Hot Stocks Today: આજના ત્રણ શેર જેમાં 2-3 અઠવાડિયામાં મળી શકે છે 14% સુધી વળતર

હોટ સ્ટૉક (પ્રતીકાત્મક તસવીર)

Hot stocks today: નીચેની બાજુએ નિફ્ટી 17,200ની નીચે જાય છે તો બાદમાં 100 DMAનો આગળનો સપોર્ટ હશે જે 17,100ની આસપાસ છે.

  • Share this:
    સંતોષ મીના, સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ: નિફ્ટી હાલ 20-WEMA પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે 17,222 અંકની આસપાસ છે. છેલ્લા ટ્રેડિંગ સત્રો દરમિયાન નિફ્ટી આ લેવલનું સન્માન કરતો જોવા મળ્યો છે. જોકે, બજારનો અકંદરે ટ્રેન્ડ જોઈએ તો તે નબળો જોવા મળી રહ્યો છે. જો કોઈ પુલબેકમાં નિફ્ટી મજબૂત બનીને 17,800નું લેવલ પાર નથી કરતો તો તેમાં ઘટાડો જોવા મળી શકે છે.

    નિફ્ટીમાં બિયરિશ હેડ એન્ડ સોલ્ડર ફોર્મેશનના 17,6000ના સપોર્ટના નેક લાઈન સપોર્ટ આસપાસ બ્રેકડાઉન જોવા મળ્યું છે. હવે નિફ્ટી માટે 17,600નું સ્તર વિઘ્નનું કામ કરશે. જો નિફ્ટી તેનાથી ઉપર જાય છે તો 17,800 સુધીના લેવલની શોર્ટ કવરિંગ રેલી જોવા મળી શકે છે. જો નિફ્ટી 17,800 રૂપિયાનું સ્તર પાર કરી લે છે તો તેના પરથી દબાણ હટતું જોવા મળશે.

    નીચેની બાજુએ નિફ્ટી 17,200ની નીચે જાય છે તો બાદમાં 100 DMAનો આગળનો સપોર્ટ હશે જે 17,100ની આસપાસ છે. જો નિફ્ટી તેનાથી પણ નીચે જાય છે તો 16,700ની તરફ જતો જોવા મળી શકે છે. જો આપણે મોમેન્ટમ ઇન્ડિકેટર RSI પર નજર દોડાવીએ તો આપણને ડેલી ચાર્ટ પર 40ની આસપાસ અને વીકલી ચાર્ટ પર 60ની આસપાસ નજરે પડી રહ્યો છે. આ માટે બજારમાં આપણને પુલબેક જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: Multibagger stock: ₹6થી ₹188: આ નાના શેરમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 3,000% વળતર, ₹1 લાખ બની ગયા ₹31

    આ દરમિયાન અહીં તમને ત્રણ સ્ટૉક વિશે માહિતી આપી રહ્યા છીએ. આ શેર્સમાં આગામી 2-3 અઠવાડિયામાં જોરદાર કમાણી થઈ શકે છે.

    SpiceJet: Buy | LTP: Rs 84.45 | આ શેરમાં 79 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 94 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 11 ટકાનો વધારો શક્ય છે.

    Mahindra Logistics: Buy | LTP: Rs 738.10 | આ શેરમાં 690 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 820 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 11 ટકાનો વધારો શક્ય છે.

    BSE Limited: Buy | LTP: Rs 1,600.15 | આ શેરમાં 1,470 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,825 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 14 ટકાનો વધારો શક્ય છે.

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ઉપરનો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેર ખરીદવા કે વેચવાની કોઈ જ સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: