Home /News /business /Smart Investment: માર્કેટમાં બંપર કમાણી કરવાનો આ છે સિક્રેટ ફોર્મ્યુલા, નુકસાનમાં પણ થશે જંગી નફો
Smart Investment: માર્કેટમાં બંપર કમાણી કરવાનો આ છે સિક્રેટ ફોર્મ્યુલા, નુકસાનમાં પણ થશે જંગી નફો
રોકાણની આ સિક્રેટ ફોર્મ્યુલા નવા વર્ષમાં તમારા રુપિયા ડબલ પણ કરી શકે છે.
જો તમે વર્ષમાં રુપિયા બચાવ્યા છે તો આગામી નવા વર્ષ 2023માં એવી કઈ જગ્યાએ રોકાણ કરશો જેમાં તગડું રિટર્ન મળી શકે? તો પહેલા જ મહિનાથી તમારા માટે અમે એક ખાસ ફોર્યુલા લઈ આવ્યા છે જનો ઉપયોગ રોકાણના માંધાતાઓ પણ કરે છે.
નોકરી (Job) મળતાની સાથે જ યુવાનો પોતાના શોખ પૂરા કરવા લાગી જાય છે અને તેની ઘેલછામાં બચત અને રોકાણ (Savings & Investment) પણ ઓછું ધ્યાન આપે છે. આમ કરતા ક્યારે 30 વર્ષની ઉંમરે પહોંચી જાય છે તેનો ખ્યાલ યુવાનોને રહેતો જ નથી. ત્યાં જ લગ્ન અને બાળકોની જવાબદારીમાં મહિનાની સલેરી (Invest your Salary) પણ ઓછી થવા લાગે છે. અને હવે જ્યારે બચત અને રોકાણનો વિચાર આવે તો અશક્ય બની જાય છે, પછી ભાન થવા લાગે છે કે જીવનના મોજશોખમાં બચત અને રોકાણ (How to Invest & Save Money) પર ધ્યાન રહ્યું જ નહીં.
મોટાભાગના લોકોએ જીવનસાથી અથવા વીમા એજન્ટ દ્વારા કેટલીક જીવન વીમા એન્ડોવમેન્ટ પોલિસી લીધી છે. કારણ કે તેને સરકાર તરફથી કરમુક્તિનો લાભ મળે છે, તેથી વીમા એજન્ટે મહત્તમ પ્રીમિયમવાળી પોલિસી વેચીને પોતાનું કામ કર્યું છે અને વર્ષો સુધી તમારા પ્રીમિયમથી તેની કમિશનની કમાણી સુનિશ્ચિત કરી લે છે. પગારમાં નોંધપાત્ર વધારો થયો હોય તો તેમાં કેટલીક મિલકતમાં રોકાણ થાય તે નક્કી થાય છે, તે એકમાત્ર ડિપોઝિટ હોવાનું જણાય છે. એટલે કે, બેંકમાં પોલિસી અને પ્રોપર્ટી અને બેંક બેલેન્સ, તેને જોઇને પૈસા ભેગા થતા હોવાનો ભ્રમ જળવાઇ રહે છે.
આ બાબતને સારી કે યોગ્ય ન ઠેરવી શકાય. બેંક બેલેન્સ, પ્રોપર્ટી તેમજ અલગ અલગ એકાઉન્ટમાં રોકાણ અને પૈસા જુઓ જે વર્ષો વર્ષ વધે છે અને જ્યારે તમે તેને જોશો તો તમારું મગજ કામ કરતું બંધ થઇ જાય. તેથી એક સ્માર્ટ સેવિંગ અને રોકાણનો પ્લાન બનાવવો જોઇએ.
તમારે પૈસા કમાતા શીખવું જરૂરી છે. તેનો અર્થ એવો નથી કે નોકરી બદલવી કે આ જ નોકરી કરતી રહેવી. પૈસા કમાવાની સાથે તેની બચત વિશે વિચારવું પણ જરૂરી છે. તે બચતનું શું કરવું અને તેનું રોકાણ કઇ રીતે કરવું તેની સમજ હોવી પણ જરૂરી છે.
ક્યારેય ન કરશો આ ભૂલ
સેવિંગ એકાઉન્ટમાં પડેલા પૈસા તમારા માટે નુકસાનની ડિલ છે. લોકો તેને બ્લંડર કહે છે. આજની તારીખમાં સેવિંગ એકાઉન્ટમાં 3-4 ટકાના દરે વ્યાજ મળે છે અને બહાર મોંઘવારી 6-7 ટકા વાર્ષિક દરે વધી રહી છે. તો હવે જોઆપણે મોંઘવારીના હિસાબે આપણા પૈસાનું રીટર્ન નથી મેળવી શકતા તો આ નુકસાન નથી તો શું છે. તેથી પૈસાનું રોકાણ એ રીતે કરવું કે તેનું રીટર્ન મોંઘવારીના દર કરતા વધારે મળી શકે. તેવામાં તમે એફડી કરી શકો છો, જેમાં સેવિંગ એકાઉન્ટની સરખામણીમાં વધારે વ્યાજ દર મળે છે.
એફડી એવા સમયે કરવી જ્યારે વ્યાજદર વધારે હોય. તેનાથી લાંબા સમયે તમને લાખો રૂપિયાનો તફાવત જોવા મળશે.
પૈસા બચાવ્યા બાદ તેનું શું કરવું
સૌ પ્રથમ તમારો અને તમારા પરીવારનો જે માસિક ખર્ચ છે, તેનાથી 6 ગણા પૈસા એકઠા કરો અને તેની એફડી કરાવો. ત્યાર બાદ મ્યુચ્યુઅલ ફંડ આવે છે. મ્યુચ્યુઅલ ફંડ સેબી રેગ્યુલેટ કરે છે. તેથી સેબી તે વાતનું ધ્યાન રાખે છે કે કંપનીઓ નિયમાનુસાર કાર્ય કરે અને રોકાણકારોના પૈસા સુરક્ષિત રહે.
મ્યુચ્યુઅલ ફંડથી ડર શેનો
જો તમને શેર બજારની પૂરતી જાણકારી નથી તો તેમાં પડવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેથી SIP એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની પસંદગી પણ ખૂબ સમજી અને વિચારપૂર્વક કરવી. બજાર સ્થિર હોય અને ભવિષ્યમાં ઉપર જવાની સંભાવના હોય તો લાર્જ કેપ વાળા ફંડ્સમાં રોકાણ બેસ્ટ છે. શક્ય હોય તો કોઇ એડવાઇઝરની સલાહ લેવી. એસઆઇપી પસંદ કરતી વખતે ફંડ્સનું રેટિંગ અવશ્ય તપાસો. જે ફંડ્સની રેટિંગ 4-5 સ્ટાર હોય તેને પસંદ કરવા જોઇએ. આપને જણાવી દઇએ કે જો બ્રોકરની મદદ લેશો તો તમને બ્રોકરેજ લાગશે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ખતરો
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું જોખમ ઉઠાવતા પહેલા લોકો બજારની હલચલથી ડરી જાય છે. તેમનું માનવું છે કે, જો બજાર નીચે જશે તો ફંડ્સ પણ નીચે જશે. વાતમાં સત્યતા તો છે. બજારમાં કડાકો થશે તો ફંડ્સમાં પણ ઘટાડો આવશે. નુકસાન થવાની શક્યતા તો છે જ.
આનો સૌથી સરળ રસ્તો છે કે તમારે દિવસમાં 1-2 વખત અથવા સપ્તાહમાં 3-4 વખત સ્ટોક માર્કેટ પર નજર રાખવી પડશે. એટલે કે માર્કેટને ટ્રેક કરો. જો માર્કેટ પીકથી 20 ટકા ઘટે તો લાર્જ કેપમાંથી મિડ કેપમાં સ્વિચ કરી લો. આવું એટલા માટે કારણ કે જ્યારે મોટી કંપનીઓના શેર 20-30 ટકા તૂટશે ત્યારે સ્મોલ 50-60 ટકા તૂટશે. તેથી તેને ખરીદવામાં ફાયદો થશે. એટલે કે જ્યારે બજાર સ્થિર થઇ જશે તો તમે નફામાં આવી જશો. બજાર જ્યારે રિકવર મોડમાં હોય ત્યારે તમે લાર્જ કેપમાં ચાલ્યા જાવ.
પૈસા તમારા તો રિસ્ક પણ તમારું
આપને જણાવી દઇએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં બજારનું જોખમ સાથે આવે છે. તેથી જરૂરી છે કે તમે કોઇ સારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો સંપર્ક કરો અને સલાહ સાથે રોકાણ કરો. યાદ રાખો કે પૈસા તમારા છે તો જોખમ પણ તમારું જ છે. નુકસાન થાય કે નફો બંને તમારા જ હાથમાં રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર