નવી દિલ્હીઃ શું હજુ સુધી આપનું ઇન્કમ ટેક્સ રિફન્ડ (Income Tax refund) નથી થયું? ક્યાંક તમે પણ આ 3 ભૂલો નથી કરી દીધી ને. જો રિફન્ડ નથી આવ્યું તો ફટાફટ ચેક કરી લો. આપને જણાવી દઈએ કે અનેકવાર તો ટેક્સપેયર્સને રિફન્ડ સપ્તાહની અંદર જ મળી જાય છે અને અનેકવાર ઘણો ટાઇમ લાગી જાય છે. જાણી લો કે આપનું ટેક્સ રિફન્ડ સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય છે અને કયા કારણોથી આપનું રિફન્ડ આવવામાં વિલંબ થઈ રહી છે.
નોંધનીય છે કે, જો તમે બેંકની વિગતો ખોટી ભરશો કે કંઈક ગડબડ કરી દેશે તો આપનું રિફન્ડ મળવામાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત બેંક અકાઉન્ટનું પ્રીવેલિડેટ નહીં થવાના કારણે પણ રિફન્ડ મળવામાં વિલંબ થઈ શકે છે. સાથોસાથ જો આપનું આઇટીઆર વેરિફાઇડ નહીં હોય તો પણ રિફન્ડ મળવામાં સમય લાગશે.
ઇન્કમ ટેક્સ રિફન્ડ સ્ટેટસ તપાસ કરવાની પદ્ધતિ
1. NSDLની વેબસાઇટ પર ચેક કરો-
- તમે www.incometaxindia.gov.in કે પછી www.tin-nsdl.com પર ઓનલાઇન પોતાનું રિફન્ડ સ્ટેટસ જાણી શકો છો.
- આ બંને પૈકી કોઈ પણ વેબસાઇટ પર લોગ- ઇન કરો અને Status of Tax Refunds ટેબ પર ક્લિક કરો.
- આપનો PAN અને અસેસમેન્ટ યરની વિગતો ભરો જે વર્ષનું રિફન્ડ પેન્ડિંગ છે.
- જો ડિપાર્ટમેન્ટે રિફન્ડ પ્રોસેસ કરી દીધું છે તો આપને એક મેસેજ મળશે મોડ ઓફ પેમેન્ટ, રેફરન્સ નંબર, સ્ટેટસ અને રિફન્ડની તારીખનો ઉલ્લેખ હશે.
- જો રિફન્ડ પ્રોસેસ નહીં થયું હોય કે નહીં આપવામાં આવ્યું હોય તો આવો મેસેજ આવશે.
ઇન્કમ ટેક્સ ભરનારાનો નાણાકીય વર્ષમાં અંદાજિત રોકાણ દસ્તાવેજોના આધાર પર એડવાન્સ ટેક્સ કાપવામાં આવે છે. પરંતુ જ્યારે નાણાકીય વર્ષના અંત સુધી તે ફાઇનલ દસ્તાવેજ જમા કરાવે છે ત્યારે જો હિસાબ કરતાં ધ્યાનમાં આવે છે કે ટેક્સ વધુ કાપવામાં આવ્યો છે અને તેમને ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી નાણા પરત લેવાના છે તો તે તેના માટે આઇટીઆર દાખલ કરી રિફન્ડ માટે એપ્લાય કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર