કોરોનાને કારણે અમદાવાદમાં હાઉસિંગ સેલ્સનું વેચાણ 61% ઘટ્યું : રિપોર્ટ

કોરોનાને કારણે અમદાવાદમાં હાઉસિંગ સેલ્સનું વેચાણ 61% ઘટ્યું : રિપોર્ટ
નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બધા આઠ પ્રમુખ શહેરોમાં રેસિન્ડિયલ મકાનાન વેચાણમાં ઘટાડો થયો છે

નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બધા આઠ પ્રમુખ શહેરોમાં રેસિન્ડિયલ મકાનાન વેચાણમાં ઘટાડો થયો છે

 • Share this:
  નવી દિલ્હી : પ્રોપર્ટી સલાહકાર નાઇટ ફ્રેંક ઇન્ડિયાના (Knight Frank India)રિપોર્ટ પ્રમાણે કોવિડ-19ની મહામારીના કારણે દિલ્હી-એનસીઆરમાં મકાનોના વેચાણ (Residential sale)છેલ્લા વર્ષ દરમિયાન વાર્ષિક આધાર પર 50 ટકા ઘટીને 21,234 યૂનિટ રહ્યા છે. નાઇટ ફ્રેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું કે 2020માં આઠ પ્રમુખ શહેરોમાં આવાસીય સંપત્તિઓનું વેચાણ ઘટીને 1,54,534 યુનિટ રહ્યું છે. જે ગત વર્ષે 2,45,861 યુનિટ હતું.

  નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બધા આઠ પ્રમુખ શહેરોમાં રેસિન્ડિયલ મકાનાન વેચાણમાં ઘટાડો થયો છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad)સૌથી વધારે ઘટાડો થયો છે. પૂણેમાં સૌથી ઓછો ઘટાડો નોંધાયો છે. આંકડા પ્રમાણે પૂણેમાં ગત વર્ષે રેસિન્ડિયલ સેલ 18 ટકા ઘટીને 26,919 યુનિટ રહ્યા છે. જે એક વર્ષ પહેલા 32,809 યુનિટ હતા. મુંબઈમાં (Mumbai)વેચાણ 20 ટકા ઘટ્યું છે.  આ પણ વાંચો - Aadhaar કાર્ડમાં કયો મોબાઈલ નંબર કરાવ્યો છે રજિસ્ટર્ડ, આવી રીતે મિનિટોમાં જાણો

  નાઇટ ફ્રેંક ઇન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંપત્તિઓના રજીસ્ટર પર અસ્થાયી રુપથી સ્ટેમ્પ શુલ્કમાં કટૌતી પછી 2020ના અંતિમ ચાર મહિના દરમિયાન મુંબઈ અને પૂણેમાં વેચાણ વધ્યું છે.

  દિલ્હી-એનસીઆરમાં 2020 દરમિયાન રેસિન્ડિયલ સેલ 50 ટકા ઘટીને 21,234 યુનિટ રહ્યા છે. જે એક વર્ષ પહેલા 42,828 યુનિટ હતા. રેસિન્ડિયલ સેલમાં અમદાવાદ સૌથી વધારે પ્રભાવિત થયું છે. અમદાવાદમાં રેસિન્ડિયલ સેલ 61 ટકા ઘટીને 6506 યુનિટ થયા છે.
  Published by:Ashish Goyal
  First published:January 06, 2021, 23:31 pm

  ટૉપ ન્યૂઝ