Home /News /business /

Facebook Marketplace શું છે અને કઈ રીતે કામ કરે છે? આ રીતે તમારા પ્રોડક્ટને કરાવી શકો છો લિસ્ટ

Facebook Marketplace શું છે અને કઈ રીતે કામ કરે છે? આ રીતે તમારા પ્રોડક્ટને કરાવી શકો છો લિસ્ટ

તમે ફેસબુક માર્કેટપ્લેસ પર ડેસ્કટોપ અથવા મોબાઇલ બંને દ્વારા સેલિંગ કરી શકો છો. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Earn Money: ફેસબુક માર્કેટપ્લેસ તમારી પોતાની દુકાન જેવું છે, જેના દ્વારા તમે ફ્રીમાં તમારા પ્રોડક્ટ વેચી શકો છો

Facebook Marketplace Tips: આજલાક સોશ્યલ મીડિયા (Social Media) ચેટિંગ અને મનોરંજન સુધી સિમિત ન રહીને કમાણીનું (Earn Money) સાધન પણ બન્યું છે. સમયાંતરે દરેક સોશ્યલ મીડિયા માધ્યમ પોતાના ગ્રાહકો માટે અવનવી સુવિધાઓ લોન્ચ કરે છે. જે તમારા વ્યવસાયને વધારવામાં આને તેનું વેચાણ વધારવામાં મદદ કરી શકે છે. ફેસબુક તે સોશ્યલ મીડિયામાંથી એક છે જે બિઝનેસ (Business) માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. ફેસબુકની (Facebook) આવી જ એક સર્વિસ છે જેનું નામ છે ફેસબુક માર્કેટપ્લેસ. તે બિઝનેસ માટે પોતાના નવી પ્રોડક્ટનો વ્યાપ વધારવા માટે અને બિઝનેસને પ્રમોટ કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. તો સૌથી પહેલા જાણીએ ફેસબુક માર્કેટપ્લેસ (Facebook Marketplace) શું છે.

શું છે ફેસબુક માર્કટપ્લેસ? (What is Facebook Marketplace?)

ફેસબુક માર્કેટપ્લેસ ફેસબુક દ્વારા લોન્ચ કરવામાં આવેલ માર્કેટપ્લેસ સર્વિસ છે જે તમને ફેસબુક દ્વારા પ્રોડક્ટ વહેંચવા કે ખરીદવાની સુવિધા આપે છે. તમારે માત્ર પ્રોડક્ટની ફોટો અપલોડ કરવાની છે અને તેને વેચવાની છે. ફેસબુક માર્કેટપ્લેસ તમારી પોતાની દુકાન જેવું છે, જેના દ્વારા તમે ફ્રીમાં તમારા પ્રોડક્ટ વેચી શકો છો. જ્યારે પણ તમારા દ્વારા લિસ્ટ કરાયેલ પ્રોડક્ટ કોઇના ધ્યાનમાં આવશે તો તે મેસેન્જર દ્વારા તમારો સંપર્ક કરી શકે છે. આમ સીધી વાતચીત દ્વારા સંભવિત ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકાય છે. તે એક એલ્ગોરિધમ પર કામ કરે છે. જે યુઝર્સને તેના દ્વારા પસંદ કરવામાં આવતી પ્રોડક્ટ્સ બતાવે છે. આપને જણાવી દઇએ કે હાલ ફેસબુક માર્કેટપ્લેસ યુએસમાં જ સપોર્ટ કરે છે.

ફેસબુક માર્કેટપ્લેસ પર કઇ રીતે કરવું સેલિંગ?

તમે ફેસબુક માર્કેટપ્લેસ પર ડેસ્કટોપ અથવા મોબાઇલ બંને દ્વારા સેલિંગ કરી શકો છો.

ડેસ્કટોપ દ્વારા (Facebook Marketplace through Desktop)

1. ફેસબુક ઓપન કરી તેમાં તમારા જે-તે આઇડી વડે લોગીન કરો.
2. ડાબી બાજુએ આવેલ માર્કેટપ્લેસ ઓપ્શન પર ક્લિક કરો.
3. Create New Listing પર ક્લિક કરો.
4. Item for Sale સિલેક્ટ કરો.
5. Add Photos પર ક્લિક કરી તમારી પ્રોડક્ટનો ફોટો અપલોડ કરો.
6. હવે તમારી પ્રોડક્ટ વિશે માહિતી ઉમેરો. કિંમતમાં 0 લખો જો તમે આઇટમને ફ્રી આઇટમ તરીકે લિસ્ટ કરાવવા ઇચ્છતા હોય. Next પર ક્લિક કરો.
7. ડિલિવરી મેથોડ સિલેક્ટ કરી અને Next પર ક્લિક કરો.
8. લિસ્ટિંગ પોસ્ટ કરવા માટે પબ્લિશ પર ક્લિક કરો.

મોબાઇલ દ્વારા (Facebook Marketplace through Smartphone)

1. ફેસબુક એપ ઓપન કરી લોગીન કરો.
2. નીચે ટૂલબારમાં આપેલ Marketplace ઓપ્શન પર ક્લિક કરો.
3. Sell સિલેક્ટ કરો.
4. પોપ-અપમાં Create New Listing સિલેક્ટ કરી Items પસંદ કરો.
5. તમારી પ્રોડક્ટ વિશે માહિતી એન્ટર કરો અને પ્રોડક્ટનો ફોટો અપલોડ કરીને Next પર ક્લિક કરો.
6. ડિલિવરી મેથોડ પસંદ કરીને Publish પર ક્લિક કરો.
7. આ વસ્તુઓ તમે માર્કેટપ્લેસ પર ન કરી શકો સેલ

માર્કેટપ્લેસ પર અમુક વસ્તુઓ તેવી પણ છે જે તમે સેલ કરી શકતા નથી. જેમાં ડિજીટલ પ્રોડક્ટ્સ, હથિયાર, બારૂદ કે વિસ્ફોટક, પ્રાણીઓ, ગેરકાયદેસર, પ્રિસ્ક્રિપ્શન અથવા ડ્રગ્સ, ઇન્જેસ્ટિબલ સપ્લિમેન્ટ્સ, રીઅલ, વર્ચ્યુએલ કે ખોટા ચલણ, ભ્રામક અથવા અપમાનજનક વસ્તુઓ.

ફેસબુક માર્કેટપ્લેસ પેમેન્ટ માહિતી (Facebook Marketplace Payment Process)

ફેસબુક માર્કેટપ્લેસ પર પેમેન્ટ પદ્ધતિ સેલર પર આધારિત છે. પરંતુ કંપની વેચાણ સમયે પેમેન્ટ કરવા માટે મેસેન્જર અથવા PayPalનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. તમે બંને પાર્ટી માટે પેમેન્ટ માટે કઇ મેથોડ વધુ શ્રેષ્ઠ છે તે મેસેન્જર દ્વારા જાણી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે પે-પલ અથવા વેન્મોન પેમેન્ટ મેથોડ તરીકે પસંદ કરો છો, પરંતુ ખરીદનાર પાસે તે નથી, તો જો તે સ્થાનિક હોય તો તમે કેશ ચૂકવવા વિશે પૂછી શકો છો. જો તમે તમારું ડેબિટકાર્ડ અથવા પે-પલ એકાઉન્ટ મેસેન્જર સાથે લિંક કર્યુ હોય તો તમે ફેસબુક મેસેન્જર દ્વારા પણ પૈસા ચૂકવી શકો છો.

શિપિંગ અને રીટર્ન્સ

જો તમે શોપ તરીકે વહેંચી રહ્યા છો તો જ તમે શિપિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તેનો અર્થ છે કે તમને શિપમેન્ટ દીઠ 5 ટકા પ્રતિ સેલિંગ ફી અથવા $8.00 અથવા તેનાથી ઓછા શિપમેન્ટ માટે $0.40નો એક સમાન ચાર્જ પણ લાગી શકે છે. એક વખત તમે ઓનલાઇન ચેકઆઉટ અને શિપિંગ પર સાઇન અપ કરો છો પછી તમારી પાસે પૂરતો સમય હશે કે તમે ખરીદનાર સુધી પ્રોડક્ટ પહોંચાડી શકો. નહીંતર ફેસબુક દ્વારા ઓર્ડર કેન્સલ કરી નાખવામાં આવશે. તમે શિપિંગ કોસ્ટ જાતે પણ ચૂકવી શકો છો અથવા ખરીદનારને પણ ચૂકવવા કહી શકો છો.

આ પણ વાંચો, October 2021 Car Discounts: આ ફેસ્ટીવ સીઝનમાં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, અહીં જાણો ડિટેલ્સ

સામાન્ય રીતે માર્કેટમાં કેટલાક શોર્ટ શબ્દોનો પણ ઉપયોગ થાય છે તો તમારે તેનાથી પણ પરિચિત રહેવું જોઇએ.
PM: personal message
OBO: or best offer
NWT: new with tags
PUP: pick-up pending
NIL: next in line

આ પણ વાંચો, હેનલે પાસપોર્ટ ઈન્ડેક્ષમાં ભારત 90મા સ્થાને, ભારતીયો 58 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકશે

સેલિંગ માટેની ટિપ્સ (Facebook Marketplace Selling Tips)

1. માર્કેટ સ્પર્ધાને ધ્યાનમાં રાખી કાળજી પૂર્વક તમારી પ્રોડક્ટના ભાવ નક્કી કરો.
2. સારી લાઇટિંગનો ઉપયોગ કરીને હાઇ ક્વોલિટી ફોટો લો.
3. સમયસર ગ્રાહકના સવાલોના જવાબ આપો.
4. પ્રોડક્ટ વિશે શક્ય તેટલી તમામ માહિતી આપો.
5. તમારી પ્રોડક્ટ સુધી લોકો ઝડપથી પહોંચી શકે તે માટે ટેગ્સનો ઉપયોગ કરો.
6. તમે ઓફર્સ અને વાતચીત માટે તૈયાર તેવી ખાતરી આપો.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Earn money, Facebook, Facebook Marketplace, Social media, ટેક ન્યૂઝ

આગામી સમાચાર