Hot Stocks: આજના ત્રણ હોટ સ્ટોક, 2-3 અઠવાડિયામાં મળી શકે છે ડબલ આંકડામાં વળતર

હોટ સ્ટોક્સ

Hot stocks today: 21 ઓક્ટોબરના રોજ પણ સતત ત્રીજા દિવસે બજાર (Indian Share Market)માં નફા વસૂલી (Profit booking) ચાલુ રહી હતી. આ સાથે જ નિફ્ટી 18,000ના સ્તરને લગભગ સ્પર્શી ગયો હતો.

  • Share this:
    મુંબઈ. Karan Pai,GEPL Capital: 19 ઓક્ટોબરના રોજ 18,604ના ફ્રેશ લાઇફટાઇમ હાઈ (Nifty at lifetime high)ને સ્પર્શ કર્યાં બાદ નિફ્ટીમાં ઘટાડો શરૂ થયો છે. 21 ઓક્ટોબરના રોજ પણ સતત ત્રીજા દિવસે બજાર (Indian Share Market)માં નફા વસૂલી (Profit booking) ચાલુ રહી હતી. આ સાથે જ નિફ્ટી 18,000ના સ્તરને લગભગ સ્પર્શી ગયો હતો. વર્તમાન પ્રાઇસ એક્શન (Price action) બજારમાં વધારે નફા વસૂલીનો સંકેત આપે છે. જ્યારે મોમેન્ટમ ઇન્ડીકેટર કિંમતમાં ઘટાડા તરફ સંકેત આપે છે.

    ઓપન ઇન્ટ્રેસ્ટના મોરચે જોઈએ તો (નવેમ્બર 25 ઓપ્શન) 19,000ના કૉલ પર સૌથી વધારે ઓપન ઇન્ટ્રેસ્ટ જોવા મળી રહ્યો છે. આ જ રીતે 18,000ના પુટ કોન્ટ્રાક્ટ પર પણ સારી ભાગીદારી જોવા મળી રહી છે. જેનાથી એવું લાગી રહ્યું છે કે નિફ્ટી 18,000થી 19,000ના મોટા દાયરામાં બિઝનેસ કરી શકે છે. ચાર્ટ પર નજર કરીએ તો આપણને એ વાતનો સંકેત મળે છે કે બજાર 18,000-17,900 તરફ જતું જોવા મળી શકે છે. આ ઝોન નિફ્ટી માટે મહત્ત્વના સપોર્ટનું કામ કરશે.

    આ પણ વાંચો: બેંક બેલેન્સ રાખો તૈયાર: Nykaaનો IPO આ તારીખે ખુલશે, જાણો કંપની વિશે

    જો આ સ્તર તૂટે છે તો આપણને નિફ્ટી 17,600 તરફ જતો જોવા મળી શકે છે. જ્યારે ઉપર બાજુએ નિફ્ટી માટે 18,600નું સ્તર આગામી અઠવાડિયાઓમાં ખૂબ મહત્ત્વનું રહેશે. જો નિફ્ટી ઉપર બાજુએ આ સ્તર તોડી દે છે તો પછી 19,000 તરફ જતો દેખાશે.

    આજના ત્રણ હોટ સ્ટોક્સ જેમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે છે મોટી કમાણી:

    Bank of Baroda: Buy | LTP: Rs 95.45 | આશેરમાં 85 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 109 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 28% સુધી તેજી જોવા મળી શકે છે.

    Kotak Mahindra Bank: Buy | LTP: Rs 2,143.75 | આ શેરમાં 2,050 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,273 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 14% સુધી તેજી જોવા મળી શકે છે.

    Union Bank of India: Buy | LTP: Rs 50.65 | આ શેરમાં 45 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 65 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આગામી 2-3 અઠવાડિયામાં આ શેરમાં 28% સુધી તેજી જોવા મળી શકે છે.

    (નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદીની સલાહ નથી આપવામાં આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: