Home /News /business /શેરબજારમાં STTને લઈને સરકારે કરી મહત્વની જાહેરાત, નિયમોમાં થયો આ મોટો ફેરફાર

શેરબજારમાં STTને લઈને સરકારે કરી મહત્વની જાહેરાત, નિયમોમાં થયો આ મોટો ફેરફાર

STTને લઈને થયો મોટો ખુલાસો

એસટીટી હજુ ઈક્વિટી અને ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન પર લાગે છે. વેચાણના કિસ્સામાં ફ્યૂચર અને વિકલ્પો STTના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. ફ્યૂચક અને ઓપ્શન ટ્રાન્ઝેક્શન પર દર ઈક્વિટીના પ્રમાણમાં ઓછા હોય છે. આવું જરૂરી છે કારણ કે આવા કોન્ટ્રાક્ટનું મૂલ્ય કાલ્પનિક છે. ઈક્વિટી ફંડોના વેચાણ પર પણ એસટીટી લાગે છે. તેનો અર્થ છે કે, જો તમે ઈક્વિટી ફંડ રિડીમ કરો છો, તો વેચાણના મૂલ્ય પર તમને એસટીટી આપવો પડે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સિક્યોરિટી ટ્રન્ઝેક્શન ટેક્સને પહેલી વાર વર્ષ 2004ના સામાન્ય બજેટમાં લાગવામાં આવ્યો હતો. એસટીટી એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે. તે સીધો જ રોકાણકાર/ટ્રેડર પર લાગવાની જગ્યાએ બ્રોકર પર લગાવવામાં આવે છે. બદલામાં બ્રોકર તેના ક્લાયન્ટ પાસેથી કલેક્ટ કરે છે અને સરકારને જમા કરે છે. ભલે નફો થયો હોય કે નુકસાન રોકાણકાર કે ટ્રેડરને આ ટેક્સ આપવો જ પડે છે. જાણકારી અનુસાર, નાણા મંત્રાલયે વિકલ્પના વેચાણ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને લઈને ફેલાયેલા ભ્રમને દૂર કરી દીધો છો. તેમણે કહ્યું કે, ટાઈપિંગની ભૂલના કારણે ભ્રમ ફેલાયો છે અને સરકાર આ ભૂલને સુધારવા માટે બિલમાં વધુ સુધારો કરશે.

ક્યાં ક્યાં લાગે છે STT?


એસટીટી હજુ ઈક્વિટી અને ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન પર લાગે છે. વેચાણના કિસ્સામાં ફ્યૂચર અને વિકલ્પો STTના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. ફ્યૂચક અને ઓપ્શન ટ્રાન્ઝેક્શન પર દર ઈક્વિટીના પ્રમાણમાં ઓછા હોય છે. આવું જરૂરી છે કારણ કે આવા કોન્ટ્રાક્ટનું મૂલ્ય કાલ્પનિક છે. ઈક્વિટી ફંડોના વેચાણ પર પણ એસટીટી લાગે છે. તેનો અર્થ છે કે, જો તમે ઈક્વિટી ફંડ રિડીમ કરો છો, તો વેચાણના મૂલ્ય પર તમને એસટીટી આપવો પડે છે.

આ પણ વાંચોઃ રૂપિયા ડબલ કરવા હોય તો આ યોજનામાં જ કરાય રોકાણ, સરકાર પોતે આપે છે સુરક્ષાની ગેરન્ટી

ફાઈનાન્સ બિલમાં કહેવામાં આવ્યું છે કે, ઓપ્શન વેચાણ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને 0.017 ટકાથી વધારીને 0.021 ટકા કરી દેવામાં આવ્યો છે. તેનાથી ઓપ્શન ટ્રેડર્સની વચ્ચે મૂંઝવણ ઊભી થઈ છે. કારણકે, ઓપ્શન પર પહેલાથી જ 0.05 ટકા ટેક્સ લાગેલો છે.

તેથી એવું લાગી રહ્યું હતુ કે, ટેક્સ વધારવામાં નહિ ઘટાડવામાં આવ્યો છે. આ પર નાણા મંત્રાલયે કહ્યું કે, ટાઈપિંગમાં ભૂલ છે અને દરો વાસ્તવમાં 0.05 ટકા વધારીને 0.062 ટકા કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

ICAI ના પૂર્ણ અધ્યક્ષ વેદ જૈને CNBC TV18 HINDI સાથે વાતચીતમાં કહ્યું કે, 2016 ફાઈનાન્સ એક્ટ દ્વારા એસટીટી દરોને 0.017 ટકાથી વધારીને 0.05 ટકા કરી દેવામાં આવ્યો છે.



એટલે કે, હાલ 1 કરોડની ટ્રેડ વેલ્યૂ પર હજુ સુધી 5,000નો એસટીટી છે અને તે આગળ જતા 6,250 થઈ જશે. જો કે, બિલમાં તેની જગ્યાએ દરોને 1700થી વધારીને 2100 કરવાની વાત લખી હતી. જેના પર હવે સ્પષ્ટકા કરી દેવામાં આવી છે.
First published:

Tags: Business news, Investment, Stock market