Home /News /business /

જાણો જો હોટેલ-રેસ્ટોરંટ તમારી પાસે Service Charge વસૂલે તો ક્યાં અને કોને ફરિયાદ કરવી

જાણો જો હોટેલ-રેસ્ટોરંટ તમારી પાસે Service Charge વસૂલે તો ક્યાં અને કોને ફરિયાદ કરવી

રેસ્ટોરંટ તમારી પાસે નહીં વસૂલી શકે સર્વિસ ચાર્જ

CCPA એ ઉપભોક્તાઓના હિત માટે ગ્રાહક સુરક્ષા કાયદાની કલમ 18(2)(I) હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. તે જણાવે છે કે મેનૂમાં આપવામાં આવેલા દરો ઉપરાંત, જો કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ઉપભોક્તા પાસેથી યોગ્ય ટેક્સ સિવાય અન્ય કોઈ ફી વસૂલ કરે છે, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગ્રાહકના હિતની વિરુદ્ધ છે.

વધુ જુઓ ...
    ઘણા સમયથી હોટેલ અને રેસ્ટોરંટ દ્વારા લેવામાં આવતો સર્વિસ ચાર્જ વિવાદોમાં ઘેરાયેલો છે. લોકોને સર્વિસ ટેક્સને લઇને ઘણી મૂંઝવણ હોય છે પરંતુ આ સમાચારમાં તમારી તમામ શંકાઓ દૂર થઇ જશે.

    સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે હોટલ કે રેસ્ટોરન્ટ તેમના ગ્રાહકો પાસેથી ફૂડ બિલમાં સર્વિસ ચાર્જના નામે પૈસા વસૂલી શકે નહીં. હા, જો ગ્રાહક પોતાની ઇચ્છાથી સર્વિસ ચાર્જ આપવા માંગે તો તે આપી શકે છે.

    જો કે આ નિર્ણય ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી હોટલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું પણ સસ્તું થશે, પરંતુ જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ પ્રતિબંધ હોવા છતાં તમારી પાસેથી સર્વિસ ચાર્જ વસૂલે તો શું કરવું જોઈએ? આ શંકા અને ગ્રાહકોની સલામતી માટે ઓથોરિટીએ ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે.

    આ પણ વાંચો -તરબૂચ અને લસણના બદલામાં 'ઘર' ખરીદવાની તક, રિયલ એસ્ટેટ કંપનીએ આપી ઓફર

    જો રેસ્ટોરંટ તમારી પાસે જબરદસ્તી સર્વિસ ચાર્જ વસૂલે તો ફરિયાદ કોને કરવી?



    • જો તમે કોઇ રેસ્ટોરંટમાં જાઓ છો અને તેમણે સર્વિસ ચાર્જ ઉમેરીને બીલ બનાવ્યુ છે તો સૌથી પહેલા તમે મેનેજરને તે ચાર્જ દૂર કરવા વિનંતી કરો. તેમને યાદ કરાવો કે આવા ટેક્સ તમારી પરવાનગી વગર વસૂલ કરવાની સત્તા તેમની પાસે નથી.

    • જો રેસ્ટોરન્ટ અથવા હોટેલ તમારી વિનંતી સ્વીકારતી નથી અને સર્વિસ ચાર્જ વસૂલવા પર અડગ છે, તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) ને ફરિયાદ કરી શકો છો. તે પ્રારંભિક તબક્કે જ વિવાદને ઉકેલવામાં મદદ કરે છે. ઉપભોક્તા હેલ્પલાઈન નંબર 1915 પર કોલ કરીને અથવા NCHની એપ દ્વારા તેમની ફરિયાદ નોંધી શકે છે.

    • આ સિવાય તમે કન્ઝ્યુમર કમિશનને પણ ફરિયાદ કરી શકો છો અથવા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકાય છે. આ માટે તમારે http://www.edaakhil.nic.in ની મુલાકાત લેવાની રહેશે.

    • ગ્રાહકને તેની ફરિયાદ જિલ્લાની કલેક્ટર કચેરીમાં નોંધવાનો પણ અધિકાર હશે, જે તપાસ કરશે અને તેનો રિપોર્ટ CCPAને મોકલશે. જો તમે ઇચ્છો, તો તમે તમારી ફરિયાદ સીધી સીસીપીએમાં નોંધાવી શકો છો. આ માટે તમારે com-ccpa@nic.in પર ઈ-મેલ કરવાનો રહેશે.


    આ પણ વાંચો -ક્રૂ઼ડ ઓઇલની કિંમતમાં આજે વધારો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

    CCPA એ ઉપભોક્તાઓના હિત માટે ગ્રાહક સુરક્ષા કાયદાની કલમ 18(2)(I) હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. તે જણાવે છે કે મેનૂમાં આપવામાં આવેલા દરો ઉપરાંત, જો કોઈ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ઉપભોક્તા પાસેથી યોગ્ય ટેક્સ સિવાય અન્ય કોઈ ફી વસૂલ કરે છે, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગ્રાહકના હિતની વિરુદ્ધ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन