સારા સમાચાર: 100 રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસ સિલિન્ડર

તાજા ઘટાડા બાદ ગ્રાહકોને 142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસીડી રકમ મળવા પર જુલાઈ 2019માં સિલિન્ડરનો પ્રભાવી દર 494.35 રૂપિયા બેસસે.

તાજા ઘટાડા બાદ ગ્રાહકોને 142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસીડી રકમ મળવા પર જુલાઈ 2019માં સિલિન્ડરનો પ્રભાવી દર 494.35 રૂપિયા બેસસે.

  • Share this:
    સબસિડી વગરના ઘરેલૂ એલપીજી સિલિન્ડરના બાવમાં 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક જુલાઈથી દિલ્હીમાં ઘરેલુ વપરાશનો ગેસ સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેલ કંપનીઓએ જાણકારી આપી છે.

    સબસિડી વગરના ઘરેલૂ ગેસ સિલિન્ડરના બજાર મૂલ્યમાં ઘટાડો થવાની સાથે જ સબસીડિવાળા ઘરેલુ સિલિન્ડર માટે પણ રિફીલ લેતા સમયે 100.50 રૂપિયા ઓછા આપવા પડશે. સબસિડીવાળા સિલિન્ડરના ઘરેલુ ગ્રાહકોને 1 જુલાઈથી રિફીલ પ્રાપ્ત થવા પર 737.50 રૂપિયાના બદલે 637 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.

    સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને રવિવારે આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં આવેલા ફેરફારના પ્રભાવથી એલપીજી સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં ઘટાડો થયો છે નવા દર એક જુલાઈથી પ્રભાવીત થશે. સબસિડીયુક્ત રસોઈ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોએ બાટલો લેતા સમયે બજાર મુલ્ય પ્રમાણે ચૂકવણી કરવાની રહે છે.

    ત્યારબાદ સબસીડિ રાશી ગ્રાહકોના બેન્ક ખાતામાં નાખી દેવામાં આવે છે. ઉપભોક્તાઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળે છે. એલપીજી સિલિન્ડરના મુલ્યમાં આવેલા તાજા ઘટાડા બાદ ગ્રાહકોને 142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસીડી રકમ મળવા પર જુલાઈ 2019માં સિલિન્ડરનો પ્રભાવી દર 494.35 રૂપિયા બેસસે.
    Published by:kiran mehta
    First published: