Hot Stocks: આજના ત્રણ શેર જેમાં શૉર્ટ ટર્મમાં થઈ શકે છે બે આંકડામાં કમાણી

શેર માર્કેટ

Hot stocks today: અહીં તમને શોર્ટ ટર્મ માટે ત્રણ શેર સૂચવી રહ્યા છીએ. આ શેર એવા છે જેમાં બેથી ત્રણ અઠવાડિયા દરમિયાન સારી એવી તેજી જોવા મળી શકે છે.

  • Share this:
    મુંબઈ. Vidnyan Sawant, GEPL Capital: ગત અઠવાડિયે નિફ્ટીએ વીકલી ચાર્ટ (Nifty weekly chart) પર એક અનિર્ણાયક પેટર્ન બનાવી હતી. વર્તમાનમાં તે એક નાની બિયરિશ કેન્ડલ (Bearish candle) બનાવી રહ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી નિફ્ટી ઇનસાઇડ વીક કેન્ડલ પેટર્ન (Nifty weekly pattern) બનાવી રહ્યો છે, જે મીડિયમ ટર્મમાં નિફ્ટી માટે રેન્જ બાઉન્ડ મોમેન્ટમનો સંકેત આપે છે. ડેલી ચાર્ટ પર નિફ્ટી છેલ્લા અમુક દિવસોથી 20 DAYSMA નીચે છે, જે હાયર લેવર પર રેજિસ્ટેન્સનો સંકેત આપે છે.

    જોકે, ડેલી ચાર્ટ પર RSI જેવો મોમેન્ટમ ઇન્ડિકેટર 50 ઉપર બન્યો છે. જે ટૂંકા ગાળાથી મધ્યમ ગાળા દરમિયાન ન્યૂટ્રલ વલણનો ઇશારો કરે છે. અમારું માનવું છે કે નિફ્ટી18200 અને 17600ની રેન્જમાં ફરતો જોવા મળશે. ઉપરની બાજુએ નિફ્ટી માટે 18,200 , 18,345 અને 18604 પર રેજિસ્ટેન્સ નજરે પડી રહ્યો છે. જ્યારે નીચેની તરફ નિફ્ટી માટે 17,600 અને 17,450નો સપોર્ટ બનેલો છે.

    આ દરમિયાન અમે અહીં તમને શોર્ટ ટર્મ માટે ત્રણ શેર (Hot stocks today) સૂચવી રહ્યા છીએ. આ શેર એવા છે જેમાં બેથી ત્રણ અઠવાડિયા દરમિયાન સારી એવી તેજી જોવા મળી શકે છે.

    આજે (18 નવેમ્બર) સેન્સેક્સ 372.32 પોઈન્ટના ઘટાડા સાથે 59,636.01ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139.0 પોઇન્ટના ઘટાડા સાથે 17,770.10 પર બંધ રહ્યો હતો.

    આ પણ વાંચો: પેટીએમના શેરમાં 24%નો કડાકો, શેર લાગ્યા છે તેમણે શું કરવું? નવા રોકાણકારોએ જોખમ લેવું કે નહીં? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    GEPL Capitalના Vidnyan Sawantની પસંદગીના ત્રણ શેર

    Birlasoft: Buy | LTP: Rs 475.05 | આ શેરમાં 543 રૂપિયાના ટાર્ગેટ માટે 435 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 14.3 ટકા સુધી તેજી આવી શકે છે.

    Apollo Hospitals Enterprises: Buy | LTP: Rs 5,733.95 | આ શેરમાં 6,520 રૂપિયાના ટાર્ગેટ માટે 5,198 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 14 ટકા સુધી તેજી આવી શકે છે.

    L&T Technology Services: Buy | LTP: Rs 5,675.50 | આ શેરમાં 6,233 રૂપિયાના ટાર્ગેટ માટે 5,350 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા સુધી તેજી આવી શકે છે.

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેર ખરીદવા કે વેચવાની કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published: