નવી દિલ્હી. જો તમે હજુ પણ પોતાનું પાન કાર્ડ (Pan Card)ને આધાર (Aadhaar Card) સાથે લિંક નથી કર્યું તો આજે જ કરી લો. આપની પાસે માત્ર 10 દિવસનો સમય બચ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax Department)એ PANનું આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન 31 માર્ચ 2021 સુધી રાખી છે. ત્યારબાદ પણ જે લોકોના પાન લિંક નહીં થયા હોય તેમને 10 હજાર રૂપિયા દંડ આપવો પડશે. તેની સાથે જ તેમનું PAN કાર્ડ નિષ્ક્રિય (Deactivate) થઈ જશે.
શું છે નિયમ?
જો આપનું PAN નિષ્ક્રિય થઈ ગયું છે અને તમે પોતાના બેંક એકાઉન્ટથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આપને 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે. સાથોસાથ પાન કાર્ડ વગર તમે મોટી રકમ કાઢી પણ નહીં શકો. સાથોસાથ નિષ્ક્રિય PANથી આવા દરેક ટ્રાન્ઝેક્શન માટે આપને દંડ ભરવો પડશે.
>> સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ. >> આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો. >> આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેન્શન થતાં સ્વેરેર ટિક કરો. >> હવે કેપ્ચા કોડ એન્ટર કરો. >> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો. >> આપનું પાન આધાર સાથે લિંક થઈ જશે.
2. SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવાની પદ્ધતિ
તેના માટે આપને પોતાના ફોન પર ટાઇપ કરવાનું રહેશે- UIDPAN ત્યારબાદ 12 અંકોવાળો Aadhaar નંબર લખો અને પછી 10 અંકોવાળો પાન નંબર લખો. હવે સ્ટેપ 1માં જણાવેલો મેસેજ 567678 કે 56161 પર મોકલી દો.
નોંધનીય છે કે, નિષ્ક્રિય PAN કાર્ડને ઓપરેટિવ કરી શકાય છે. તેના માટે આપને એક SMS કરવાનો રહેશે. આપને મેસેજ બોક્સમાં જઈને આપનો રજિસ્ટર્ડ મોબાઇલથી 12 અંકોવાળો PAN નંબર એન્ટર કર્યા બાદ સ્પેસ આપીને 10 અંકોવાળો Aadhaar નંબર એન્ટર કરવાનો રહેશે અને 567678 or 56161 પર SMS કરવાનો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર