Home /News /business /

Buy House: આ જ છે ઘર ખરીદવા માટે શ્રેષ્ઠ સમય, જાણો શા માટે

Buy House: આ જ છે ઘર ખરીદવા માટે શ્રેષ્ઠ સમય, જાણો શા માટે

ઘર ખરીદવાનો યોગ્ય સમય

Indian Housing Market: હાલના સમયમાં જે પ્રકારે મકાનના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈ હવે દેશભરમાં મકાનોની કિંમતો પણ વધી રહી છે.

નવી દિલ્હી: ભારતનું હાઉસિંગ માર્કેટ (housing market) માં 2021ના ​​બીજા ભાગમાં સરકારી પહેલ, રેકોર્ડ- લો ઈન્ટર્સેટ રેટ, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, વરેક ફ્રોમ હોમ મેન્ડેટ્સ અને કસ્ટમર રિવીવલના ગ્રીન શૂટને કારણે માંગમાં વધારો જોવા મળે છે. હાઉસિંગ ફાઇનાન્સર્સ-બેંક (housing financiers-banks) અને નોન-બેંક ધીરાણકર્તાઓ (non-bank lenders) દ્વારા વધારાની ઑફર્સ અને લાભોએ પણ મિલકત અને હોમ ઓનરશીપ તરફ ગ્રાહકોને આકર્ષ્યા છે.

પ્રોપર્ટીના વેચાણમાં વધારો

મોટા શહેરોમાં હાઉસિંગનું વેચાણ અત્યારસુધીના ઉચ્ચ સ્તરે છે અને આ માંગનો મોટો હિસ્સો એન્ડ યૂઝ બાયર્સ (end-use buyer) નો છે.

ટોચના સાત શહેરોમાં હાઉસિંગ ઇન્વેન્ટરી પણ ડિસેમ્બરમાં 32 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. ઉપભોક્તા પેટર્નમાં રસપ્રદ ફેરફાર અને મેટ્રોના આસપાસના વિસ્તારોમાં મકાનોનું વેચાણ વધુ હતું. સેમી અર્બન માંગ મેટ્રોની માંગ કરતાં ઘણી વધુ ઉંચી છે, વર્ક-ફ્રોમ કલ્ચર અને ઘણી MNCs અને સ્ટાર્ટ-અપ્સને કારણે ઓફિસની નિકટતાની પળોજણમાં ઘટાડો થયો છે, આ સાથે જ ખર્ચ પ્રત્યે સભાન કંપનીઓ 2022 માં હાઇબ્રિડ મોડલ પર વિચાર કરી રહી છે.

આરબીઆઈનો ડેટા

આરબીઆઈના ડેટા દર્શાવે છે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ એપ્રિલ-ઓક્ટોબર 2021માં રૂ. 2.11 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 14 ટકા વધુ છે. ધીરાણકર્તાઓમાં હોમ લોનની વૃદ્ધિ ડિસેમ્બર 2021 સુધીમાં પ્રી-કોવિડ સ્તરને વટાવી ગઈ છે. બેંકો પણ 2022 માં હોમ લોન માર્કેટ શેર પર વધુને વધુ નજર રાખી રહી છે.

પ્રોપર્ટીના ભાવોમાં થઈ રહ્યો છે વધારો

હાલના સમયમાં જે પ્રકારે મકાનના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈ હવે દેશભરમાં મકાનોની કિંમતો પણ વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંકલિત નવીનતમ ઓલ ઈન્ડિયા હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ (All-India Housing Price Index) અગાઉના ત્રિમાસિક ગાળામાં 2.7 ટકા અને એક વર્ષ અગાઉના સમયગાળામાં 2.8 ટકા વૃદ્ધિની તુલનામાં નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 2 ટકા વધ્યો હતો.

સીમેન્ટ અને સ્ટીલ જેવી સામગ્રી માટેના ઇનપુટ ખર્ચમાં વધારો થવા જેવા પરિબળો બાંધકામ ખર્ચ અને એકમોના ભાવમાં વધારો કરે છે અને 2021 માં ઇન્વેન્ટરી ઓવરહેંગમાં નોંધપાત્ર ઘટાડો જેવી તમામ વાતો આગામી ક્વાર્ટરમાં હાઉસિંગના દરમાં સંભવિત વધારા તરફ દોરી જાય છે.

ઘર ખરીદવા પર સરકાર તરફથી પ્રોત્સાહન

ઈન્ફ્લેશન પ્રિન્ટમાં તાજેતરના પિક-અપ પછી RBI દ્વારા વ્યાજ દરોમાં વધારાની વધતી જતી સંભાવના સાથે આ પરિબળોનો સંગમ નવા મકાન ખરીદવા માટે આ એક આદર્શ સમય બનાવે છે. વધુમાં, પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) (ગ્રામીણ) હેઠળ ઓફર કરવામાં આવતી સબસિડીઓ પણ માર્ચ 2022 માં સમાપ્ત થવાની તૈયારીમાં છે. કેન્દ્રીય બજેટ 2022 પણ આવાસને પ્રોત્સાહન આપે તેવી શક્યતા છે, કારણ કે ભારતમાં ઘરની માલિકી ઓછી છે. ઓછીથી મધ્યમ આવક ધરાવતા ભારતીયો માટે આવાસને આ બજેટમાં પ્રોત્સાહન આપવામાં આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, હાઉસિંગની કિંમતો ઈન્ફ્લેશન અને વ્યાજદરો બંને સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ-આધારિત ઈન્ફ્લેશન પ્રિન્ટ ડિસેમ્બરમાં 5.6 ટકાની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે વાર્ષિક ધોરણે 7 ટકા જેટલો ઊંચો હતો. આ વધારો જૂન 1982 પછીનો સૌથી ઝડપી 12 મહિનાનો વધારો હતો. ફેબ્રુઆરીમાં RBIની આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં RBIને નીતિ દરોમાં વધારો કરવાની ફરજ પાડી શકે છે. મોટા ધીરાણકર્તાઓએ પહેલેથી જ આ સંભાવનાને ધ્યાનમાં લેવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: હોમ લોન પર ઘર ખરીદવાથી આવી રીતે મળે છે ટેક્સ બેનિફિટ્સ, અહીં જાણો બધું જ

હોમલોન પર આકર્ષક વ્યાજદરો

બેંકો અને હોમ લોન કંપનીઓ તરફથી ઑફર પરના વર્તમાન સ્પર્ધાત્મક વ્યાજદરો હાલના હોમ લોન લેનારાઓને શ્રેષ્ઠ દર ઑફર કરનાર હોમ લોન ધીરાણકર્તાઓ તરફ સ્વિચ કરવાની તક આપે છે. બેલેન્સ હોમ લોન અન્ય ધીરાણકર્તાને ટ્રાન્સફર કરતી વખતે ગ્રાહકો કેટલાક લાભો પણ લઈ શકે છે. જોકે, ફાઈન પ્રિન્ટ વાંચીને ગ્રાહકોએ સાવચેતી પૂર્વક હોમલોનની પસંદગી કરવી જોઈએ.

વિવિધ ધીરાણકર્તાઓ દ્વારા ઓફર કરાયેલા દરોની તુલના કરવા ઉપરાંત નીચા દરો માસિક ચૂકવણીમાં ઘટાડા અથવા લોનની મુદતમાં ઘટાડા સાથે ફાયદાકારક છે કે કેમ? તે પણ ગ્રાહકોએ તપાસવું જોઈએ. તેઓએ હોમ લોન સ્વિચ કરવાનું નક્કી કરતા પહેલા કોઈપણ છૂપાયેલા ખર્ચ, પ્રી-ક્લોઝર ચાર્જ અને એકંદર માસિક હપ્તાઓ પર તેની અસર પણ અચૂક જોવી જોઈએ.

ટોપ-અપ લોન

ગ્રાહકો તેમના ઘરોને રીનોવેટ આપવા અથવા ટોપ અપ કરવા માંગતા હોય તો તેઓ ટોપ-અપ અથવા હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન પણ પસંદ કરી શકે છે. આ લોન પરના દરો સામાન્ય રીતે પર્સનલ લોનની સરખામણીમાં ઘણા ઓછા હોય છે અને ગ્રાહકોને તેમના ઘરોને વધુ સારું બનાવવા માટે તેમની બચત વાપરતા અથવા અન્ય કોઈ રીતે પૈસા વાપરતા અટકાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: શું તમારે હોમ લોન પૂર્ણ થઈ ગઈ છે? EMI તરીકે જે રકમ ચૂકવતા હતા તે બચતનું હવે શું કરશો?

નીચા વ્યાજદરો

પ્રથમ વખત ઘર ખરીદનાર ક્રેડિટ ગ્રાહકો માટે, સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકો, વ્યાવસાયિકો અને પગારદાર ગ્રાહકો બધાને વર્તમાન નાણાકીય વર્ષમાં ઘર ખરીદવાથી લાભ થશે. પ્રોપર્ટીની ઓછી કિંમતો, નીચા દરો અને ઓફર પર વધારાના લાભો જોતાં હાલ ઘર ખરીદવું એક સારો નિર્ણય છે. જ્યારે ધીરાણકર્તાઓ દ્વારા નીચા દરોએ છેલ્લા કેટલાક મહિનામાં ઘરના વેચાણ અને હાઉસિંગ ફાઇનાન્સમાં વૃદ્ધિને મદદ કરી છે, ત્યારે આગામી નાણાકીય વર્ષમાં દરો ટકી રહેવાની શક્યતા નથી. તે પછી હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન પસંદ કરવાનું પણ અર્થપૂર્ણ બને છે. કારણ કે, ધીરાણકર્તાઓનો અમુક વર્ગ આગામી મહિનામાં દરોમાં વધારો કરવા માંગે છે.
First published:

Tags: Bank, Property, આરબીઆઇ, હોમ લોન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन