Home /News /business /

હોટલ, રેસ્ટોરન્ટ્સ હવે નહી વસૂલી શકે સર્વિસ ચાર્જ, CCPAની ગાઈડલાઈન જાહેર

હોટલ, રેસ્ટોરન્ટ્સ હવે નહી વસૂલી શકે સર્વિસ ચાર્જ, CCPAની ગાઈડલાઈન જાહેર

હોટલ, રેસ્ટોરન્ટ્સ હવે નહી વસૂલી શકે સર્વિસ ચાર્જ, CCPAની ગાઈડલાઈન જાહેર

consumer rights : જો કોઈ ઉપભોક્તાને જણાય કે હોટેલ અથવા રેસ્ટોરન્ટ (Hotels restaurants) માર્ગદર્શિકા (guidelines) નું ઉલ્લંઘન કરી સર્વિસ ચાર્જ વસૂલી રહી છે, તો ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) 1915 પર કૉલ કરીને અથવા NCH મોબાઈલ એપ પર ફરિયાદ નોંધાવી શકે છે,

વધુ જુઓ ...
    સોમવારે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, CCPAએ એક ગાઈડલાઈન જાહેર કરી છે, હોટલ અને રેસ્ટોરન્ટને ફૂડ બિલમાં ઑટોમૅટિક રીતે અથવા ડિફૉલ્ટ રીતે બિલમાં સર્વિસ ચાર્જ (service charge) ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અયોગ્ય વેપાર પધ્ધતિ અને ગ્રાહક અધિકારોના (consumer rights) ઉલ્લંઘનને રોકવા માટે ગ્રાહક સુરક્ષા સત્તાધિકારીએ, હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા વસૂલાતા સર્વિસ ચાર્જ માટે માર્ગદર્શિકા (guidelines) જાહેર કરી હતી.

    ગ્રાહક સુરક્ષા સંબંધિત મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, "સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ હોટલ અને રેસ્ટોરન્ટમાં લેવાતાં સર્વિસ ચાર્જ દ્વારા ગ્રાહકના અધિકાર ઉલ્લંઘન અને અયોગ્ય વેપાર પદ્ધતિને રોકવા માર્ગદર્શિકા જાહેર કરી છે." આવો વિસ્તારમાં જાણીયે જાહેર કરાયેલી માર્ગદર્શિકાની માહિતી વિશે

    રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ પર CCPAની શું છે ગાઈડલાઈન?

    - CCPA માર્ગદર્શિકા મુજબ, હોટલ અથવા રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરી શકાશે નહીં.

    - અન્ય કોઈ નામથી પણ સર્વિસ ચાર્જની વસૂલાત કરવામાં નહીં આવે. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરશે નહીં, અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ વૈકલ્પિક છે, તેની ચુકવણી ગ્રાહકની મરજી ઉપર છે.

    - એન્ટ્રી અથવા અન્ય સેવાઓ માટે સર્વિસ ચાર્જની વસૂલાત માટે ગ્રાહકો પર કોઈ દબાણ કરવામાં આવશે નહીં

    - બિલ સાથે તેને ઉમેરીને કુલ રકમ પર GST લગાવી સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

    ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે

    જો ગ્રાહકને લાગે કે તેની પાસેથી કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ફી વસૂલવામાં આવી છે, તો તેના માટે CCPAએ ફરિયાદ દાખલ કરવા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે

    ગ્રાહક બિલની રકમમાંથી સર્વિસ ચાર્જ દૂર કરવા હોટેલ અથવા રેસ્ટોરન્ટને વિનંતી કરી શકે છે. જો કોઈ ઉપભોક્તાને જણાય કે હોટેલ અથવા રેસ્ટોરન્ટ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી સર્વિસ ચાર્જ વસૂલી રહી છે, તો ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) 1915 પર કૉલ કરીને અથવા NCH મોબાઈલ એપ પર ફરિયાદ નોંધાવી શકે છે,

    ઉપભોક્તા સંસ્થા વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં પણ ફરિયાદ કરી શકે છે. ફરિયાદના ઝડપી અને અસરકારક ઉકેલ માટે, તે ઇ-પોર્ટલ www.e-daakhil.nic.in દ્વારા ઓનલાઇન ફાઇલ કરી શકે છે. વધુમાં, ગ્રાહક CCPA દ્વારા તપાસ અને આગળની કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટરને ફરિયાદ નોંઘાવી શકે છે. CCPA ને com-ccpa@nic.in પર ઈ-મેલ દ્વારા પણ ફરિયાદ મોકલી શકાય છે.

    મોટી સંખ્યામાં ગ્રાહકો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

    CCPAએ સોમવારે જણાવ્યું હતું. કે “સર્વિસ ચાર્જ વસૂલવા અંગે ગ્રાહકો દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) માં સંખ્યાબંધ ફરિયાદો નોંધવામાં આવી છે. ગ્રાહકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દામાં રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ચાર્જ ફરજિયાત અથવા તેને ડિફોલ્ટ રૂપે બિલમાં ઉમેરવામાં આવે છે, પરંતુ આવો ચાર્જ ચૂકવવો વૈકલ્પિક છે, અને જો ગ્રાહકો સર્વિસ ચાર્જ ચૂકવવાનો વિરોધ કરે છે ત્યારે ગ્રાહકો ઘણીવાર શરમજનક સ્થિતિમાં મુકાય છે" સર્વિસ ચાર્જ વસૂલવા સંબંધિત પાછળ કેસોમાં પણ ગ્રાહક કમિશન દ્વારા ગ્રાહકોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે,

    આ પણ વાંચોBusiness Idea : કપલ્સને ભેગા કરી કમાઓ રૂપિયા, ખુબજ ઓછા ખર્ચે શરૂ કરો મેરેજ બ્યુરો

    એક મહિનાની મીટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો

    રેસ્ટોરન્ટ્સ દ્વારા વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જ અંગેની ફરિયાદોને પગલે સરકારે રેસ્ટોરન્ટ સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ ગ્રાહકો સાથે બેઠક યોજ્યા ના એક મહિના બાદ આ માર્ગદર્શિકા જાહેર થઈ છે. મીટિંગમાં, ગ્રાહક સુરક્ષા વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટ એસોસિએશનો માને છે કે, આ પ્રથા કાયદેસર છે, પણ ઉપભોક્તા સંબંધિત વિભાગનું માનવું છે કે, સર્વિસ ચાર્જ વસૂલવાથી ગ્રાહકોના અધિકારો પર વિરોધી અસર થાય છે અને આ "અયોગ્ય વેપાર પ્રથા" છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Consumer, Consumer court, Consumer profit news, Hotel, ગ્રાહક, ગ્રાહકો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन