો છે લાભ
News18 Gujarati
Updated: May 6, 2019, 3:19 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશની કંપનીઓને લાભ પહોંચાડવા માટે વિદેશી કંપનીઓ પર વધારે ટેક્સ લાગુ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું છે કે, લગભગ 200 અરબ ડોલરની ચીની વસ્તુઓ પર લાગનાર આયાત વેરાને આ અઠવાડિયે વધારાશે. અત્યાર સુધી અમેરિકા ચીન પર વેપાર માટે ખોટી રીત અપનાવવાનો આરોપ લાગવતું રહ્યું છે અને 250 અરબ ડોલરની ચીની વસ્તુઓ પર આયાત વેરો લગાવી ચૂક્યું છે. ત્યાં જ, અમેરિકા અને ચીન વચ્ચેની આ જંગનો લાભ ભારતને મળી રહ્યો છે. એક્સપર્ટ્સ પ્રમાણે, અમેરિકી પ્રતિબંધોથી 2018-19માં ભારતમાંથી અમેરિકાને એલ્યુમિનિયમની નિકાસમાં ભારે વધારો થયો છે. આ ટ્રેડ આવતાં વર્ષ 2019-20માં પણ રહેવાનું અનુમાન છે. કોંગ્રેસિયલ રિસર્ચ સર્વિસ (CRS) પ્રમાણે, ભારતમાંથી અમેરિકામાં કરાતી એલ્યુમિનિયમની નિકાસ 2018માં 58 ટકા વધીને 22.1 કરોડ ડોલર થઇ હતી.

ભારતને થઇ રહ્યો છે લાભ

1) ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે ભારતને લાભ થઇ રહ્યો છે. ભારતમાંથી કેટલીક વસ્તુઓની નિકાસ વધી રહી છે અને આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં રેકોર્ડ નિકાસ થઇ છે. શંઘાઇ ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝના સેન્ટર ફોર એશિયા-પેસિફિક સ્ટડીઝમાં ડાયરેક્ટર ઝાઓ ગાંગછેંગે ન્યૂઝ પેપરને જણાવ્યું કે, ગયા વર્ષે જુલાઇથી જ ભારતમાંથી ચીનમાં પરંપરાગત કેમિકલ ઉત્પાદકો ઉપરાંત ચોખા, સોયાબીન, ફળ જેવા કૃષિ ઉત્પાદકોની નિકાસ ઘણી વધી રહી છે

2) ભારતમાંથી ચીનમાં સમુદ્રી ઉત્પાદકો, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ ઉત્પાદકો, ચોખા વગેરેની નિકાસ વધી છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને લીધે જે સેક્ટરમાં ભારતને લાભ મળી શકે તેમ છે, તે સેક્ટરમાં ભારત પોતાની નિકાસ વધારવાના પૂરા પ્રયાસ કરી રહ્યું છે.

3) ચીને ગયા વર્ષે જુલાઇથી જ અમેરિકી આયાત પર ભારે ટેરિફ લાદી રાખ્યું છે. આ કારણે અમેરિકી ઉત્પાદકોની કિંમત ચીનમાં ઘણી વધી ગઇ છે અને ચીની કંપનીઓ કાચા માલ માટે વેકલ્પિક આયાત પર જોર આપી રહી છે. આવામાં ભારતને લાભ થઇ રહ્યો છે.

4) અમેરિકી બજારોમાં ભારતીય એલ્યુમિનિયમની માંગ ઝડપથી વધી રહી છે. અમેરિકા દ્વારા ચીન પર પ્રતિબંધ લાદયા બાદ અમેરિકી ખરીદનાર ભારત તરફ વળી રહ્યાં છે. આને લીધે નાલ્કો, હિંડાલ્કો અને વેદાંતા જેવી ભારતીય એલ્યુમિનિયમ કંપનીઓએ પોતાનું ઉત્પાદન વધાર્યું છે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...